Book Title: Prabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 34
________________ જૈન પરંપરાના પુનરુધ્ધારકો-૮ શ્રમણ સંઘના સર્વપ્રથમ સ્નાતક સાધ્વી ડૉ. ધર્મશીલાજી મહાસતીજી આચાર્યશ્રી વાત્સદીપસૂરીશ્વરજી મહાકવિ ન્હાનાલાલ જૈન સાધ્વીઓને નિહાળીને કહે છે કે આ સરસ્વતી માતાની પુત્રીઓ છે. સરસ્વતી માતાની પુત્રી જેવાં એક મહાન સાધ્વી રત્ન જૈન સંઘને હમણાં જ પ્રાપ્ત થયેલાં. તેમનું નામ ડૉ. સાધ્વી ધર્મશીલા મહાસની. સને ૧૯૮૩ માં બિરલા ક્રીડા કેન્દ્ર (મુંબઈ)માં ભારત જૈન મહામંડળ તરફથી ભગવાન મહાવીર કલ્યાણક યોજાયેલું. તે નિમિત્તે મારે (આ લેખકન) અને ડૉ. ધર્મશીલાજી મહાસતીજીને પ્રવચન કરવા જવાનું થયેલું. મારી બિલકુલ યુવાન વય અને કોઈ જન્મનો ઋણાનુબંધ હશે અને તેઓ બોલ્યાં. કૈસે હો ભૈયા? તે ઘડીથી જીવનની અંતિમ પળ પર્યંત તેઓ એ જ સ્નેહ અને વાત્સલ્યથી મને નિહાળતો અને અખૂટ પ્રેમ વરસાવતો, ૧૯ વર્ષની વયે દીક્ષિત થયેલાં ધર્મશીલાજી મહાસતીજી (૧૯૩૯ - ૨૦૧૧) અભ્યાસરત સાધ્વીજી મહારાજ હતાં. શ્રી ઉજ્જવળકુમારી મહાસતીજી તેમના ધર્મગુરુ. શ્રી ઉજ્જવળકુમારી મહાસતીજીને તેમના સમયમાં ગાંધીજી પણ આદરથી પૂજતા. તેમના વિશિષ્ટ પ્રવચનોને કારણે તેઓ વિખ્યાત હતાં. ધર્મશીલાજી તેમનાં ચરણોમાં બેસીને જ્ઞાનની દુનિયામાં ખોવાઈ ગયાં. શ્રમણ સંઘમાં પુના યુનિવર્સિટીથી એમ.એ.માં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યાં. શ્રમણ સંઘમાં સર્વપ્રથમ તેઓ સાધ્વી રત્ન હતાં કે જે અભ્યાસમાં આ કક્ષા સુધી પહોંચ્યાં હોય. ત્યાર પછી તેમણે તરત જ ‘નવરત્ન” વિશે પુના યુનિવર્સિટીથી પીએચ.ડી. કર્યું. અહીં એમણે જ્ઞાનની દુનિયાનો એવો ઉજાશ લીધેલો કે પ્રકાશથી દૂર જવાનું તેમનું મન જ નહોતું. અભ્યાસ કરાવનાર પંડિતોનાં સાધનો બહુ ઓછાં હતાં તોપણ તેમણે સિદ્ધપદ વિશે ડી.લિટ કરવા માટે થીસીસ લખી. એ સમયે પુના, નાગપુર અને બનારસ યુનિ.ના કુલપતિઓએ એવું કહીને તે થીસીસ પાછી વાળી કે અમારે ત્યાં હજુ ડીલિટ કરાવવા માટેની પ્રોસેસ ગોઠવાઈ નથી. તે સમયે બનારસ યુનિ.ના કુલપતિ ખુદ તેમને મળવા માટે અહમદનગર આવ્યા અને તેમણે વિનંતી કરી કે તમારી થીસીસ હું જોઈ ગી છું. આ એટલું મૂલ્યવાન સંશોધન છે કે તેને અચૂક પ્રગટ કર્યો. ડૉ. ધર્મશીલાજી મહાસતીજીએ એ થીસીસ ‘નમો સિદ્ધાણં : સમીક્ષાત્મક અધ્યયન' નામે પ્રગટ કર્યો. ૬૫૦ પાનાંના એ શ્રેષ્ઠ નિબંધનો ગ્રંથ જેમની પણ પાસે આજે છે તેની તે મૂલ્યવાન મૂડી છે. તેમણે પોતાનો પીએચ.ડી.નો થીસીસ મરાઠીમાં લખેલો અને તેનું સ્વયં હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી કરીને પ્રગટ કરેલો. વાત્સલ્યથી ભર્યાભર્યાં મહાસતીજી જ્યાં પણ જતાં ત્યાં ૩૪ ધર્મપ્રભાવના પ્રગટાવતાં. હૈદ્રાબાદના અમીર પેઠમાં તેઓ પોતાની શિષ્યાઓ સાથે પહોંચ્યાં ત્યારે વિશાળ ઉપાશ્રય ઉભો હતો અને તેનું અડધું જ કામ થયું હતું. સાધ્વીજી મહારાજ વ્યાખ્યાનમાં તે દિવસે બોલ્યાં, ‘આજે હું તમારે ત્યાં આવતી હતી ત્યારે મેં રુદનનો અવાજ સાંભળ્યો ક વ્યાખ્યાનમાં બેઠેલા શ્રાવકો અને શ્રાવિકાઓ ચમક્યાં, સાધ્વીજી આગળ બોલ્યાં, ‘તમારો ઉપાશ્રય રુદન કરતો હતો અને મને કહેતો હતો કે અહીંના જૈનો આ કામ પૂરું કરાવતા નથી.' એક શ્રાવકે કહ્યું, ‘અમારી પાસે પૈસા નથી.' ધર્મશીલાજી કહે, ‘પણ તમારા સૌના પાસે દાગીના તો છે ને ? આજે હું તમારી પાસે તમારાં આભૂષણો આ ઉપાશ્રયનું કામ પૂર્ણ કરવા માટે માગું છું.’ અને ખરેખર તે જ સમયે બહેનોએ દાગીનાનો ઢગલો કરી દીધો. ઉપાશ્રયનું કામ પૂર્ણ થયું. આજે પણ તે ઉપાશ્રય હૈદ્રાબાદમાં ધર્મશીલાજીની સ્મૃતિ સંભાળીને ઊભો છે. ધર્મશીલાજી મહારાષ્ટ્રમાં ખૂબ વિચર્યાં. ઠેરઠેર ધર્મકાર્યો કરાવ્યાં. મુંબઈમાં પણ તેમણે અનેક ચાતુર્માસ કર્યાં. અનેક નેતાઓ તેમના સંપર્કમાં આવ્યા અને તેમને પૂજતા થયા. બોરીવલીની જૈન હોસ્પિટલ યુનિયન દ્વારા બંધ થઈ ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિસને કહીને તેમણે ચાલુ કરાવી. ઘાટકોપરની હિંદુ સભા હોસ્પિટલ યુનિયનની મુશ્કેલીને કારણે બંધ થઈ. ડૉ. દત્તા સામંતને શ્રી ધર્મશીલાજીએ બોલાવ્યા અને પૂછ્યું, “તમે ખુદ ડૉક્ટર છો તો આજ સુધીમાં તમે કેટલા ચેરિટેબલ દવાખાનાં ચાલુ કરાવ્યાં ?' ડૉ. દત્તા સામંત કહે, ‘એક પણ નહીં.' સાધ્વીજીએ કડક શબ્દોમાં કહ્યું, ‘તો ડૉક્ટર સાહેબ, તમે ડૉક્ટર થઈને માનવતાનું કામ કરી નહીં અને જ્યાં થતું હોય તે બંધ કરાવી એ શોભાસ્પદ નથી.’ ડૉ. દત્તા સામંતે એક કોરી પેપર સાધ્વીજીના ચરણમાં મૂક્યો અને કહ્યું, 'આમાં તમારે જે લખવું હોય તે લખો. હું સહી કરી દઉં છું.' ડૉ. દત્તા સામંતે એક જ કલાકમાં હિંદુ સભા હોસ્પિટલની હડતાળ પાછી ખેંચાવી લીધી. યુનિયનના કામદારોએ પગારવધારાની માગણી પણ પાછી ખેંચી લીધી! ડાં. ધર્મશીલાજી મહાસતીજી ચારિત્ર્યવાન સાધ્વીજી હતાં. આત્મકલ્યાશ માટે નિરંતર પુરુષાર્થશીલ રહેતાં હતાં. સતત સ્વાધ્યાય, ધર્મસાધના અને ધર્મપ્રેરણા દ્વારા સ્વ અને પરનું કલ્યાા કરવાની શુભ ભાવ રાખતાં હતાં. નિર્મળ અને પવિત્ર જિંદગીની ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60