Book Title: Pravas Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 392
________________ એટલું રમણીય લાગે છે કે ત્યાંથી ખસવાનું મન ન થાય. જલમાં આટલું બધું લાંબું પહોળું પ્રતિબિંબ વલ્લે જ જોવા મળે. એ જોવા માટે ગીચ ઝાડીમાં ખાસ લાંબી કેડી બનાવેલી છે. મિરર લૂક નિહાળી અમે એક ખીણના વિશાળ સપાટ પ્રદેશમાં પ્રવેશ્યા. બંને બાજુ સૂકા ઘાસનાં મેદાનો અને દૂર ડુંગરોની હારમાળા હતી. ત્યાં મિલ્ફર્ડ સાઉન્ડનો રસ્તો ટૂંકો કરવા માટે એક લાંબુ બોગદું કરવામાં આવ્યું છે. એ હોમર ટનલમાંથી અમે પસાર થયા છે ત્યાં થોડીવારમાં મિલ્ફર્ડ સાઉન્ડ આવી ગયું. માણસ એકલો જ્યાં સરળતાથી ન જઈ શકે એવાં રમણીય પ્રવાસસ્થળોના પ્રવાસ માટે પ્રવાસકંપનીઓ વિવિધ પ્રકારની સગવડો ઊભી કરે છે. મિલ્ક સાઉન્ડના બંદરેથી મોટી મોટી સ્ટીમરો સહેલાણીઓને લઈને સાઉન્ડના પાણીમાં ધીરે ધીરે મોટું ચક્કર મરાવે છે. અંગ્રેજી “સાઉન્ડ' (sound) શબ્દ વિશિષ્ટ ભૌગોલિક રચના માટે વપરાય છે (આપણા ભારતમાં આવા સાઉન્ડ નથી). પ્રકૃતિનાં બધાં જ ભૌગોલિક સ્વરૂપો માટે આપણી પાસે આગવા વિશિષ્ટ શબ્દો નથી, કારણ કે ભૌગોલિક રચનાઓના પ્રકારો અનેક છે. સાઉન્ડ શબ્દ પણ જુદી જુદી રચનાઓ માટે પ્રયોજાય છે. અહીં સાઉન્ડ એટલે સમુદ્રનો એક નાનો ફાંટો પર્વતોની વચ્ચે અમુક અંતર સુધી ગયો હોય અને છેડે લગભગ અર્ધવર્તુળાકારે અટકી ગયો હોય. એટલે જ સાઉન્ડને સમુદ્રના હાથ તરીકે ઓળખાવવામાં આવે છે, કારણ કે હાથમાં છેડે આવતો પંજો પહોળો હોય છે. જ્યાં સમુદ્રકિનારે પર્વતોની હારમાળા હોય ત્યાં જ સાઉન્ડ હોઈ શકે. સાઉન્ડ એ ક્યોર્ડ (ગિરિસમુદ્ર)નો જ એક લઘુ પ્રકાર છે. એમાં પાણી મહાસાગર જેવાં ઊંડાં ન હોય અને ઘૂઘવાતાં ન હોય. ન્યૂઝીલેન્ડમાં એના દક્ષિણ દ્વિપમાં ચાર્લ્સ સાઉન્ડ વગેરે ઘણા સાઉન્ડ છે. એમાં મિલ્ફર્ડ સાઉન્ડ, ડાઉટફુલ (Doubtful) સાઉન્ડ, જ્યૉર્જ સાઉન્ડ, થોમ્પસન વગેરે વધુ પ્રખ્યાત છે. ડાઉટફુલ સાઉન્ડનું નામ એના અનિશ્ચિત હવામાનને કારણે પડ્યું છે. એટલે જ સૌથી વધુ સહેલાણીઓ મિલ્ફર્ડ સાઉન્ડમાં જવાનું પસંદ કરે છે. વળી, મિલ્ફર્ડના જંગલમાં કેડીએ કેડીએ પગપાળા જનારા પણ હોય છે. મિલ્ફર્ડ બંદરમાં અમે ટિકિટ લઈ “મિલ્ફર્ડ હેવન' નામની સ્ટીમરમાં બેઠા. સ્ટીમર જતી વખતે ડાબી બાજુના કિનારે ચાલવાની હતી અને પાછા આવતાં જમણી બાજુ. સ્ટીમર ઊપડી એટલે ગાઇડ યુવતીએ માઇકમાં માહિતી આપવાનું શરૂ કર્યું. એણે કહ્યું કે ઘણા વળાંકવાળો મિલ્ફર્ડ સાઉન્ડ સોળ કિલોમીટર લાંબો છે. એની શોધ ઈ.સ. ૧૮૨૩માં જોન ગ્રોનો નામના એક ૩૪૨ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424