Book Title: Pravas Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 394
________________ ખ્રિસ્તી ધર્મગુરુ બિશપની ટોપી (એટલે કે ‘માઈત્રે’) જેવું છે. સાઉન્ડના સમગ્ર દૃશ્યમાં તે કેન્દ્રસ્થાને છે અને પ્રભાવશાળી છે. સોળ કિલોમીટ૨નો આહ્લાદક જલવિહાર કરીને અમે સાઉન્ડના બીજા છેડે આવી પહોંચ્યા. અહીં એક કિનારાની જગ્યાને ડેઇલ પૉઇન્ટ કહે છે. અહીં સામસામા બંને કિનારે પર્વતો દેખાય છે. એક બાજુ ઈ.સ. ૧૮૦૦માં બાંધેલી દીવાદાંડી છે કે જેથી જૂના વખતમાં મહાસાગરમાં પસાર થતાં જહાજો ભૂલમાં આ સાંકડી જલપટ્ટીમાં દાખલ ન થઈ જાય. અમારી સ્ટીમર સાઉન્ડમાંથી બહાર નીકળી દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં દાખલ થઈ. સમુદ્રના પાણીમાં સરહદી રેખાઓ દોરી શકાતી નથી, એટલે ગાઇડે કહ્યું ત્યારે જ ખબર પડી કે અમે હવે મહાસાગરમાં છીએ. સ્ટીમરે એક મોટું ચક્કર લગાવ્યું. સાઉન્ડના કિનારા દેખાતા બંધ થયા. ચારેબાજુ મહાસાગરનાં જળ હિલોળા લેતાં હતાં. વાતાવરણ સ્વચ્છ, સ્વસ્થ અને પ્રસન્ન હતું. ડેક ઉપરથી વર્તુળાકાર ક્ષિતિજનાં, ઉપર આભ અને નીચે જલરાશિનાં દર્શન એક આગવો અનુભવ કરાવતાં હતાં. મહાસાગરમાંથી અમે હવે સાઉન્ડમાં પાછા ફર્યા. સાસરે આવેલી રૂઢિચુસ્ત નવોઢાની જેમ પાણી હવે શાન્ત અને સંયમિત બન્યાં. સ્ટીમરે ડાબી બાજુનો કિનારો પકડ્યો. એક જગ્યાએ સ્ટીમર ઊભી રહી. ગાઇડે એક ખડક બતાવીને કહ્યું કે એ ‘સીલ ખડક' (Seal Rock) છે. સીલ ઠંડા પ્રદેશનું દરિયાઈ પ્રાણી છે. તે જળચર છે અને સ્થળચર પણ છે. તે રાત્રે દરિયામાં ઊંડે સુધી જઈ શિકાર કરતું રહે છે અને દિવસ દરમિયાન વચ્ચે વચ્ચે બહાર આવી આવા ખડક પર આરામ કરે છે. સ્ટીમર ઊભી રહી ત્યાં સુધી એક પણ સીલ અમને જોવા ન મળ્યું. અમે નિરાશ થયા. કોઈકે મજાક કરી કે ‘હવે બીજી વાર મિલ્ફર્ડ સાઉન્ડ જોવા આવીશું ત્યારે સીલ અને ડોલ્ફિન બેય જોવા મળશે.’ બીજાએ ગંભીરતાથી કહ્યું, ‘જિંદગીમાં આટલે દૂર આવવાનું તો થાય ત્યારે થાય. સીલ અને ડોલ્ફિન માટે પૈસા ખરચવા એના કરતાં બીજા કોઈ સ્થળનો પ્રવાસ ન કરીએ ?’ પાછા ફરતાં ગાઇડે અમને બીજાં કેટલાંક સ્થળ બતાવ્યાં. એક જગ્યાએ પાણીથી બે હજાર ફૂટ ઉપર એક ખડક લટકી રહેલો છે. સ્ટોપ વૉચ રાખીને એના ઉ૫૨થી જો એક પથ્થર છોડવામાં આવે તો નીચે પાણીમાં પડતાં એને સોળ સેકન્ડ લાગે છે. એક સ્થળે સાઉન્ડનો ‘પેમ્બ્રોક’ નામનો ઊંચામાં ઊંચો પર્વત છે. સાડાછ હજાર ફૂટ ઊંચો આ પર્વત કાયમ હિમાચ્છાદિત રહે છે. પર્વત પરનો બરફનો થ૨ સવાસો ફૂટ જેટલો જાડો છે. આ થરની નીચેના ૩૪૪ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424