Book Title: Pravas Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 382
________________ વગેરે ગરમ પાણીના કુંડમાં બોળી રાખીને પકવતા હતા. (આ દૃશ્ય જોઈને યમુનોત્રીના ગરમ પાણીના કુંડમાં એક પોટલીમાં ચોખા મૂકી તે સીઝવીને ભાત બનાવી ખાધાનું સ્મરણ તાજું થયું.) કેટલીક જગ્યાએ સતત નીકળતા ગેસને પાઇપ વાટે લઈ ચૂલા બનાવવામાં આવ્યા હતા. એમાં દિવસ-રાત ગેસ સળગ્યા કરે. એના ઉપર ઘણા લોકો રસોઈ કરી લેતા હતા. કેટલીક જગ્યાએ જમીનમાં ખાડો ખોદી, એમાંથી નીકળતી ગરમ ગરમ વરાળમાં ખાદ્યસામગ્રી મૂકી, ઉપર લાકડાનું કે લોઢાનું પાટિયું ઢાંકી દેવામાં આવતું. વરાળની ગરમી જેટલી હોય તે પ્રમાણે એટલા સમયમાં રાંધવાનું તૈયાર થઈ જાય. આવી રીતે કરેલા ભોજનને અહીંના માઓરી લોકો “હાંગી' કહે છે. અમારી બસ આગળ ચાલતી. ગાઇડ જ્યોને માઓરી લોકોનો પરિચય આપતાં કહ્યું, “માઓરી લોકો ન્યૂઝીલેન્ડના આદિવાસીઓ છે. દક્ષિણ પૅસિફિક મહાસાગરના આ વિસ્તારમાં સૈકાઓ પૂર્વે આદિવાસી ટોળીઓ ખેતી, શિકાર, માછલી, ઘેટાંનો ઉછેર વગેરેની દૃષ્ટિએ એક ટાપુ ઉપરથી બીજા ટાપુ ઉપર સ્થળાંતર કરતી રહેતી હતી. એ રીતે સૈકાઓ પૂર્વે કેટલીક પોલીશિયન જાતિના લોકો ન્યૂઝીલેન્ડના ટાપુઓમાં આવીને વસ્યા તે માઓરી તરીકે ઓળખાયા. માઓરી આદિવાસીઓ ગોરી ચામડીના છે. ચહેરો ગોળ કે લંબગોળ હોય છે. તેઓ ઘણા સશક્ત અને બુદ્ધિશાળી છે. ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં અંગ્રેજોએ જ્યારે ન્યૂઝીલેન્ડ ઉપર કબજો મેળવી પોતાનું સંસ્થાન બનાવ્યું ત્યારે માઓરી લોકોએ ભારે લડત આપી હતી, પરંતુ આધુનિક શસ્ત્રોથી સજ્જ બ્રિટિશ સૈનિકો સામે તેઓ વધુ ઝૂકી શક્યા નહિ. અંગ્રેજો અને બીજા યુરોપિયનો અહીં આવીને વસ્યા. માઓરી સાથે તેઓ હળ્યાંભળ્યા. દુનિયાની સેંકડો આદિવાસી જાતિઓમાં પ્રથમ નંબરે કદાચ માઓરી લોકો આવે. તેઓ સૌથી વધુ પ્રગતિશીલ છે. હજુ ઘણા માઓરી જંગલોમાં અને દૂરના ટાપુઓમાં આદિવાસી જેવું જીવન જીવે છે, પરંતુ ઘણા માઓરી હવે ખેતી કે ઘેટાંઉછેરનું કામ નથી કરતા. તેઓ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે, જુદા જુદા વ્યવસાયોમાં જોડાયેલા છે, સરકારી નોકરીઓમાં છે, કારખાનાંઓના માલિક છે, પાર્લામેન્ટ સભ્ય પણ છે અને મિનિસ્ટર પણ બન્યા છે. મોટાં શહેરોમાં માઓરી અને એમની પ્રજા પણ મોટી થઈ ગઈ માઓરીનો પરિચય આપ્યા પછી જ્યોને કહ્યું, “આ બધું સાંભળી તમને બધાંને માઓરી લોકોને મળવાનું મન થયું હશે ! એ માટે આજે સાંજે જ આપણે કાર્યક્રમ ગોઠવ્યો છે. તમને માઓરી લોકનૃત્ય જોવા મળશે. મારી એક ખાસ મહિલામિત્ર આ લોકનૃત્યની સંચાલિકા છે. તમને બધાંને જોઈને એ તો ૩૩૨ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424