Book Title: Pravas Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 411
________________ તેમના શરીરમાં રહેલા કૅલ્શિયમનો ઢગલો થતો જાય છે. એના ખડક બંધાય છે. આવા (Coral Reefીના કેટલાંક પરવાળાંની અંદર ઝીણી ઝીણી માછલીઓ હોય છે. અને એવી માછલીઓ પણ પરવાળાંની રચના કરે છે. તે બતાવતાં ગાઈડ યુવતીએ પાસે રાખેલા પાણી ભરેલા વાસણમાં ત્રણેક મોટા પરવાળાંના ટુકડા કર્યા તો અંદરથી આંગળીના વેઢા કરતાં નાની માછલીઓ નીકળી અને પાણીમાં તરવા લાગી. દરમિયાન ડાઈવર્સ બે મોટી બાલદી ભરીને દરિયાનું પાણી લઈ આવ્યા. એમાં જાતજાતની રંગબેરંગી નાની નાની માછલીઓ હતી. કેટલાક શોખીનો ઘરમાં નાનું કાચના કબાટ જેવું એક્વેરિયમ રાખે છે. એમાં આવી કેટલીક જાતની માછલીઓ રાખવામાં આવે છે. ગાઈડે એક નાની પાંચ પૂંછડિયા જેવી માછલી બતાવી. એ Star Fish કહેવાય છે. તે બહુ મજબૂત હોય છે. તેની એકાદ પૂંછડી કપાઈ જાય તો તે મરતી નથી. પણ તે પૂંછડી પાછી વધવા લાગે છે અને આખી થઈ જાય છે. કેટલાક પરવાળાં તડકામાં સૂકવવા માટે મૂકવામાં આવ્યાં. તડકાની અસરથી લીલા રંગનાં પરવાળાં જાંબલી રંગનાં થવા લાગ્યાં. ગાઈડે સમજાવ્યું કે આ રીતે પરવાળાં થોડા દિવસ તડકામાં સૂકવવામાં આવે તો તેનો રંગ બદલાય છે, તે નક્કર થતાં જાય છે અને વધુ સુશોભિત આકૃતિ ધારણ કરે છે. વળી તે બહુ મોંઘા ભાવે વેચાય છે. કેટલાંકમાંથી મંગળના નંગ બનાવાય છે. પરવાળાંનો વ્યવસાય કરનાર અનુભવી લોકો આ ભીનાં પરવાળાંને રોજ કેટલા પ્રમાણમાં તડકો આપીને, કેવી રીતે આકર્ષક અને કલાત્મક બનાવવા એની ખૂબી જાણતા હોય છે. પછી એણે કહ્યું, “આ બધાં લીલાં ભીનાં પરવાળાં જેમને જોઈએ તે મફત લઈ જઈ શકે છે. ઘરે જઈને તરત સૂકવી દેવાં જોઈએ.” આટલું કહેતાંમાં તો પરવાળાં લેવા માટે પડાપડી થવા લાગી. અમારી દોટ જોઈને ગાઈડ પણ હસી પડી. બધા પોતાના સ્થાને બેઠા તે પછી ગાઈડે કહ્યું, “એટલું ધ્યાનમાં રાખજો કે આ પરવાળાં બહુ ગંધાય છે. થોડી વાર પછી તમારા હાથ સુંઘી જોજો. ઘરમાં પણ એ ગંધાશે. સુકાયા પછી નહિ ગંધાય. ગાઈડની વાત સાચી હતી. પરવાળા હાથમાં લેતાં જ હાથ ચીકણા થઈ ગયા અને વળી ગંધાવા લાગ્યા. એક પછી એક એમ ઘણાખરાએ પરવાળાં પાછાં મૂકી દીધાં. કેટલાકે પડીકામાં બાંધી લીધાં; પણ પડીકામાં વધુ વખત રહેશે તો વધુ ગંધાશે અને પછી સરખો રંગ કે આકાર ધારણ નહિ કરે એ માટે ધ્યાન રાખવાની સૂચના ગાઈડે આપી. વધેલાં પરવાળાં અને બાલદીમાં રાખેલી માછલીઓ સમુદ્રના પાણીમાં પાછાં પધરાવી દેવામાં આવ્યાં. પરવાળાં જોવાનો કાર્યક્રમ પૂરો થયો. ત્રણે ઉલ્લુ અંક ૩૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424