________________
(૧૭) 3. શ્રી ત્રિભોવનદાસ લહેરચંદે હિંદુસ્તાનને પ્રાચીન ઇતિહાસ ગુજરાતીમાં લખ્યો છે, જે હું અથથી ઇતિ સુધી વાંચી ગયો છું. ત્રિભુવનદાસ ભાઈએ આ ઇતિહાસ જૈન, બૌદ્ધ અને હિંદુ સાહિત્ય ઉપર રચે છે. ને તેમણે તે સાહિત્ય ઉપરાંત સિક્કાઓ, ગુફાઓ વિગેરેના શિલાલેખે ઈત્યાદિ બહુ વિગતવાર જોયા છે. ઈતિહાસકારોએ અત્યાર સુધી જેન સાહિત્યની અને જૈન સામગ્રીની અવગણના કરી હતી તે ત્રિભુવનદાસભાઈએ કરી નથી, તેથી તેમના લખાણમાં સમગ્રતાને ગુણ આવી જાય છે. અને અત્યાર સુધી નહીં જાણવામાં આવેલું સાહિત્ય એમની કૃતિમાં જોવામાં આવે છે. તેમને પ્રયાસ જૈન સમાજે તે ખાસ વધાવી લેવું જોઈએ, કારણ તેમનું સાહિત્ય તે તેમણે પૂરેપૂરું આ કૃતિમાં ઉપયોગમાં લીધું છે.
કામદાર કેશવલાલ હિંમતરામ એમ. એ. વડોદરા
ઈતિહાસના પ્રોફેસર, વડોદરા કેલેજ ઈતિહાસના એકઝામીનર, મુંબઈ યુનીવરસીટી
(૧૮). એન્સાઈકલોપીડીઆ જૈનીકા જેવો ગ્રંથ લખવાનો પ્રયાસ કરી રહ્યા છે તે જાણી આનંદ થાય છે અને તેમાંથી થોડોક ભાગ જુદો કાઢી ભારતવર્ષને પ્રાચીન ઈતિહાસ એ નામનું પુસ્તક જલ્દીથી બહાર પાડવા માંગો છો તથા તેની શરૂઆતના ભાગના ફર્મ મને જેવા તમે મોક૯યાં છે તે માટે આપને ઉપકાર માનું છું. જૈન સાહિત્યને વળગી રહી તે ઉપરથી ઉપસ્થિત થતાં ઈતિહાસનાં તો બરાબર ગોઠવી એક કાળને ઈતિહાસ લખવાની તમારી તૈયારી સ્તુત્ય છે. એવું બને પણ ખરું કે બ્રાહ્મણ સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યમાં જે રીતે વિષયે ચર્ચા છે, તેથી જેમ થોડો થોડો ફેર પડે છે તેમ તેમના અને જૈન સાહિત્યના ગ્રંથમાં ફેર પડે તે એમાં કંઈ અસ્વભાવિક નથી. બધા વિષયોને મેળવી જતાં એમાંથી કંઈક પણ તાત્પર્ય સારું નીકળશે અને આપના એ પ્રયાસને હું ખરેખર સ્તુત્ય ગણું છું.
વિશ્વનાથ પ્રભુરામ, બાર એટ-લે મુંબઈ
ભાંડારકર ઓરીએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટયુટના કાર્યવાહક ઓલ ઈન્ડીઆ ઓરીએન્ટલ સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય
(૧૯) ગુજરાતી ભાષામાં ઈતિહાસના વિષય પર અને તેય સંશોધન તરીકે લખાયેલાં પુસ્તકે આંગળીને વેઢે ગણાય એટલાં જ છે. તેમાં ડે. ત્રિભુવનદાસભાઈના આ બહદુ ગ્રંથથી ગીરવભર્યો ઉમેરો થાય છે. એટલું જ નહીં પણ એ ક્ષેત્રમાં એને નંબર પ્રથમ ગણાય તે નવાઈ નહીં. અભ્યાસપૂર્ણ આવી ઉપગી કૃતિ, સતત પરિશ્રમ