________________
ડે. ત્રિભુવનદાસના ગ્રંથમાં ઈ. સ. પૂર્વ ૯૦૦ થી ઈ. સ. પછી ૧૦૦-સુધીના એક હજાર વર્ષને જેના દષ્ટિએ વિચારાયેલે પ્રાચીન ભારતવર્ષને ઈતિહાસ આલેખાયેલે છે. જેનોને માટે ઘણું અભિમાન લેવા જે આ ગ્રંથ છે. આ લેખકના મત પ્રમાણે જે શિલાલેખો બાદ્ધધર્મી મહારાજા અશોકના ચોક્કસ રીતે મનાયા છે, અને તેમાં અપાયેલ ઉપદેશ બદ્ધધર્મને છે એમ જે અત્યાર સુધી મનાતું આવ્યું છે, તે ખડકલેખો વગેરે અશોક મહારાજાના નથી, પણ એના પછી ગાદીએ બેસનાર તેના પિાત્ર જૈન મહારાજા પ્રિયદશિન ઉફે સંપ્રતિના છે, એમ તેમણે સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે.
ચંદ્રગુપ્ત, અશાંક, કુણાલ, પ્રિયદર્શી અને તેની રાણીઓ નકકી કરવા માટે તેમણે પ્રાચીન સિક્કાઓને પણ અભ્યાસ કર્યો છે, અને તેનાં બે મેટાં પ્રકરણો, સિક્કાઓનાં ચિત્રો સાથે આપ્યાં છે. આ સિક્કાઓને અભ્યાસપૂર્ણ લેખ ગુજરાતી ભાષામાં પહેલવહેલો છે.
ખરેખર એક ગુજરાતી વિદ્વાનને હાથે લખાયેલે સાધાર ઐતિહાસિક શોધખોળ આ એક અદ્દભૂત ગ્રંથ છે અને રીસર્ચ કરનારા વિદ્વાનોને મુંઝવણમાં નાખનારે છે.
ડે. શાહે એક વરસમાં બે મોટા ગ્રંથ બહાર પાડ્યા છે, અને તેટલી જ ઝડપથી બાકીના બહાર પાડશે એવી આશા છે. આ ગ્રંથ ગુજરાતની દરેક લાયબ્રેરીએ રાખવો જે છે. આના સારરૂપ જે એક અંગ્રેજી ગ્રંથ તૈયાર કરાવાય છે તેની ચર્ચા આખા ભરતખંડમાં થવા પામે.
આ આખો ગ્રંથ વાંચતાં અને આંખ ચોળતાં આપણને ચમકાર, જાદુ, ઇંદ્રજાળ માયાને વિસ્તાર જેવું જ લાગે છે, અને પ્રશ્ન થાય છે કે શું અત્યાર સુધીમાં બધા જ દેશી વિદેશી વિદ્વાને ખોટે માર્ગજ ચઢી ગયા અને પ્રાચીન ઈતિહાસ ખોટેજ ચીતરી ગયા?
અમે તે અમારા મત પ્રમાણે કિંચિત દિર્શન કરાવ્યું છે. વિશેષ તે બદ્ધ મતના અનુયાયીઓ અને ઈતર વિદ્વાને જ કરી શકે..
મુંબઇ તા. ૨૭-૯-૩૬
અને ૪-૧૦-૩૬
“ગુજરાતી” (સાપ્તાહિક
(૨) વિદ્વતા પૂર્ણ ગ્રંથ છે. અને તેમાં દર્શાવેલી હકીકત માટે સિક્કાના, શિલાલેખના તથા જાણીતા ગ્રંથકારશન મંતવ્યના આધારે ટાંકી બતાવ્યા છે. અલબત્ત આ ગ્રંથ બહાર પડવાથી પુષ્કળ વાદવિવાદ ઉભું થાય છે, છતાંયે આ પુસ્તકને એક સ્મારક ગ્રંથ કહી શકાશે.
આ પુસ્તકમાં માર્યવંશની પડતીનું, શુંગવંશનું તથા તે પછી આવતા વંશની હકીકતનું વર્ણન કરાયેલું છે. બેકટ્રીઅન્સથી માંડીને ઠેઠ ઈ-સિથિઅન્સ સુધીના હિંદ ઉપર ચડાઈ લાવનારા પરદેશી આક્રમણકારોનું વૃત્તાંત પણ તેમાં આપવામાં આવ્યું છે. મુંબઈ, ૧૯-૬-૩૭
બેએ ફોનીકલ '