Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 491
________________ [૧૨] પ્રાચીન ભારતવર્ષ : ભાગ ત્રીજે. લેખક–ૉ. ત્રિભુવનદાસ લ. શાહ. પ્રકાશક. શશિકાન્ત એન્ડ કું. રાવપુરા ટાવર સામે વડેદરા, પાકું પૂંઠું. પૃષ્ઠ. ૩૦-૪૦૬++૪૩ મુલ્ય ૨ ૬-૮-૦ પ્રાચીન ભારતવર્ષ વિસ્તૃત ઇતિહાસ. પાંચ વિભાગમાં પ્રગટ કરવાની ર્ડો. ત્રિભુવનદાસની ચેજના અનુસાર આ ત્રીજે ગ્રંથ છે. પહેલા બે ગ્રંથનાં અવલોકન અમે આપી ગયા છીએ, એટલે ગ્રંથની લેખન પદ્ધતિ વિષે વિશેષ કહેવાનું રહેતું નથી. - આ ત્રીજા ગ્રંથને આરંભ મૌર્ય સામ્રાજ્યની પડતીના વર્ણનથી થાય છે. ત્યારબાદ લેખકે મૌર્યવંશની પછી સત્તા પર આવનાર શુંગવંશની કારકિર્દી વર્ણવી છે. આ પછી પરદેશી હુમલાઓની વિગતે શરૂ થાય છે. બેકટ્રીઅને, ક્ષત્રપો, પાર્ટી અને અને સાથીયનની સવારીઓનું અને તેમનાં રાજનું વર્ણન પુસ્તકના ઉત્તરાર્ધમાં આવે છે. છેવટે શક, આભિર, ત્રિકુટકનાં સંબંધ વિષે તથા ઓશવાળ, પિરવાડ, શ્રીમાળી અને ગુજરાની ઉત્પત્તિ વિશે કેટલીક અગત્યની ચર્ચા કરવામાં આવી છે. ગ્રંથના અંતે આપેલાં વંશવૃક્ષો, સાલવારી અને વિષયસૂચી અભ્યાસીને ઉપયોગી થઈ પડે તેમ છે. નકશાઓ અને બીજા ઐતિહાસિક ચિત્રો પણ સંખ્યાબંધ અપાયાં છે. આ ગ્રંથ સામે આચાર્ય વિજયેન્દ્રસૂરીએ કરેલી ટીકાઓને સંક્ષેપમાં જવાબ આરંભમાં લેખકે આપે છે. આ પેજના અનુસાર બીજા ગ્રંથે પણ ટુંક મુદતમાં બહાર પડનાર છે. ગુજરાતીના ઐતિહાસિક સાહિત્ય મંડળમાં તે અગત્યને ઉમેરો કરશે. તા. ૩-૪-૩૮ પ્રજાબંધુ (૪) પ્રાચીન ભારતવર્ષ ભાગ ત્રીજો–લેખકઃ રા. ડે. ત્રિભુવનદાસ લ. શાહ, પ્રકાશક, મેશર્સ શશિકાન્ત એન્ડ કું. રાવપુરા ટાવર સામે, વડોદરા. છુટક કીંમત. રૂા. દા. પણ પાંચે ભાગને આ સેટ ખરીદનારને રૂા. ૨૧) માં. હિંદને ઇતિહાસ જેટલે જેનેએ અને બુદ્ધોએ સાચવ્યું છે તેટલો વૈદિકે એ સાચ નથી. લેખક ડો. ત્રિભુવનદાસે પ્રાચીન ભારતવર્ષનું અવલોકન એક કઈ નવીન દ્રષ્ટિએ જ કરવા માંડયું છે, એટલે તેમાં સ્થાપિત વાતોથી વિરોધ તે આવવાને જ. તેમનું દૃષ્ટિબિન્દુ કેટલું સાચું છે તે વિદ્વાન ઈતિહાસવિદ્દોએજ મળીને નકકી કરવાનું રહ્યું. ડો. ત્રિભુવનદાસનું દૃષ્ટિબિંદુ શું છે તેને સંપૂર્ણ ખ્યાલ તે તેના પાંચ ભાગે બહાર પડે અને તે વિષે વિદ્વાને માં ચર્ચા થાય ત્યારે સમજાશે. ડૅ. સાહેબના પ્રગટ થયેલા ભાગો પર વિદ્વાન તરફથી કેટલીક ચર્ચાઓ થઈ છે, પણ ડે. સાહેબને તેમના વિચારો પ્રગટ કરતા અટકાવવા ન જોઈએ. જે ભાગે પ્રગટ થયા છે તેમાં જૈન ધર્મ અને તેના પાળનારાઓને વિજય ગવાય

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496