Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 483
________________ ૪] (૧૧) આજે જ્યારે દેશને સાચે ઈતિહાસ પણ દેશજને માટે દુર્લભ થઈ પડયો છે; - હિંદના જાજવલ્યમાન ભૂતકાળ ઉપર જાણી જોઈને પદ પાડી, રાષ્ટ્રના સંતાને સમક્ષ હિંદની પરાધીનતા અને પામરતાના દિવસેને જ ઉલેખ કરનાર વિદેશીઓએ લખેલો કે પ્રેરેલો ઈતિહાસ ધરવામાં આવે છે, તે સમયે પચીસ પચીસ વર્ષના તપને પરિણામે ગ્રંથકારે ઉપલબ્ધ સાધનેને બની શકે તેટલે અભ્યાસ કરીને ઈ. સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધીના હજાર વર્ષને ઈતિહાસ આપવાને કરેલા પ્રયાસ જેમ અપૂર્વ છે તેમ આ દિશામાં પ્રકાશ ફેંકનારો છે. આ ઉપયોગી ગ્રંથને ઈતિહાસના અભ્યાસીઓ જ નહીં પણ તમામ ગુજરાતી વાંચવા પ્રેરાય તે આગ્રહ કરીએ છીએ, અને એક ગુજરાતી સંશોધક વિદ્વાનની કદર કરી પિતાને શીરેથી બેકદરપણાને છેષ દૂર કરવાના પ્રયાસ માટે ગુજરાતને આ પુસ્તક સત્કારવા યોગ્ય હોવાની ખાત્રી આપીએ છીએ. હિંદુસ્તાન અને પ્રજામિત્ર(નિક પત્ર) મુંબઈ (૧૨) " દાક્તર ત્રિભુવનદાસ શાહે ભારતવર્ષના પ્રાચીન ઈતિહાસ પર જે નવો પ્રકાશ પાડવા તત્પરતા બતાવી છે એ ભારતવર્ષીય દરેક વ્યક્તિ તેમજ સંસ્થાએ અભિનંદવા ચોગ્ય છે. પોતે લખેલા ઈતિહાસના પ્રકરણની ટૂંક પછાન પત્રિકારૂપે આપીને આપણને ખૂબ ઉત્કંઠિત બનાવ્યા છે. આવા શ્રમપૂર્વક અને આટલી વિગતવાળા પુસ્તકને દરેક વ્યક્તિએ પોતાથી બને તેટલી મદદ કરવી જોઈએ. દેશભાષામાં આવાં પુસ્તકની અત્યંત જરૂર વર્ષો થયાં લાગ્યા કરતી હતી. દાક્તર ત્રિભુવનદાસે વર્ષો સુધી મહેનત કરી તેવું એક પુસ્તક તેર કર્યું છે. એ ખરેખર બહુ ખુશી થવા જેવું છે. દરેક શાળા, દરેક લાયબ્રેરી અને બની શકે તેવી દરેક વ્યક્તિએ એ પુસ્તક અવશ્ય વસાવવા જેવું છે. હિંમતલાલ ગણેશજી અંજારીઆ એમ. એ [માછ] એજયુ. ઈન્સપેકટર મ્યુનીસીપલ સ્કુલ્સ, મુંબઈ પ્રીન્સીપાલ, વિમેન્સ યુનીવરસીટી, મુંબઈ (૧૩) આ બધી સાધનસંપત્તિથી ઉત્તેજીત થઈને ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહે હિન્દના પ્રાચીન યુગને ઈતિહાસ ૩૫ થી કાઢવાને જે પ્રયાસ કરેલ છે તે ખરેખર સ્તુત્ય છે. જૈન એનસાઈકલોપીડીઆને આગે ભેળી કરેલ પ્રમાણભૂત ઈતિહાસિક સામગ્રીને આ ઈતિહાસ ઘડવામાં તેમણે વિવેકપૂર્વક ઉપયોગ કરેલ છે. બંબગોળા જેવા તેમાં દેખાતા કેટલાક નવા નિણોથી ભડકીને ભાગવાને બદલે, હરેક ઈતિહાસપ્રેમી વિદ્યાર્થી તેમજ અભ્યાસી, પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક આ ગ્રંથને અભ્યાસ કરશે તે મારી ખાત્રી છે કે તે મુંબઈ

Loading...

Page Navigation
1 ... 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496