Book Title: Pravas Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 409
________________ છાતીથી વધારે ઊંડું નહિ. તરતાં ન આવડતું હોય તો પણ નાહવા પડી શકાય. અમારા ગાઈડ યુવક-યુવતી સ્વિમિંગ કૉર્ચ્યુમ પહેરી તરવા પડ્યાં. અમારામાંથી પણ કેટલાક તરવા પડ્યા. કોટ્યૂમ ન લાવ્યા હોય તો પાસેના રેસ્ટોરાંમાં ભાડે મળતું હતું. કેટલાકની પાણીમાં પડવાની ઈચ્છા નહોતી, પણ ડૂબવાની બીક વિનાના છીછરા પાણીની સ્ફટિક જેવી નિર્મળતાનું આકર્ષણ એટલું બધું હતું કે એક પછી એક એમ વધતાં વધતાં છેવટે બધાંએ પાણીમાં ડૂબકી મારી સ્નાન કરી તાઝગી અને પ્રફુલ્લિતતા અનુભવી. માથે કોમળ તડકો હતો. અને પાણી હૂંફાળું હતું. એટલે પત્યા પછી કોઈને નીકળવાનું મન થતું નહોતું. આવા નાનકડા ટાપુમાં એક કલાક કરીશું શું એવો પ્રશ્ન કરનારને હવે કલાક ઓછો લાગવા માંડ્યો. સમય થયો એટલે સ્નાનથી પરવારી અમે સૌ સજ્જ થઈ લૉચમાં બેસી ગયા. લૉચ ઊપડી. ગાઈડે મજાકમાં કહ્યું, “તમને સમુદ્રમાં સ્નાન એટલા માટે કરાવ્યું કે જેથી ભૂખ બરાબર લાગે. હવે આપણે લંચ માટે સમુદ્રકિનારાની એક પંચતારક હોટેલમાં જઈશું. હોટેલનું નામ છે “ટ્રેડ વિસ' (Trade Winds) અડધા કલાકમાં અમારી લૉચ હોટેલના પાછલા દરવાજે આવીને અડીને ઊભી રહી નદી શહેરતી સુવાના ધોરી માર્ગ ઉપર સમુદ્રકિનારે આ હોટેલ એવી રીતે બાંધવામાં આવી છે કે એના આગળના ભાગમાં એના ઉદ્યાનનું પ્રવેશદ્વાર મુખ્ય રસ્તા પર પડે. તથા હોટેલનો પાછળનો ભાગ એવી રીતે બાંધવામાં આવ્યો છે કે તે પાણી ઉપર થોડો બહાર નીકળે. બાલ્કની કે વરંડામાં બેઠાં હોઈએ તો નીચે પાણી દેખાય, જાણે કોઈ જહાજમાં ન બેઠાં હોઈએ ! હોટેલમાં જ ડોકની વ્યવસ્થા રાખવામાં આવી છે. બોટ કે સ્ટીમર સીધી હોટેલને અડીને ઊભી રહી શકે. એથી પ્રવાસીઓને સમુદ્રની સહેલગાહ કરવાનું કુદરતી રીતે જ મન થાય. એ માટે સંખ્યાબંધ નાની મોટી યાંત્રિક હોડીઓની સગવડ રાખવામાં આવી હતી. લાકડાંની વિવિધ સુશોભિત ચીજવસ્તુઓ, તથા લાકડાનાં છત અને ફ્લોરિંગથી બહુ જ આકર્ષક લાગતી એવી આ હોટેલમાં સમુદ્રની બાજુએ બેઠાં હોઈએ તો નીચે સ્વચ્છ પાણીમાં રંગબેરંગી માછલીઓ તરતી દેખાય. રોજ કેટલાય લોકો માછલીને ખવડાવતા હોવાથી માછલીઓ પણ એટલામાં જ ઘૂમ્યા કરતી દેખાય. અહીં સમય કેવી રીતે પસાર કરવો એની કોઈ ચિંતા જ નહિ. હોટેલમાં લંચ લઈ અને લૉચમાં બેસી ઉપડ્યા ઉલ્લૂ ટાપુ તરફ. ઉલ્લૂમાં અમારે ટાપુ પર ઊતરવાનું નહોતું. પરંતુ ટાપુ આવે તે પહેલાં સમુદ્રના નિર્મળ જળમાં પરવાળાં (Corals) નું નિરીક્ષણ કરવાનું હતું. અમે ઉલ્લૂઝઃ ૩પ૯ Jain Education International For Private & Personal Use Only - WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424