Book Title: Pravas Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 406
________________ તેઓ મદદ કરવા લાગ્યા. હોને વાગ્યું અને લૉંચ ઊપડી. અમે લગભગ પચીસેક પ્રવાસીઓ હતા. બીજા બધા જ પ્રવાસીઓ અમેરિકન કે ઑસ્ટ્રેલિયન હતા. ભારતીય પ્રવાસી તરીકે ફક્ત હું એકલો જ હતો. આકાશ સ્વચ્છ હતું. સમુદ્રના નીલા રંગનાં પાણી શાંત હતાં. હવા ચિત્તને પ્રસન્નતાથી ભરી દે એવી હતી. લાંચ આગળ વધતાં સુવાના કિનારાની હરિયાળી વનરાજિ દૂર દૂર ખસતી હતી. વાતાવરણ ઉત્સાહક હતું. ટૂરના એક ફિજિયન કર્મચારીએ ગાઈડ તરીકે માઈક ઉપર સૌનું સ્વાગત કર્યું અને ફિજીનો પરિચય આપવો શરૂ કર્યો. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં, દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ત્રણસોથી વધુ ટાપુઓમાં ફિજીનું રાષ્ટ્ર પથરાયેલું છે. ઓસ્ટ્રેલિયાની અગ્નિ દિશામાં, ૧૯૬૦ માઈલ દૂર આવેલા આ રાષ્ટ્રનું એટલા માટે સત્તાવાર નામ “ફિજી આઈલૅન્વસ” (Fuji Islands) છે, પરંતુ લોકોમાં તે ફક્ત “ફિજી' તરીકે જ જાણીતું છે. આ ત્રણસો ટાપુઓમાં મુખ્ય બે મોટા ટાપુઓ છે. એકનું નામ છે વિતી લેવું અને બીજાનું નામ છે “વનવા લેવું “લેવું' એટલે બહુ “વિતી’ એટલે ડુંગરો અને “વનવા” એટલે સપાટ મેદાનો. “વિતી લેવું” એટલે જ્યાં પહાડો વધારે છે એવો ટાપુ. ફિજીનાં મુખ્ય શહેરો સુવા, નાંદી, લટકા, બા, સિગાટોક વગેરે વિતી લેવુંમાં આવેલા છે. આ ટાપુમાં વચ્ચે પર્વતો છે અને ચારે બાજુ ફરતે દરિયાકિનારે સપાટ જગ્યા છે. અંગ્રેજોએ પોતાના શાસનકાળ દરમિયાન પોતાનાં સંસ્થાનોમાં ઘણે ઠેકાણે સ્થળોનાં નામ પોતાને ઉચ્ચારતાં ફાવે એવી રીતે બદલાવ્યાં. એ રીતે વિતી'ને તેઓ ફિજી' તરીકે ઓળખવા લાગ્યા; અને એ જ નામ આજ દિવસ સુધી રૂઢ થયેલું છે. જાપાન ઉત્તર ગોળાર્ધમાં પૂર્વ દિશામાં છેડે આવેલો દેશ છે. એટલે આપણે જાપાનને ઊગતા સૂર્યના દેશ તરીકે ઓળખીએ છીએ. (જાપાનને રાષ્ટ્રધ્વજ પણ એનું જ પ્રતીક છે). પરંતુ સમયની સાપેક્ષ દૃષ્ટિએ કહેવું હોય તો કહી શકાય કે જાપાનમાં સૂર્યોદય થાય છે તેની પહેલાં દક્ષિણ ગોળાર્ધમાં ફિજીમાં સૂર્યોદય થાય છે, કારણ કે ફિજી ૧૮૦ રેખાંશ પર આવેલું છે. આંતરરાષ્ટ્રિય સમયરેખા (International Date Line) બરાબર ફિજીની પૂર્વ બાજુમાંથી પસાર થાય છે. ફિજીનો પરિચય અપાયો ત્યાર પછી થોડી વારમાં તો સંગીતના સૂર ચાલુ થયા. બે ફિજિયન યુવક અને બે યુવતી પોતાના અસલ ફિજી પોશાકમાં સજ્જ થઈને બધાંની વચ્ચે આવ્યાં. ફિજિયન લોકો ખાસ પ્રસંગે પોતાનો જે ૩પક = પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424