Book Title: Prabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ એક સમયે અમદાવાદમાં શ્રી મહાદેવભાઈ દેસાઈ ટ્રોફીનો ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધાની દૃષ્ટિએ ભારે મહિમા હતો, આજે શું સ્થિતિ છે ? ‘વારે વારે ખાયતે તત્ત્વોષઃ ।' એ સૂત્ર સાચું હોય તો વિદ્વાનોનાં મંડળો અવારનવાર મળી પોતાની ભાષામાં તે અંગેની તત્ત્વચર્ચા કેમ કરતાં નથી? વિદ્વાનો પરસ્પર પોતાની ભાષામાં ચર્ચા વિચારણા કરે તો વખત જતાં જ્ઞાનસમૃદ્ધિ વધે અને પરિણામે માતૃભાષાનો તેમજ તેના સાહિત્યનો સર્વતોમુખી વિકાસ થતો રહે, એ રીતે ભાષા અને સાહિત્યનું સ્તર પણ ચોક્કસ ઊંચુ આવી શકે. સર્જનાત્મકતાનું સિંચન માતૃભાષામાં સતત થતું રહે એ ઈચ્છનીય છે. સર્જનાત્મકતાના અનુપ્રવેશે માતૃભાષાની શક્તિ કે સમૃદ્ધિ વધુ ને વધુ ગતિ પકડી, આજના શિક્ષણવિદો વારંવાર કહે છે કે શિક્ષણનો વ્યાપ વધ્યો છે. પરંતુ સર્જકત્વ ઘટ્યું છે. વર્તમાન શિક્ષણપદ્ધતિમાં આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને જુદી જુદી પદ્ધતિઓ દ્વારા ભાષા અને સાહિત્ય વિશે વિચારતા થયા છીએ. અગાઉ ભાષા-સાહિત્યમાં સર્જકત્તાના બળે જે દિપ્તિ જોવા મળતી હતી. તે હવે જાણે ઝંખવાતી લાગે છે તેનું કારા શું ? આ અંગે થયેલાં સંશોધનોમાંથી એક તારણ એવું નીકળ્યું છે કે જે લોકો પોતાની માતૃભાષા છોડીને અન્ય ભાષા અપનાવે છે અને તેમાં વિશેષ કામગીરી કરે છે તેઓ અનુકરણશીલ વધારે બની જાય છે અને સંશોધનશીલ ઓછા એ છે. આ રીતે માતૃભાષાની જો અવજ્ઞા થતી રહેશે - તે ભૂલાની જશે તો વ્યક્તિનું આંતરસત્ત્વ અને એની ચેતનાનું પ્રાકટ્ય જોખમાશે. - ક્ષીણ થશે. આલ્બર્ટ આઈન્સ્ટાઈને સાપેક્ષતાનો સિદ્ધાંત પોતાની માતૃભાષા જર્મનમાં રજૂ કર્યો હતો. એ જ કર્યો હતો. એ જ આઈન્સ્ટાઈનની વિચારધારાને એક ડગલું આગળ લઈ જનાર જયંત નારલીકર તો આગ્રહ રાખે છે કે વિજ્ઞાન અને ગજિત જેવા વિષયો માતૃભાષામાં જ શીખવવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓ એમને ઝડપથી આત્મસાત્ કરી લે. ઍરિસ્ટોટલ, પાયથાગોરાસ, કાર્લ માર્ક્સ અને બર્ટ્રાન્ડ રસેલે પણ પોતાના વિચારો માતૃભાષામાં પ્રગટ કર્યાં. બાળકને એની માતૃભાષા અસલિયતનો ચહેરો આપે છે. એક સમયે અંગ્રેજી ભાષામાં સાહિત્ય રચનાર, નોબેલ પુરસ્કાર માટે નામાંકિત થયેલા થિયોંગે ગૂગી જેવા આફ્રિકન સર્જકો આજે પોતાની ગિયુ બોલીમાં લખવાનો આગ્રહ સેવે છે. તેમાં તેઓ ‘સેકન્ડ ફ્રીડમ’ માટેની એમની લડાઈ જુએ છે. મોત લોકોના રાજકીય બંધનમાંથી મુક્ત થયા બાદ એમની માનસિક ગુલામીમાંથી પણ મુક્ત થવા માટે તેઓ પોતાની માતૃભાષાને સર્જકતાનું માધ્યમ બનાવી રહ્યા છે. બંગાળીઓ કે મહારાષ્ટ્રીયનોમાં છે તેવો માતૃભાષા માટેનો મજબૂત પ્રેમ આપણામાં છે ખરો ? આખીયે સભામાં માંડ બે ટકા ગુજરાતી નહીં જાણનારા લોકો હોય તેમ છતાં ગુજરાતી ભાષી વક્તા અંગ્રેજીમાં બોલવાનો ધખારો રાખે તો શું કહેવું? આવા ૧૨ પ્રસંગોએ માતૃભાષાની જે પ્રકારે વિડંબના થાય છે તે અંગે શું કહેવું? ગુજરાતી ભાષા પર અવારનવાર આડેધડ થતા હુમલાઓ માટે કેટલેક અંશે અંગ્રેજી માટેનો વ્યામોહ - તે માટેની ઘેલછા ને પોતાને આધુનિકતમ દેખાવાની પ્રદર્શનવૃત્તિ પણ કારણભૂત હોવાનું લાગે છે. માતૃભાષા ગુજરાતી પ્રત્યેની આપણી બેઅદબી અગમ્ય જ લેખાય. આપણે ત્યાં જીવનના વિધેયાત્મક મુલ્યોની કોકીની વાત થાય છે. એના મૂળમાં માતૃભાષાગત મૂલ્યોની કટોકટી જવાબદાર કેટલી તે તપાસવા જેવું ખરું. પહેલાં ભાષા ભ્રષ્ટ થાય છે, પછી મન અને પર્યાવરમા પ્રદૂષિત થાય છે. ભાષા જીભ ૫૨ વસતી નથી, મન અને મસ્તિષ્કમાં વસે છે. ભાષાના સંસ્કાર માટી, પાણી, હવામાં અંકુરિત થાય છે. એમાં સંવર્ધન પામે છે. એ થોડા સૂકાય, તો માટીનું ખાતર બને છે. કેટલાક લોકોની બુદ્ધિ બદલાતા ભાષા બદલાવા માંડે છે. બધું ચૂપચાપ થવા લાગે છે. સમાજના જાગૃત લોકોને પણ એની જાણ થતી નથી. એની બદલાયેલી બુદ્ધિ નવા શબ્દોનો વરસાદ વરસાવે છે ને ભાષાના સંસ્કારની માટી, પાણી અને હવા બદલાઈ જાય છે. સાહિત્યસર્જકની આત્મપ્રતિષ્ઠા તેમજ સામાજિક પ્રતિષ્ઠામાં તેની ભાષાનું ઘણું મહત્ત્વનું પ્રદાન હોય છે. જ્યારે માતૃભાષા સર્જનની ભાષા તરીકેનું કાઠું કાઢે છે ત્યારે તેનો શક્તિપ્રભાવ ઘણો વધી જાય છે. બે વ્યક્તિઓ વચ્ચેના સંવાદમાં ભાષા મહત્વનો ભાગ ભજવે છે. દરેક પ્રજા પોતાનાં મૂલ્યો પર જીવતી હોય છે અને એ રીતે તે પોતાની પરંપરા સાથે જોડાણ સાધતી હોય છે. આથી સૌથી વિકટ પ્રશ્ન એ મૂલ્યો અને સંસ્કૃતિનો વારસો પછીની પેઢીને કઈ રીતે આપવો એનો હોય છે. એમાં માતૃભાષા સૌથી વધુ સહાયક થાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 'કર્મયોગ'ની વાત અંગ્રેજીમાં કરીએ ત્યારે ‘કર્મ’ શબ્દનો અંગ્રેજીમાં અદ્દલ અનુવાદ કરવો અતિ મુશ્કેલ લાગે છે. એમાં પણ ‘કર્મ’ શબ્દની અંગ્રેજીમાં અર્થચ્છાયાઓ પકડવી, એ તો કપરાં ચઢાણ ચઢવાનો અનુભવ કરાવે છે. વળી 'કર્મ'ના સંબંધમાં હિંદુ કર્મવાદ અને જૈન કર્મવાદની ભિન્નતા કઈ રીતે બતાવવી તે મોટો સવાલ ઊભો કરે છે. થોડાં વર્ષો પૂર્વે આચાર્ય ઉમાસ્વાતિજીએ ચોથી સદીમાં રચેલા 'તત્ત્વાર્થ સૂત્ર' ગ્રંથના અંગ્રેજી અનુવાદનું કાર્ય ચાલતું હતું. ત્યારે જૈન પરિભાષાના ‘સમ્યક્ દર્શન' શબ્દ પ્રયોગ માટે કલાકોના કલાકો સુધી ગડમથલ ચાલી હતી. બ્રિટનમાં શબ્દો ઘડી આપનારા માટે ‘વર્ડસ્મિથ’ શબ્દ પ્રયોજાયો છે. એવા ‘વર્ડસ્મિથ' સાથે બેસીને જૈન દર્શનના સૌ અભ્યાસીઓએ લાંબી ચર્ચા કરી અને અંતે 'સમ્યક્ દર્શન' માટે 'Enlightened World-View' પર્યાય પસંદ કર્યો. પણ તેમ કરતાં જોર્ડ એમ પણ નોંધ્યું કે આ શબ્દ મૂળ શબ્દના ભાવને પૂરેપૂરો પ્રગટ કરતો નથી. પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60