Book Title: Pravas Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 402
________________ દાક્તરની સલાહ લો.” એટલામાં શ્રી પટેલનો મોટો દીકરો આવી પહોંચ્યો. એણે પણ મારા હાથમાં ફાઈલ મૂકીને કહ્યું, “મને ખાવાનું પચતું નથી. દિવસના આઠદસ વખત ટોયલેટ જવું પડે છે.” મેં એને પણ કહ્યું, “ભાઈ, હું પીએચ.ડી. ડૉક્ટર છું, મેડિકલ ડૉક્ટર નથી.' ત્યાં શ્રી પટેલે વચ્ચે જ કહ્યું, “ડૉક્ટરસાહેબ, તમે પીએચ.ડી.ના ડૉક્ટર હો કે હોમિયોપથીના, તેની અમને બહુ પંચાત નથી. અમારે અહીં ફિજીમાં તો ડૉક્ટર એટલે ડૉક્ટર. તમે દવા બરાબર લખી આપો એટલે બસ. તમારી જે કંઈ ફી હશે તે જરૂર આપીશું. તે માટે બેફિકર રહેજો.” મેં વારંવાર સ્પષ્ટતા કરી, પરંતુ મારી વાત તેમને ગળે ઊતરી નહીં. બલ્બ હું ઈરાદાપૂર્વક દાક્તરી તપાસ કરવાનું ટાળું છું તેવો તેમને વહેમ પડવા લાગ્યો. હજુ બીજા ત્રણ જણ પોતાની મેડિકલ ફાઈલ લઈને મારી રાહ જોતા બેઠા હતા ! પરંતુ મેં તેમને આગ્રહપૂર્વક સમજાવી વિદાય કર્યા. મારી આ વાતથી શ્રી પટેલ નિરાશ થઈ ગયા. તેમના ઉત્સાહમાં થોડી મંદતા આવી ગઈ. મુંબઈમાં કઈ કઈ હૉસ્પિટલો સારી છે, તથા કેટલાંક ઑપરેશન માટે કયા ડૉક્ટર સારા છે એ વિષે એમણે પૂછેલા પ્રશ્નોના, અલબત્ત, મેં આવડ્યા એવા જવાબ આપ્યા, કારણ કે તેમ ન કરવામાં સામાન્ય સૌજન્યનો અભાવ તેમને કદાચ જણાય. આમ તેમ થોડી વાતો ચાલી. શ્રી પટેલે પૂછ્યું, “ડૉક્ટર સાહેબ, ઑકલૅન્ડ જવા માટે તમારી પાસે સામાન કેટલો હશે ?' એક બૅગ અને એક એટેચી. લગભગ બારેક કિલો. તમારા દીકરા માટે કંઈ મોકલવું હોય તો જરૂર આપજો.” નિરાશાથી ઠંડા પડી ગયેલા વાતાવરણમાં ઉષ્મા આણવા મેં દાક્ષિણ્ય દાખવ્યું. બસ, એટલા માટે જ તમને પૂછ્યું. એક બોક્સ તમારી સાથે મોકલવાનું છે.” જરૂ૨. મને બહુ આનંદ થશે. શાનું બોક્સ ?' એક મોટો રેડિયો-સેટ છે. મારા દીકરા માટે નવા વર્ષની ભેટ છે. પરંતુ તમે ઓકલેન્ડમાં કસ્ટમ્સમાં પહેલેથી રેડિયો ડિકલેર કરતા નહીં. જો એમ ને એમ નીકળી જાય તો ઠીક, અને જો ચેક થાય તો તેની ડ્યૂટી મારો ૩૫૨ ૪૯ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424