________________
[૧૦] વિષેની પ્રચલિત માન્યતા ભૂલ ભરેલી છે અને એ મહાપુરૂષ બ્રાહ્મણધમ નહિ પણું જૈનધર્મી હત; અશોક અને પ્રિયદશિન એકજ વ્યક્તિ નહિ પણ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ હતી અને બદ્ધધર્મ અશોકને નામે ચઢેલી શિલાલેખને સ્તંભલેખની કીતિને માલીક જૈનધર્મી સમ્રાટ પ્રિયદર્શિન છે. આવીને આવી અનેક પ્રચલિત ઐતિહાસિક માન્યતાઓને જડમૂળમાંથી ઉથલાવી નાંખનારી કંઈ કંઈ નવીન બાબતો અને કુતુહલ ઉપજાવનારાં અનુમાને લેખકે આ ગ્રંથમાં દાખલા દલીલ અને પ્રમાણે સહિત રજુ કર્યા છે. તે હિંદના પ્રાચીન ઈતિહાસ પર અવન પ્રકાશ પાડવામાં અને એ વિષયના સંશોધનકારોને અણઉકેલાયેલા વિવિધ એતિહાસિક કેયડા ઉકેલવામાં થોડેઘણે અંશે પણ સહાયભૂત થશે એમાં તે જરાય શકે નહિ. જુલાઈ ૧૯૭૬
પુસ્તકાલય (માસિક)
(૨૬) ગ્રંથની શરૂઆતથી ઈ. સ. પૂર્વના ૯૦૦થી શંખલાબદ્ધ-કડીબદ્ધ ઈતિહાસની ૨ચના એ આ ગ્રંથની વિશિષ્ટતા છે. લેખક પિતાની માન્યતા અને નિર્ણા માટે સપ્રમાણુ હકીકતે, શિલાલેખો, કથન વિગેરે ટાંકી બતાવેલાં છે. પ્રાચીન શોધખોળની દષ્ટિએ આ ગ્રંથ મહત્વનો છે--આ ગ્રંથમાંના ઘણું મુદ્દાઓ હજુ ચર્ચાસ્પદ છે અને જાહેરમાં ચર્ચાઈ રહ્યા છે. છતાંયે પ્રાચીન શેધખોળ માટે લેખકને અનુભવ અને પ્રયાસ પ્રશંસાને પાત્ર છે. મુંબઈ તા. ૧-૬-૩૬
જન પ્રકાશ (૨૭) ડો. ત્રિભુવનદાસે જે કે દિકને અભ્યાસ કરી મુંબઈ યુનિવર્સિટિની એલ. એમ. એન્ડ એસ. ની પદવી મેળવેલી છે, પરંતુ તેમના મનનું વલણ જૈન પ્રાચીન સાહિત્ય, ઈતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ અને સંશોધન પ્રતિ વિશેષ ચોટયું રહે છે અને તે વિષયમાં તેઓ ઊંડા ઉતરેલા છે. એટલું નહિ પણ વિદ્વર્ગમાં પ્રાચીન હિંદુસ્તાનના ઇતિહાસ વિષે જે કેટલાંક અનુમાન સ્થાપિત થઈ ચૂક્યાં છે; તે ભૂલભરેલાં છે એ એમણે પ્રસ્તુત પુસ્તકમાં, જૈન ઈતિહાસ અને સાહિત્યના આધારે બતાવવાને પ્રયાસ કરેલ છે.
ડો. ત્રિભુવનદાસનાં અનુમાન સાચાં પડે તે આપણે જુનો ઈતિહાસ ઘણે સ્થળે સુધાર ૫ડે. તેથી જ પ્રાચીન હિન્દના ઇતિહાસના અભ્યાસીઓને અમે સદરહુ પુસ્તક ધ્યાનપૂર્વક તપાસી જવા વિનંતિ કરીએ છીએ. એવી આશાથી કે તેઓ ર્ડો. ત્રિભુવનદાસના પ્રમાણે બારીકાઈથી તપાસે અને તેમાં રહેલી ખામીઓ, દેશે વિગેરે આષારપૂર્વક બતાવે.
બુદ્ધિપ્રકાશ