Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 493
________________ પણ સંપ્રતિનું છે. તેથી અશોકના આજ્ઞા લેખે સંપ્રતિના કરે છે. અને એમાં બદ્ધ નહિ પણે જેનેના મંતવ્યોનું જ સમર્થન કરવામાં આવ્યું છે. ચાણક્ય જૈન હતા, મોહેડેરોની મુદ્રાઓમાં જેન સંજ્ઞાઓ કોતરેલી છે. સિદ્ધશિલા (સૂર્યચંદ્ર)ના નામથી ઓળખાતી જૈન સંજ્ઞા તે કદાચ મુસલમાનોના ચાંદતારાની પૂર્વ પ્રતિ પણ હોય. સાંચીને સ્તૂપ, દ્ધોનું નહિ પણ જેનું પવિત્ર સ્થાન છે. આમાં સાથી વિવાદાસ્પદ હકીકત અશોકને પ્રિયદર્શિનનાં ભિન્નત્વની છે. આ હકીકત પરત્વે વિદ્યાવલ્લભ ઇતિહાસ તત્વમહોદધિ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિજી જેવાએ ડો. શાહના કપિત વિચારોનું નિરસન કર્યું છે તો પણ નિર્ણય કરવાનું કાર્ય પ્રાચ્ય વિશારદા સમસ્તનું છે એમ માનવું ઉચિત છે. અમે આમાં સંમતિ કે અસંમતિ દર્શાવીએ એના કરતાં એમ કહેવું ઠીક પડશે કે દઢ થઈ ગયેલા મહત્ત્વના ઇતિહાસને જુઠ્ઠો ઠરાવવા માટે એકજ શસના મતે લખાયેલાં હજાર બે હજાર પાનાં પૂરતાં ન ગણાઈ શકે. ગમે તેમ હોય, પણ 3. શાહના પ્રયાસથી એક વાત દીવા જેવી તરી આવે છે કે જે બધાં, બૌદ્ધોનાં અવશેષ તરીકે મનાયાં છે એમાં જૈનેનાં અવશેષો સેળભેળ થઈ ગયાં હોય એ સારો સંભ છે. અમને તો એમ લાગે છે કે જન મતની પ્રાચીનતાના હિસાબે અત્યારે જે કાંઈ જનનું માનમાં આવે છે એ બહુ થોડું છે. બ્રાહ્મણે અને બદ્ધોની જેમ જૈનોને પણ અખિલ ભારતીય કીતિકાળ હોવો જોઇએ એ વધારે સંભવિત છે. અમે એમ ઈચ્છીએ છીએ કે ડં. શાહના મનોરથ બર આવે. અને એમ થાય તે ભારતવર્ષની કીતિ જરૂર વધારે પ્રજવલિત થાય એમ અમારું માનવું છે. એક નહિ તો પણ પ્રસ્તુત ગ્રંથથી શરૂ થયેલી ચર્ચા ઝીલી લઈને નવી પ્રાપ્ત થયેલી દિશામાં વિદ્વાને પોતાની શોધખોળનું લક્ષ્ય દેરવશે તોપણ ડં. શાહને પ્રયાસ ધન્ય બનશે ને ભારતવર્ષના ઈતિહાસના તૂટેલા મંકડાને એક નવી કડી પ્રાપ્ત થશે. છાપની ને ભાષાની ઘણી અશુદ્ધિ હોવા છતાં આ પ્રકારને ગ્રંથ સ્વભાષામાં લખીને ડે. શાહે ગુજરાતીની મોટી સેવા કરી બતાવી છે ને ગુજરાતની વિદ્વતાને જગતમાં ઉચ્ચ સ્થાને સ્થાપી છે. એ માટે અમે એઓ મહાશયને ધન્યવાદ આપીએ છીએ. માર્ચ ૧૯૭૭ ઉમિ પ્રાચીન ભારત વર્ષ ભાગ ત્રીજે –લેખક ડે. ત્રિભુવનદાસ લેહેરચંદ શાહ. પ્રકાશક શશિ ધન્ડ એન્ડ કુ. રાવપુરા, ટાવર રોડ વડેદરા, ૧૯૩૭: કદ ૮ પેજી પાન ૩૦-૧૪૫૦+૧૦ ચિત્રે સહિત મૂલ્ય ૬-૮-૦.

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496