Book Title: Pravas Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
મેં કહ્યું, “એ યુનિવર્સિટી જોવાનું મને જરૂર ગમશે, કારણ કે એ તો અમારું ક્ષેત્ર છે. દુનિયાની જુદી જુદી યુનિવર્સિટીઓની મુલાકાત લેવી તે મારે રસનો વિષય છે.”
અમે ગાડીમાં બેઠા. કાનજીભાઈએ કહ્યું, “આપણે દુકાન તરફથી ગાડી લઈએ. કોઈ અગત્યની ટપાલ આવી હોય તો તે હું જરા જોઈ લઉં.”
અમે તેમની દુકાન પાસે પહોંચ્યા. ગાડીમાંથી ઊતરતાં જ એક ભાઈ મળ્યા. કાનજીભાઈએ એમને મારો પરિચય કરાવતાં કહ્યું, “આ અમારા મહેમાન ડૉ. રમણલાલ શાહ, ઇન્ડિયાથી ફરવા આવ્યા છે. પહેલી જાન્યુઆરીએ ઓકલેન્ડ જવાના છે. હું તેમને અત્યારે એસ.પી.યુ. લઈ જાઉં છું.”
કાનજીભાઈએ તેમનો પરિચય કરાવતાં કહ્યું, “આ શ્રી... પટેલ, અમારા સુવાના એ બહુ મોટા શ્રીમંત વેપારી છે. ફિજી ઉપરાંત ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ તેમનો વેપાર ચાલે છે.”
| શ્રી પટેલે કહ્યું, “કાનજીભાઈ, ડૉક્ટરસાહેબને યુનિવર્સિટી બતાવવાનો લાભ મને આપો. હું અત્યારે ફ્રી છું.” થોડી આનાકાની પછી કાનજીભાઈએ છેવટે સંમતિ આપી. મને પણ થયું કે ત્રણ દિવસથી રોજ એમનો સમય લઉં છું તો આજે ભલે તેઓ દુકાનનું કામ સંભાળે.
શ્રી પટેલ સાથે એમની ગાડીમાં હું બેઠો. તેમણે કહ્યું, “ડૉક્ટરસાહેબ, તમારે મોડું નથી થતું ને ?'
ના, જરાય નહિ.” તો પહેલાં આપણે ઘેર ચા-પાણી લઈએ. પછી એસ.પી.યુ. જોઈએ.” ભલે.”
રસ્તામાં શ્રી પટેલે ફિજીમાં એમના કુટુંબે કેવી રીતે વસવાટ કર્યો તેનો રસિક ઇતિહાસ કહ્યો. તેમણે કહ્યું : “અમે નડિયાદ પાસેના એક ગામના વતની. મારા પિતાજી અહીં હાથે-પગે આવેલા. ફિજી એટલે આફ્રિકાનો પ્રદેશ એમ સમજીને અમારી જ્ઞાતિના લગભગ દોઢસો માણસ ટિકિટ કઢાવીને સ્ટીમરમાં બેઠેલા. લગભગ સાઠ વર્ષ પહેલાંની આ વાત છે. બધા અભણ; ગુજરાતી ભાષા પણ પૂરી લખતાં-વાંચતાં આવડે નહિ; ખેતી કરે. સ્થિતિ બહુ ગરીબ. જિંદગીમાં પહેલી વાર મુંબઈ આવ્યા અને પહેલી વાર સ્ટીમરમાં બેઠા. એ દિવસોમાં પાસપોર્ટ કે વીસાની કોઈ માથાકૂટ નહીં.
ઘણા દિવસે સ્ટીમર ઓસ્ટ્રેલિયાના સિડની બંદરે આવી પહોંચી. અમારા વડીલો બધા ગભરુ ગોરા લોકો સાથે વાતો કરતાં ધ્રૂજે; વાત કરવાનું જ ટાળે. સિડની અંદર આવ્યું એટલે કપ્તાને એ જાહેર કર્યું; પરંતુ અમારા વડીલોએ
૩૪૮ ક પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424