________________
૪૪ રોટોરઆ (ન્યૂઝીલેન્ડ)
ન્યૂઝીલેન્ડમાં જોવા જેવાં મહત્ત્વનાં સ્થળોમાંનું એક તે રોટોશુઆ (રૉટૉરુવા) છે. તે જવાળામુખી શહેર (Volcanic City) છે. જ્વાળામુખી શાન્ત થઈ ગયા પછી, ગઈ સદીમાં એ ત્યાં વસેલું છે.
અમે જુદા જુદા દેશના કેટલાક પ્રવાસીઓ એક ટૂરિસ્ટ કંપનીની ટૂરમાં ત્યાં જવા નીકળ્યા હતા. અમારી બસનો ડ્રાઇવર એ જ અમારો ગાઇડ હતો. એનું નામ હતું. જ્હોન ક્રેસવેલ. તે ઘણો મળતાવડો, બોલકણો અને મજાકમશ્કરી કરવાના સ્વભાવવાળો હતો. પોતાના વિષયનો પણ તે અચ્છો જાણકાર હતો. બસમાં પોતાની સીટ સામે રાખેલા મોટા અરીસામાં પડતાં અમારાં પ્રતિબિંબ જોતો જાય અને અમારી સાથે વાત કરતો જાય. પોતાના મોઢા આગળ રાખેલા માઇકમાં એ બોલતો જાય અને બધું સમજાવતો જાય.
ઓકલેન્ડથી અમારી બસ એક પછી એક ગામ વટાવતી આગળ વધતી હતી. જોવા જેવાં સ્થળે અમે રોકાતાં. આખે રસ્તે હરિયાળી ટેકરીઓ જોવા મળે. એમાં ચરતાં સેંકડો ઘેટાંઓ દૂરથી નાનાં નાનાં સફેદ ટપકાં જેવાં ભાસતાં, જાણે લીલા રંગની બાંધણી ન હોય !
રોટોશુઆ અમે પહોંચવા આવ્યાં. ગાઇડે કહ્યું, ‘રોટોશુઆ શહેરનું નામ પાસે આવેલા રોટોફુઆ સરોવર પરથી પડ્યું છે. ગઈ સદીમાં ગરમ પાણીનાં ઝરણાંને કારણે આરોગ્યના હેતુથી આ સ્થળે લોકો આવવા લાગ્યા. આસપાસના પ્રદેશના માઓરી નામના આદિવાસીઓ પણ અહીં આવીને વસવા લાગ્યા.
૩૩૦ પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org