Book Title: Prabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
ગુજરાતીઓ દ્વારા સંચાલિત સંસ્થાઓ દ્વારા ગુજરાતી ભાષા શીખવવામાં આવે છે. શું આપણે આપણી માતૃભાષા દ્વારા ગુજરાતીઓને એક તારે બાંધી, તેમને સંગઠિત કરી સવિશેષ બળવાન કરી શકીએ છીએ ખરા? આ સંદર્ભમાં પંચાણું ટકા અક્ષરજ્ઞાન ધરાવતા યહૂદીઓનો દેશ ઈઝરાયલ આપણને જરૂર યાદ આવે.
જરા કલ્પના કરીએ કે ગુજરાતમાં માતૃભાષા ગુજરાતીને જ કેન્દ્રમાં રાખીને એક અલગ યુનિવર્સિટીની સ્થાપના થઈ હોય. તેમાં ગુજરાતી ભાષા તેમ સાહિત્યના અનેકાનેક વિષયોનું તલસ્પર્શી શિક્ષા અપાતું હોય. ત્યાં એ અંગેના સંશોધન-સંપાદન-અનુવાદ વિગેરેની પ્રવૃત્તિઓ ચાલતી હોય. એ યુનિવર્સિટીનો લાભ લેવા માટે માત્ર ગુજરાતીઓ જ નહીં, પણ બિનગુજરાતીઓ કે પરભાષી વિદેશીઓ પણ આવતા હોય! આજેય મહાત્મા ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો'ના હાર્દને મૂળ રૂપે પામવા માટે ગુજરાતીનો અભ્યાસ કરનારા અનેક વિદેશીઓ તમને મળતા હોય છે.
ખલિલ જિબ્રાને કહ્યું છે કે માતાએ મને માતૃભાષામાં ભણાવવાનો આગ્રહ રાખ્યો, તેથી હું ખલિલ જિબ્રાન બન્યો. પંદર જેટલી ભાષાઓ જાણનાર સંત વિનોબા ભાવે કહેતા હતા કે મારી માતાએ જ મારી માતૃભાષાનો પાયો નાંખ્યો, તેથી હું આટલું ભણી શકો, આટલી ભાષાઓ સુધી પહોંચી શક્યો.
આજે બે-અઢી વર્ષના બાળકને માતાપિતાની છાયામાંથી ખસેડી અંગ્રેજી પ્લે-ગ્રુપમાં દાખલ કરવામાં આવે છે તે શા માટે? એક તો દેખાદેખીથી અને બીજું પોતાનો સમય ‘બગડે' નહીં એવી કોઈ દાનતથી કદાચ એમ કરે છે. હવે તો એથીય આગળ વધીને વેકેશન કેર સેન્ટર શરૂ થયાં છે! તેમાં રવિવારની રજાના દિવસે પણ બાળકોને ધકેલવામાં આવે છે. આથી બાળકોની હાલત ‘પાર્કિંગ લોટ' જેવી બની રહે છે. એ રીતે શિક્ષકો અને સમૂહ માધ્યમોએ માતા-પિતા પાસે ઓછામાં ઓછો સમય બાળક રહે એવી વરવી સ્થિતિ સર્જી છે. આ સ્થિતિ માતૃભાષાના પાયાના શિક્ષણ માટે ખૂબ જ હાનિકર છે. ઊંડાણથી વિચારીશું તો તુરત જણાશે કે માતૃભાષાની કેળવી કે જ્ઞાનપ્રાપ્તિ માત્ર વાંચતાલખતાં શીખવાથી થતી નથી, ઘરનું વાતાવરણ, આસપાસની દુનિયાનો સંપર્ક જુદી જુદી વ્યક્તિઓને મળવાથી વિસ્તરતી સમજ વગેરેથી પણ થતી હોય છે. એનાથી વિમુખ રહેલું બાળક આંખે ડાબલા બાંધેલા વછેરા જેવું થઈ જાય છે. બાળકના વિકાસની અનેકવિધ ક્ષમતાઓ પારિવારિક વાતાવરણના અભાવે, યોગ્ય અભિવ્યક્તિ માટેના અવકાશના અભાવે ક્ષીણ થઈ જાય છે.
આજની આપણી માતૃભાષામાં અંગ્રેજી શબ્દોનું ચલણ દિવસ ને દિવસે વધતું જાય છે. અંગ્રેજી શબ્દના ગુજરાતી પર્યાયની કે તેના માટેના યોગ્ય પારિભાષિક શબ્દની ખોજ કરવાની પ્રક્રિયા જાણો અટકી ગઈ હોય અને એના બદલે અંગ્રેજી શબ્દ જ ઘુસાડી કે ઓક્ટોબર - ૨૦૧૭
ઠાંસી દેવાની અપક્રિયા ચાલતી હોય એવું લાગે છે. ગુજરાતીમાં અર્થ આપી શકાય તેમ હોવા છતાં તેમને હઠાવીને માતૃભાષાના સિંહાસન પર પેલા વિદેશી શબ્દોને બેસાડવામાં આવે છે. એમ પણ કહેવાતું આવ્યું છે કે આ નવા જમાનાના બદલાતા મિજાજની ભાષા છે. હકીકતમાં ભાષા ભાષકના મિજાજને ઘડે છે કે ભાષકનો મિજાજ ભાષાને પડે છે તે ઊંડી તપાસ માગી લે તેવી યક્ષપ્રશ્ન છે.માતાનું દૂધ સંતાનના તનને મજબૂત કરે છે તો માતૃભાષા એના મનને મજબૂત કરે છે. જે હૂંફ, પ્રેમ, આત્મીયતા અને સંવેદના માતા પાસેથી મળે છે એ માતૃભાષા દ્વારા સહજતયા ને સચોટતાથી અભિવ્યકત થઈ શકતી હોય છે.
આજે અંગ્રેજી એક રાષ્ટ્રની નહીં, બલ્કે અનેક રાષ્ટ્રની - આંતરરાષ્ટ્રીય વ્યવહારની ભાષા બની હોવાથી એ ભાષાનો પરિચય આવશ્યક છે. અંગ્રેજીની બારી બંધ કરાય નહીં, પરંતુ દીવાનખાનામાં બેસાડવાને લાયક વ્યક્તિને આપણા રસોડામાં તો પેસાડીને બેસવા દેવાય નહીં ને? અંગ્રેજીને આપણી માતૃભાષાનું આસન તો ન જ અપાય ને ? માની ગૌદ તે માની ગોદ. અન્ય કોઈનું સ્થાન એનો વિકલ્પ ન થઈ શકે. આપણા સંસ્કાર, આપણી પરંપરા, આપણો ઈતિહાસ - એ બધું શીખવા માટે અંગ્રેજી ભાષાને બદલે આપણી માતૃભાષાનો ઉપયોગ થવો જોઈએ. આજે માતૃભાષા પ્રત્યે દીનભાવ ને હીનભાવ સેવવામાં આવે છે અને પીરે પીરે એ હીનભાય કુટુંબ અને પોતાની જાત પ્રત્યે પા ફેલાય છે. વ્યક્તિ પોતાનું આત્મૌરવ ગુમાવતી જાય છે. પરિણામે તે આત્મભ્રષ્ટ થતી જાય છે અને આત્મભ્રષ્ટતા પદભ્રષ્ટતા કરતાં પણ ઘણી ખતરનાક હોય છે એ સમજનારાઓ તો સમજે જ છે.
ગુજરાતની જેટલી વસ્તી છે એનાથી ઓછી વસ્તી ધરાવતા વિશ્વના ચાલીસ જેટલા દેશોએ પોતાની માતૃભાષા વિકસાવી છે. એ દેશો પોતાનું આંતરસત્ત્વ છોડીને અંગ્રેજી ભાષાને કે અન્ય કોઈ ભાષાના પ્રવાહમાં વહી ગયા નથી. મે ૨૦૧૬ માં નોર્વેની વસ્તી પર લાખ ૧૩ હજા૨ હતી, ઈઝરાયલની ૮૬ લાખ ૨ હજારની અને સ્વીડનની વસ્તી મે ૨૦૧૬ માં ૯૯ લાખ ૫૪ હજા૨ની હતી. આ બધા દેશોમાં એમની માતૃભાષા ગૌરવભર્યા સ્થાને બિરાજે છે અને એમના જીવનનાં સર્વ ક્ષેત્રોમાં તે સારી રીતે પ્રયોજાય છે. આને માટે એમના રાષ્ટ્રનો કોઈ એકાદો વર્ગ નહીં, પણ સમગ્ર પ્રજા જાગ્રત છે. ૯૯ લાખની વસ્તી ધરાવતા સ્વીડનમાં માતૃભાષામાં ચર્ચા વિચારણા કરનારાં ૨૭,૦૦૦ તો ચર્ચામંડળો છે. ૨૦૧૧ માં છ કરોડ ને ત્રણ લાખની વસ્તી ધરાવતું ગુજરાત કેમ માતૃભાષાના વિકાસની બાબતમાં પાછળ રહે છે? -પાછું પડે છે? આપણે ત્યાં કવિ નર્મદના જમાનામાં મંડળી મળવાથી થતા લાભ'ની વાત થતી હતી. આજે ગુજરાતી ભાષામાં ચર્ચા વિચારણા ચલાવતા હોય એવાં કેટલાં મંડળો છે? જે મંડળો ચાલે છે, તેમાંયે સીધી માતૃભાષા વિષયક ચર્ચાઓ કેટલી થાય છે ?
પ્રબુદ્ધ જીવન માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક
૧૧