Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 484
________________ મુંબઈ tu] યુગના ઇતિહાસના કિલષ્ટ અને શંકાસ્પદ પ્રશ્ન ઉપર ઘણું નવું અજવાળું પડશે. અને આપણે વિદ્યાર્થીઓને કે આડે રસ્તે દેતા હતા તેનું સહજ ભાન થશે. કેળવણીખાતાં તેમજ પુસ્તકાલય વિગેરેના અધિકારીઓ આ પ્રયાસ તરફ સહાનુભૂતિ દર્શાવશે એવી આશા છે. પ્રીન્સ ઓફ વેલ્સ મ્યુઝીઅમ આચાર્ય ગિરિજાશંકર વલ્લભજી એમ. એ. કયુરેટર, આર્કોલોજીકલ સેક્ષન (૧૪). (ઇગ્રેજી ઉપરથી અનુવાદ) . શાહના પ્રાચીન ભારતવર્ષ નામના જંગી પુસ્તકની સંક્ષિપ્ત નેંધ હું રસપૂર્વક વાંચી ગયો છું. અને મને ખાત્રી થાય છે કે, તે ગ્રંથ અતીવ ઉપગી અને રસદાયી નીવડશે. તેમણે ઘણા નવા મુદ્દા ચર્ચા છે અને તે સાથે ભલે આપણે સર્વથા સંમત ન પણ થઈએ, છતાં કર્તાના જબ્બર ખેત અને બહેળા વાંચનને પુરાવે તો આપણને મળે છે જ. મને સંપૂર્ણ ખાત્રી છે કે પ્રાચ્ય વિદ્યાના અભ્યાસીઓ તેને સર્વશ્રેષ્ઠ સત્કાર કરશે. મુંબઈ એચ. ડી. વેલીન્કર એમ. એ. વિલ્સન કોલેજ મુંબઈ યુનીવરસીટીમાં જૈન સાહિત્યના પરીક્ષક (૧૫). (અંગ્રેજી ઉપરથી અનુવાદ ) જૈન સાહિત્યના પ્રમાણિક ગ્રંથમાંથી હકીકતની સંભાળ પૂર્વક જે ગષણ તેમણે કરી છે, તેમાં જ આ પુરતકની ખરી ખૂબી ભરેલી છે. પ્રાચીન ઇતિહાસમાંથી તો ચાળી કાઢવામાં તેમણે અત્યંત પરિશ્રમ ઉઠાવ્યું દેખાય છે. અને વર્તમાન સન્માનીત મંતવ્યોથી તેમનાં અનુમાને છે કે લગભગ ઉલટી જ દીશાનાં છે, છતાં કબૂલ કરવું પડે છે કે, તેમના નિર્ણયોથી રસભરી ચર્ચા અને વિવાદ ઉભા થશે અને તેમાંથી કંઈ અનેરા લાભ પ્રાપ્ત થશે. બી. ભટ્ટાચાર્ય વડોદરા એમ. એ. પી. એચ. ડી. ડિરેકટર, ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટ (૧૬) હિંદની કેઈએ ભાષામાં તે શું પણ અંગ્રેજીમાં પણ જેની તેલ આવે એવાં ગણતર પુસ્તક જ હશે, એ બધી વસ્તુઓ ખ્યાલમાં લેતાં, અને ઇતિહાસના અભ્યાસીઓ માટે જે સાધનસંગ્રહ આમાં મૂકાયેલ છે તે જોતાં ડે. ત્રિભુવનદાસની શ્રમશીલતા, ઇતિહાસ સંશોધનના ક્ષેત્રમાં કદર કરવા જેવી છે. આ ગ્રંથમાંના સંશોધન અને વિધાન એક યા બીજી રીતે માર્ગદર્શક, દિશાદર્શક કે પ્રકાશ પહોંચાડનારાં થઈ પડશે એમ માનવું વધારે પડતું નથી. અમદાવાદ પ્રજાબંધુ (સાપ્તાહિક)

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496