________________
“ના” લખી. કસ્ટમ્સમાંથી સરળતાથી અમે પસાર થઈ ગયાં.
દુનિયાના કેટલાક દેશોમાં ખાવાની ચીજવસ્તુઓની બાબતમાં જુદા જુદા નિયમો હોય છે. સૂકી અને ટિન કે પેકેટમાં અકબંધ વસ્તુઓ આપણા પોતાના જ વપરાશ માટે છે અને બીજા કોઈને તે આપવામાં નહિ આવે એવી ખાતરી આપીએ તો કેટલાક ભલા ઓફિસરો તે સાથે લઈ જવા દે છે. કેટલાક દેશોમાં ટિનના સીલબંધ ડબ્બામાં અથાણું, રસ, ફળના ટુકડા કે કોઈ જાતનાં પ્રવાહી પણ લઈ જવા દે છે. કેટલાક દેશોમાં પહેલાં આવી બધી માથાકૂટ નહોતી. પરંતુ બીજા દેશોનું જોઈજોઈને કેટલાક નાના અને અવિકસિત પછાત દેશો પણ આવા કાયદા કરવા લાગ્યા છે. જે દેશમાં અતિશય ગંદકી હોય, જેનું આરોગ્ય એકંદરે બહુ સારું ન હોય અને વધુ બગડશે એવું જોખમ પણ ન હોય એવા દેશો પણ બહારના નીરોગી પ્રવાસીના સ્વચ્છ ખાદ્ય પદાર્થોને હવે અટકાવવા લાગ્યા છે. દેખાદેખી અને પરસ્પર સમાન હક્કોની વૃત્તિનું આ વિસંવાદી પરિણામ છે.
ઉત્તર અમેરિકાનો ખંડ નીચે એના નૈઋત્ય છેડે લેટિન અમેરિકાના ખંડ સાથે જમીનની એક સાંકડી પટ્ટીથી જોડાયેલો છે. એટલે કે ઉત્તર અમેરિકાના ઉત્તર છેડેથી દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડા સુધી જમીનમાર્ગે સળંગ પહોંચી શકાય. ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ખંડો વચ્ચે વચ્ચે ઍટલાન્ટિક મહાસાગરનો જ એક ભાગ તે કેરિબિયન સમુદ્ર છે. આ બંને ખંડો પશ્ચિમ બાજુ જમીનથી જોડાયેલા છે. મધ્ય અમેરિકા તરીકે ઓળખાતા આ જોડાણવાળા જમીનના વિસ્તારમાં સાવ છેડે આવેલો તદ્દન સાંકડો પ્રદેશ તે પનામાં રાજ્ય છે. એની ઉત્તરે કોસ્ટારિકાનું અને દક્ષિણ કોલોંબિયા (Colombia-દક્ષિણ અમેરિકા)નું રાજ્ય આવેલું છે.
- કોલંબસે અમેરિકાની શોધ કરી ત્યારથી પનામા સ્પેનિશ લોકોનું સંસ્થાન બન્યું હતું. સમય જતાં કોલોંબિયાએ પનામા ઉપર વર્ચસ્વ જમાવી પોતાનામાં તેને ભેળવી દીધું હતું. પરંતુ ઈ.સ. ૧૯૦૩માં યુનાઇટેડ સ્ટેટ્સે પનામાને સ્વતંત્ર થવામાં મદદ કરી ત્યારથી તે સ્વતંત્ર રાજ્ય રહ્યું છે.
પનામા લગભગ ત્રીસ હજાર ચોરસ માઈલનો વિસ્તાર ધરાવે છે. એના આખા રાજ્યની કુલ વસતી આશરે પંદર લાખની (ભારતના દ્વિતીય કક્ષાના કોઈ એક મોટા શહેર કરતાં પણ ઓછી) છે. પનામાની વસતિ મિશ્ર પ્રકારની છે. ત્યાં લગભગ પાંચસો વર્ષમાં સ્પેન, ઇંગ્લેન્ડ, હોલેન્ડ વગેરે દેશોમાંથી આવીને વસેલા યુરોપિયનો છે, અમેરિકામાંથી આવીને વસેલા રેડ ઇન્ડિયન છે, ગુલામ હબસીઓના આધુનિક સ્વતંત્ર વારસદારો છે, કાળા-ગોરાના
ર૭૪ ૯ પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org