Book Title: Prabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 6
________________ દિન પ્રતિદિન વિસરાતી જતી આપણી માતૃભાષા જશવંત મહેતા જે ઝડપથી છેલ્લા ૩૦-૩૫ વર્ષમાં બૃહદ મુંબઈ કે જ્યાં ગુજરાતીઓની વસ્તી ૩૫ લાખથી પણ વધારે છે ત્યાં હાલ જો એક સર્વેક્ષા કરવામાં આવે, તો ગુજરાતી માધ્યમની શાળાઓમાં શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓની ટકાવારી આપણા ગુજરાતી સમાજ ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના ૫-૧૦ ટકા કે તેનાથી પણ ઓછી હોવાનો સંભવ છે. એક સમયની ૧૯૭૦ પૂર્વે) ગુજરાતી માધ્યમની અગ્રગણ્ય ગણાતી દક્ષિણ મુંબઈની શાળાઓ જેવી કે બાઈ કબીબાઈ, ફેલોશીપ, ભરડા, બાબુ પન્નાલાલ જી.ટી., બઝાર ગેટ, શકુંતલા ગર્લ્સ હાઈસ્કુલ, એસ્પ્લેનેડ, નયુ એરા, મોડર્ન વગેરે હાઈસ્કુલો કે જ્યાં આ વિસ્તારમાં રહેતો ગુજરાતી સમાજનો મોટો વર્ગ પોતાના સંતાનોને શિક્ષણ માટે મોકલતો હતો તે શાળાઓનું હવે અંગ્રેજી માધ્યમમાં પરિવર્તન થઈ ગયું છે. ધીરે ધીરે કોન્વેન્ટ કે અન્ય અંગ્રેજી માધ્યમ ની શાળાઓમાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી ગઈ અને આ સંખ્યા હાલમાં ૮૫૯૦ ટકા હોવાની સંભાવના છે. બાબુ પન્નાલાલ, બઝારગેટ, શકુંતલા ગર્લ્સ હાઈસ્કુલ જેવી અમુક શાળાઓ તો હવે બંધ પડી ગઈ છે. કમનસીબે આજે એવો સમય આવ્યો છે કે બાઈ કબીબાઈ, ભરડા જેવી મોટા ભાગની આ શાળાઓમાં ગુજરાતી એક ભાષા તરીકે કે સેકન્ડ લેન્ગવેજ તરીકે પણ હવે શીખવવામાં આવતી નથી. ગુજરાતી સમાજ દ્વારા સંચાલિત અને જ્યાં મોટા ભાગના વિદ્યાર્થીઓની માતૃભાષા પરા ગુજરાતી છે, ત્યાં આપા વિદ્યાર્થીઓ માતૃભાષાના જ્ઞાનથી સંપૂર્ણપણે વંચિત રહે તે આપણા સમાજની કમનસીબી (કે નાલશી!) છે. આ બધી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, મરાઠી અને એક સેકન્ડ લેન્ગવેજ તરીકે ફ્રેંચ પણ આપણા વિદ્યાર્થીઓને ભશાવવામાં આવે છે, પણ તેઓ માતૃભાષાનો કક્કો પણ શીખવા પામતા નથી. એક સમયે (૧૯૬૫-૭૦' પૂર્વે) ગુજરાતી માધ્યમની અગ્રગણ્ય ગણાતી શાળાઓમાં અંગ્રેજીને શીખવવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. બાઈ કબીબાઈ હાઈસ્કૂલ કે જ્યાં મેં અભ્યાસ કર્યો હતો ત્યાં અમારા સમયે (૧૯૫૭માં એસ.એસ.સી.ઈ. પરીક્ષા પાસ કરી હતી) અંગ્રેજી ૭માં ધોરણથી ભણાવવાની શરૂઆત થતી હતી તે વખતે મેટ્રીક (એસ.એસ.સી.ઈ.) ની પરીક્ષા ૧૧મા ધોરા પછી લેવાતી હતી. પા તે સમયે અમારી સ્કૂલમાં અંગ્રેજી ભાષાના શિક્ષણ અને વ્યાકરણ પર ખૂબ જ ધ્યાન આપવામાં આવતું હતું. WREN & MARTINનું વ્યાકરણનું પુસ્તક ૬ અને પાઠમાળા અંગ્રેજી શીખવા માટે ઘણા ઉપયોગી હતા અને અમે જ્યારે કોલેજમાં પ્રવેશ કર્યો ત્યારે કોલેજમાં અંગ્રેજી માધ્યમ હોવા છતાં અમે કોઈ મુશ્કેલી નહોતી અનુભવી. ધીરે ધીરે આ બધી શાળાઓમાં અંગ્રેજી ધો૨ણ કથળતું ગયું અને કોલેજોમાં અંગ્રેજી માધ્યમ હોવાથી ગુજરાતી વાલીઓ પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મોકલતા થયા અને વખત જતાં આ ગુજરાતી માધ્યમની અગ્રગણ્ય ગણાતી શાળાઓનું અંગ્રેજી માધ્યમમાં પરિવર્તન થઈ ગયું. એ તો નિઃશંક છે કે માતૃભાષામાં સ્કુલ કક્ષાએ શિક્ષણ લેવું વિદ્યાર્થી માટે ઉત્તમ છે. આજે એસ.એસ.સી.નો અભ્યાસક્રમ ૧૦ વર્ષનો હોવાથી જો અંગ્રેજી પમાં ધોરાથી શીખવવામાં આવે અને ૬ કે ૭ વર્ષે અંગ્રેજીનું શિક્ષણ વ્યવસ્થિત રીતે આપવામાં આવે તો કોલેજમાં અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીને શીખતી વખતે તકલીફ ન પડે તેવું મારું માનવું છે. આ બધી શાળાઓમાં એક સમય એવો આવ્યોકે ગુજરાતી માધ્યમમાં નીચલા વર્ગના અને ગરીબ વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ અને સાધનસંપન્ન ગુજરાતી પરિવારોમાંથી આવતા ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી ગઈ.હકીકતમાં આજે એવો વખત આવ્યો કે ગુજરાતી માધ્યમમાં ભણે છે એમ કહેવામાં પણ એક જાતની લઘુતાગ્રંથિ વિદ્યાર્થીઓને કે એમના વાલીઓને પેદા થઈ છે. અત્યારે તો એવો સમય આવ્યો છે કે મહાપાલિકાની શાળાઓમાં ભણતા જુગરાતી વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટતી ઘટતી નજીવી થઈ જતા લગભગ નહિવત થઈ ગઈ છે, જ્યારે મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલી પણ પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમ તરફ વાળતાં હોય ત્યારે પૈસે ટકે સુખી હોય એવા પરિવારના બાળકો માટે તો સવાલ જ ઉઠતો નથી! દક્ષિશ મુંબઈની સરખામશીમાં પરાઓમાં આ પરિવર્તન થોડું ઓછું ઝડપથી થઈ રહ્યું છે અને હજુ પણ ત્યાં ૨૦-૩૦ ટકા વિદ્યાર્થી ગુજરાતી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરી રહ્યાં હશે તેવું અનુમાન કરી શકાય, પણ ધીરે ધીરે ત્યાં પણ ટકાવારી ઘટતી રહી છે. પ્રશંસનીય પ્રયાસો : પૂર્વના પરામાં ગુજરાતી માધ્યમની શાળાઓમાં અંગ્રેજીનું ધોરા સુધારવા માટે સ્વ. હરિભાઈ કોઠારી, સ્વ. હિમ્મતભાઈ મહેતા, પન્નાબેન અધ્વર્યું વગેરેએ સંગઠિત રીતે શરુ કરેલ ગુજરાતી વિચાર મંચ નામની સંસ્થા સતત પ્રયાસો કરી રહી છે. જેથી આ ગુજરાતી માધ્યમની શાળઓમાં ગુજરાતી માધ્યમ ટકી રહે. આ ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60