________________
આવજો” કે “ભલે' જેવા ઔપચારિક શબ્દો પણ ઉચ્ચારાયા નહીં.
હું તરત ત્યાંથી કાનજીભાઈની દુકાને પહોંચી ગયો. બધી વાત કરી. કાનજીભાઈએ કહ્યું, “તમે જે કર્યું તે સારું કર્યું. કદાચ તમે શરમમાં રહીને હા પાડી હોત તોપણ હું તમને રેડિયો-સેટ લઈ જવા ન દેત. તમારા ગયા પછી કંઈક બહાનું કાઢી એમને ઘેર પાછો મોકલત. એ લઈ જવામાં તમે ફસાઈ જાઓ. કદાચ જેલમાં બેસવાનો પણ વારો આવે. નવા વર્ષની તમને બરાબર ભેટ મળી જાય.
કાનજીભાઈની વાત સાંભળી હું ચમક્યો. વળી એમણે કહ્યું, - “જ્યાં કસ્ટમ્સના કાયદા બહુ કડક હોય છે એવા દેશોમાં તો ઍરપોર્ટ ઉપર કોઈક અજાણ્યા સહપ્રવાસીને એનો સામાન ઊંચકવામાં મદદ કરવાનો વિવેક પણ ન કરવો જોઈએ. અંદર કંઈક ગેરકાયદે છુપાવ્યું હોય તો આપણે ફસાઈ જઈએ. એવે વખતે તો એવા માણસો પોતાનો સામાન છે એમ કબૂલ પણ ન
કરે.”
કાનજીભાઈની વાત સાચી હતી. મને બૈરુતના ઍરપૉર્ટનો એક પ્રસંગ તરત યાદ આવ્યો. એક વયોવૃદ્ધ યુરોપિયન સન્નારીને વજનદાર બૅગ ઊંચકવામાં મેં મદદ કરી ત્યારે ફરજ પરના એક ઑફિસરની નજર પડતાં તેણે તરત મારા હાથમાંથી બૅગ લઈને એ સન્નારીના હાથમાં પાછી સોંપી દીધી હતી. એ મહિલાએ પોતાની બૅગમાં દાણચોરીની કોઈ ચીજવસ્તુ નહિ જ સંતાડી હો, પરંતુ પ્રવાસીઓએ આવી બાબતમાં સાવધ રહેવું ઈષ્ટ છે એમ સમજીને અધિકારીએ તે પ્રમાણે કર્યું હતું.
કાનજીભાઈની વાતની તરત મને પ્રતીતિ થઈ. એમણે આપેલી સલાહથી સુવામાં વિદેશ પ્રવાસનો એક જુદો જ પાઠ મને શીખવા મળ્યો.
(પાસપોર્ટની પાંખે-૧)
૩૫૪ ગક પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org