Book Title: Prabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 33
________________ એનાં મૂળ આપણા મનમાં પડેલાં છે. મન જેટલું સંકુચિત, સ્વાર્થી, ઔપચારિક, લાલચુ એટલાં આપણે દુ:ખી. જીવનના સારા કે માઠા પ્રસંગે આપણે મન, મગજ અને મિજાજ ગુમાવીએ નહીં, સમતા ધારણ કરીને જીવીએ તો આપાને સુખદુઃખ કે શોક્રોહ સ્પર્શી શકતા નથી. આપણે ચૈતન્યસ્વરૂપ છીએ. તેથી સત્-ચિત્ત અને આનંદ આપણા પણ ગુણધર્મો છે. જો આપણે સત્ય, પ્રેમ અને કરુણાયુક્ત જીવન જીવીએ, સમતાને આપણા ચિત્તનો સ્થાપી ભાવ બનાવીએ તો જીવનના જન્મ, મરણ, જરા વગેરેના દુઃખો આપણને સ્પર્શતાં નથી. આપણે જ્યારે આપણા મનના સ્થૂળ ભાવો અને ચિત્તની સ્થૂળ વૃત્તિઓથી ઉપર ઊઠીને, મનવચન અને કર્મમાં સમતા ધારણ કરીને જીવીએ, ત્યારે આપણા જીવનની તાલ અને લય વૈશ્વિક તાલ અને લય સાથે સંવાદ સાધે છે અને આપણે સુખ અને શાંતિ પામીએ છીએ. આ એક શ્લોક દ્વારા આ ઋષિ આટલી મોટી અને અગત્યની વાત આપણને સમજાવે છે. જીવન એટલે સંબંધો અને વ્યવહારોનું જાળું, જીવતા જીવતા આપણે અન્ય મનુષ્યો, અન્ય જીવો, આસપાસના પર્યાવરણ તથા વૈશ્વિક બંદિશ સાથે સંબંધ અને વ્યવહારોવાળું જીવન જીવીએ છીએ. આ બધા સંબંધો અને વ્યવહારોમાં આપણે મન અને ચિત્તની ધીરતા, સ્થિરતા અને સમતા સાથે જીવન જીવવાનું રાખીશું તો જીવન આપણા માટે આનંદનો અવસર બનો, તડપનનો તહેવાર નહીં રહે. સૌની સાથે તાલમેળવાળું જીવવામાં જીવનની સફળતા અને સાર્થકતાની ચાવી મનની ભાષા માતૃભાષા (અનુસંધાન પાનું ૧૮ થી) અર્થોને સમજવાની તેની ઝડપ માતૃભાષામાં વધુ સરળ છે. અન્ય ભાષા પણ એ પછી તેને સહેલી પડે છે. ગાંધીજી સહિત એવા અનેકાનેક ઉદાહરણો આપી શકાય છે જેઓએ માતૃભાષાથી શરૂઆત કરી અન્ય ભાષા પર પા પ્રભુત્વ મેળવ્યુ હોય. મનની ભાષા તો માતૃભાષા જ. મૂલ્યોનો પર્યાય માતૃભાષા વ્યક્તિત્વનો વિકાસ માતૃભાષા. આ સૂત્રો નથી પરંતુ ભાષા, સંસ્કૃતિ અને સંવર્ધનનો માર્ગ છે. અબાલવૃધ્ધ દરેકે તે કરવાનું છે. સરકારે નીતિ અને અમલ, સર્જકોએ ઉત્તમ સર્જન, સંસ્થાઓએ સંગઠનાત્મક પ્રવૃત્તિ અને વ્યક્તિઓએ સ્વતંત્ર રીતે અથવા તો સમૂહ સાથે મળી ભાષા માટે નિષ્ઠાપૂર્વક ફાળો આપવાનો છે. ભાષા આપણી માતા એટલા માટે છે કે તેના વડે આપણી સમગ્રતાનું સાતત્ય છે. એ આપણું પરમ સત્ય છે. તેનું જતન કરવાનું છે. સાતત્ય એ છે કે તે ક્યારે પણ મૃત્યુ પામતું નથી. ભાષા જીવિત છે અને રહેશે. ભાષા માટે કાર્ય કરતા સંગઠનોએ સહકારથી કામ કરવું જોઈએ. વ્યક્તિગત અહંનો લોપ કરી ઉદ્દેશને ઓક્ટોબર - ૨૦૧૭ છે. જીવનનો ઉલ્લાસ વિચ્છિન્નતામાં નહીં, સંવાદિતામાં છે. ઋષિએ એક ખાસ અર્થમાં રોગોગ, મૃત્યુ, આપત્તિ-વિપત્તિ વખતે સમતાથી જીવવાને તપ કહ્યું છે. જ્યારે આપણે સંકુચિત દ્રષ્ટિવાળા અને સ્વાર્થી માનસવાળા થઈને જીવન જીવવા મથીએ છીએ ત્યારે આપણું જીવન આપશે માટે તાપ-સંતાપ સમાન બને છે. પરંતુ જ્યારે આ સચરાસૃષ્ટિનાં સૌ સત્ત્વો-તત્ત્વો માટે કશુંક વેઠીએ કે સહન કરીએ છીએ ત્યારે એ તાપ નહીં તપશ્ચર્યા બની રહે છે, જીવનનું બીજું નામ તપશ્ચર્યા છે, અને તપશ્ચર્યા એટલે સમતા, ધીરતા, તિતિક્ષા અને સહિષ્ણુતા, સહૃદયતા દાખવી સૌ સાથ સમ સંવેદન અનુભવવું એમાં જીવનનો વિજય છે. જીવનમાં દુઃખ છે, દર્દ છે, વિચ્ડ છે, યાતના છે, પરંતુ એ સૌનું નિવારણ કરવું હોય તો આપણાં સ્થૂળ, શરીર અને સંસાર વિશેના અજ્ઞાનમાંથી બહાર આવી શાશ્વત સુખ સ્વસ્થ રહેવામાં અને જીવવામાં છે, એની સમજણ અને એના જ્ઞાનમાં છે, જીવન રંગરાગ ભોગવિલાસમાં નથી, તપ અને ત્યાગમાં છે, એ વાતની સમજા આ શ્લોક દ્વારા ઋષિએ આપી છે. સુખી અને પ્રસન્ન જીવન કેવી રીતે જીવી શકાય એની કળા શીખવવાનો આ વિદ્યામાં ઉદ્યમ છે. ann ‘કદમ્બ’ બંગલો, ૩૫, પ્રોફેસર્સ સોસાયટી, મોટા બજાર, વલ્લભ વિદ્યાનગર, પિનકોડ - ૩૮૮૧૨૦ ફોન નં. ૦૨૬૯૨-૨૩૩૭૫૦ મો. ૦૯૭૨૭૩૩૩૦૦૦ અનુરૂપ કાર્ય કરવું પડે. વ્યક્તિઓએ સ્વયંના ગૌ૨વ માટે નહીં ભાષાના ગૌરવ માટે કામ કરવું જોઈએ. ઉહાપોહ જરૂર કરાય પરંતુ તે ચર્ચારૂપે થાય. મોટા મંડળો, નાના મંડળો-સંસ્થાઓ-કે વ્યક્તિવ્યક્તિઓએ હકારાત્મક વલણ સાથે ભાષાસંવર્ધનના ઉપાયો અને અમલના સિદ્ધાંતો અંગે ચર્ચા કરવી જોઈએ. 'બુંદે બુંદે સરોવર ભરાય.' ફાળો મહત્વનો છે. જે કોઈ ફાળો આપે છે તેનું પરિમાણ તેના વિસ્તારથી નહીં પરંતુ પરિણામથી છે. અંતમાં એટલું જ કે આપણી ભાષા અનુપમ છે. સાડા પાંચ કરોડ ગુજરાતી ભાષીઓની જનની છે. તેના પોતથી આપશે ઉજળા છીએ. ગાંધીજીએ ભાષાને જનમન સુધી પહોંચાડવા સક્રિય શ્રમ કર્યો. ત્યાર પહેલા, પછી, અને અત્યારે પણ અનેક સર્જકો અને સામાન્ય લોકોએ તેની માવજત કરી છે. આપણે પણ થોડું તો કરીશું જ ને! અસ્તુ. kanubhai.suchak@gmail.com પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક 33

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60