Book Title: Pravas Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 401
________________ યુનિવર્સિટી જોઈ અમે પાછા ફર્યા. રસ્તામાં શ્રી પટેલે પૂછ્યું, “ડૉ. શાહ, તમે પહેલી જાન્યુઆરીએ જ ઑકલૅન્ડ જવાના છો ? નવું વર્ષ ફિજીમાં કરો ને !” “ના, જી. મારો કાર્યક્રમ બધો ગોઠવાઈ ગયેલો છે. જો કે ૩૧મીએ રાત્રે બાર વાગે નવું વર્ષ ફિજીમાં ઊજવીશ અને પહેલીએ સવારે જઈશ.” “ઓકલેન્ડ ફરવા માટે કે કંઈ કામ માટે ?' બસ, ફરવા માટે.” “ક્યાં ઊતરવાના છો ?' “ટ્રાવેલ લોજ નામની હોટેલમાં મેં રિઝર્વેશન કરાવેલું છે.” હોટેલમાં શા માટે ઊતરો છો ? આપણું ઘર ત્યાં છે. મારો નાનો દીકરો ત્યાં રહે છે. ત્યાં તમે ઊતરજો. આપણે ઑફિસે પહોંચીએ એટલે તરત હું ફોન કરી દઈશ. એ તમને એરપોર્ટ પર લેવા આવશે. તમને ઑકલૅન્ડમાં બધે ફેરવશે.” ન્યૂઝીલેન્ડના પાટનગર ઑકલૅન્ડમાં હું પહેલી વાર જતો હતો, એટલે શ્રી પટેલની આ ઉદાર આતિથ્યભાવનાથી આનંદિત થઈ ગયો. વિદેશમાં આવી કેટલીક સગવડ મેળવવા માટે કેટલીક વાર તો ભલામણપત્રો એકઠા કરવા પડતા હોય છે. તેને બદલ આટલા અલ્પ પરિચયે શ્રી પટેલે સામેથી મારે માટે કરેલી આ દરખાસ્ત મને આવકારદાયક લાગી. અમે શ્રી પટેલની ઑફિસે પહોંચ્યા. બહાર તડકામાં ફરીને આવ્યા હતા એટલે એરકંડિશન્ડ ઑફિસમાં બેસતાં ઠંડક અનુભવી. અમારા માટે ઠંડાં પીણાં આવ્યાં. દરમિયાન શ્રી પટેલે ઑકલૅન્ડ સીધો નંબર જોડીને પોતાના દીકરાને પહેલી જાન્યુઆરીની મારી ફ્લાઈટની અને ઍરપૉર્ટ ઉપર લેવા આવવાની સૂચના જણાવી દીધી. એ માટે મેં એમનો આભાર માન્યો. ત્યાર પછી શ્રી પટેલે બહાર બેઠેલા એક ભાઈને બોલાવ્યા. આવીને તેમણે મને એક ફાઈલ હાથમાં આપી અને કહ્યું, “મને છાતીમાં બહુ ભાર લાગે છે, પણ પાણી પીઉં તો સારું લાગે છે. કોઈક વાર હાથ-પગ ખેંચાય છે અને થાક બહુ લાગે છે. મને તરત સમજ ન પડી કે આ ભાઈ પોતાના દરદની આ બધી વાત મને શા માટે કરે છે ? ફાઈલ જોતાં જણાયું કે એ જુદા જુદા દાક્તરી રિપોર્ટની ફાઈલ છે. મને વહેમ પડ્યો કે તેઓ મને મેડિકલ ડૉક્ટર તો નહિ સમજતા હોય ?! મેં તેમને કહ્યું, “ભાઈ, હું દાક્તરનથી. આ માટે તમે કોઈ નવા વર્ષની ભેટ - ૩૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424