________________
ભારતવર્ષ ]
પરિશિષ્ટ
ધડમૂળથી ફેરફાર કરાતા હેઈને, તે સમયે થતા ખળભળાટ-પલટાઓ-ક્રાંતિઓ જવાળામુખીરૂપે પ્રગટી નીકળતાં જણાય છે. હિંદુસ્તાન ઉપર અનેક રાજસત્તાઓએ પિતાને અધિકાર ભેગવ્યો છે, તે તે સ્પષ્ટ છે જ; તેમ રાજસત્તા, તે પણ આઠ પ્રકારના ગણાતા મદમાને એક છે જ. એટલે રાજસત્તા જ્યાં સુધી પિતાના મદને અંકુશમાં રાખીને વર્યા કરે, ત્યાં સુધી તે બહુ વાંધા જેવું દેખાતું નથી જ; અથવા - બહુ બહુ તે, ઉપરમાં જણાવ્યા પ્રમાણે સામાજીક ક્ષેત્રોમાં દેખાઈ આવતા ખળભળાટ જેવો છમકલાં
જ અંહી તુંહી નજરે પડયાં કરે; પરંતુ જેવો તે મદ તેની હદ કદાવી ગયો કે કયાં આગળ તે અટકી જશે તે કહેવું કે કલ્પવું જેમ અશક્ય છે તેમ, તેમાંથી નીપજતાં પરિણામનું પણ સમજી લેવું. એટલે જ સર જોન બર્ડવુડ સાહેબનું કથન જે પૃ. ૩૩૦ ઉપર ટાંકી બતાવ્યું છે કે “ભારતવર્ષ મેં જીતની ધાર્મિક ઔર રાજનીતિક-ક્રાંતિમાં હુઈ હૈ. ઈતની સંસાર કે અન્ય કિસિ દેશમેં નહીં હુઈ” તેની યથાર્થતા તુરત સમજી શકાશે. અત્યારે આપણા ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિમાં તરબોળ થયેલી રાજસત્તાને અમલ ચાલતું હોવાથી, તેના ગુણદોષ આપણામાં પ્રવેશંવા પામ્યા છે. તેમની રાજનીતિ, સત્તામદને અમુક પ્રકારે સંયમમાં રાખીને કામ લેવાની હોવાથી, ધર્મક્ષેત્રે કે સામાજીકક્ષેત્રે મોટો ખળભળાટ થતો નજરે નથી પડત. પરંતુ તેમની નીતિ, ધર્મમાં રહેલા આત્મતત્વને મંદપ્રવાહથી ખસેડી, સ્વસંસ્કૃતિની જડમય અસર પ્રસરાવવાની હોવાથી, તેમણે ભારતસંતાનોને અપાતી કેળવણીને વહીવટ તાના કાબૂમાં લીધા અને તેનું પાન ગળથુથીમાંથી કરાવીને ઉછેર કરવા માંડયો. એટલે જેમ જેમ કેળવણી પ્રાસાદિત વર્ગ ઉમરે પહોંચવા માંડયો તેમ તેમ તેની જડતા દેખાવા માંડી. આ કથનની સત્યતાના પુરાવા સારાયે ભારતવર્ષના ચારે ખૂણેથી, કેળવણીના પ્રતાપે આપણા હિંદીઓના થયેલ મને પરિવર્તન અને ચારિત્ર્યસંબંધી સંભળાતી ફરિયાદ અને રોદણાં ઉપરથી અત્યારે આપણને મળી આવે છે; એટલા ઉપરથી જ આપણા દેશબંધુઓએ તક મળતાં જ તે કેળવણીનો રાહ બદલાવવાના નિશ્ચય ઉપર આવીને, તેના ખરા માર્ગે જવાનું પ્રયાણું કરવા માંડયું છે. આ સ્થિતિ તો વર્તમાનકાળની થઈ. પરંતુ ભારત ઉપર જ્યારે મોગલાઈ ચાલતી હતી ત્યારે તે સંસ્કૃતિનું પ્રાબલ્ય જામી પડયું હતું; તે પૂર્વે મુસ્લીમ મહુજબના અનેક વિદેશી રાજકર્તાઓને રાજવહીવટ ચાલતા હતા ત્યારે તેમની સંસ્કૃતિએ જોર પકડયું હતું; તેમ તે પૂર્વે જ્યારે ગુપ્તવંશી અને રાજપુત ક્ષત્રિયોની સંસ્કૃતિને અધિકાર તપી રહ્યો હતો ત્યારે વળી તેમની સંસ્કૃતિને સૂર્યોદય થઈ રહ્યો હતો. આ પ્રમાણે સંસ્કૃતિના આક્રમણ અને વિકાસને ઈતિહાસ કહેવાય. આ બીજી સ્થિતિ થઈ. આ બે પ્રકારે જ સ્થિતિ સદાય પ્રવર્તતી રહે છે.
ઉપરના પારિગ્રાફમાં બે પ્રકારની જે નૈસર્ગિક વસ્તુસ્થિતિ હેવાનો ચિતાર આપ્યો છે, તે કુદરતી નિયમ પ્રમાણે ચાલ્યા જ કરે છે, તેમાં કોઈને દોષ આપવો રહેતો નથી; તેમજ બે ત્રણ સંસ્કૃતિના જે દષ્ટ ઉપરમાં અપાયાં છે તે બધાં એવા સમયના છે કે આ પુસ્તકને વર્ણન માટે આપણે ઠરાવેલી મર્યાદાને કાંઈ સંબંધ જ નથી એટલે આપણે તે છોડી દેવાં રહે છે. પરંતુ વર્ણનની સમયમર્યાદામાં જે વસ્તુસ્થિતિ આવી પડતી હોય તેનો ખ્યાલ તો આપણે આપ જ રહે. તેમજ જે કાળનો ઇતિહાસ આપણે આલેખી રહ્યા છીએ તે કાળે સારાયે ભારતવર્ષમાં ત્રણ સંસ્કૃતિ જ વિદ્યમતી હતી. એટલે જે સમયે જે સંસ્કૃતિના રાજક્ત રાજસત્તા ઉપર હોય તે સમયે તે સંસ્કૃતિ સૌથી વધારે તરવરતી નજરે પડે તે દેખીતું જ છે. પછી તેનું વર્ણન કરનાર કે તેવી સંસ્કૃતિનું જોર હતું એમ કહેનાર, ગમે તે મતને અનુયાયી હોય તો પણ તેમાં તેને દેષ શું? તેણે તે જે વસ્તુસ્થિતિ પિતાને સત્ય તરીકે લાગે તે વિનાસંકોચે તેમજ ગોપવ્યા વિના નિષ્પક્ષપાતપણે, દાખલા દલીલો સાથે વિધિપૂર્વક સપ્રમાણુ બતાવવી જ રહે; નહીં તે પક્ષપાત કર્યાને અથવા તે વસ્તુગેપનનો દોષ તેને શીરે ઉલટો આવી પડવાનો જ. જે આ વસ્તુસ્થિતિ