Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 63
________________ રહ્યા હતા તેમની પાસે સુરત અમદાવાદ વિગેરે ગામોના કેટલાક ભાઈઓ આવ્યા હતા ત્યાં અનુપચંદભાઈ પણ ગયેલા હતા, તેઓને એ બાબતમાં સેનપ્રશ્ન હીરપ્રશ્ન વિગેરેના પુરાવા આપી તેઓનું સમાધાન કર્યું. સઘળા એ પ્રમાણે કરવા સમ્મત થયા, આવી રીતે આખા હિન્દુસ્થાનમાં રૂબરૂમાં વા કાગલની લખાપટીથી સમાધાની કરી એકત્ર કરી એ પ્રમાણે આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજનું વચન મંજુર કર્યું, ફક્ત પેટલાદમાં જુદા જુજ માણસોના હૃદયમાં ન રૂચવાથી અને સુરતમાં એક ભાઈને તે ન સમજમાં આવવાથી તેમને શાંત કરી પ્રતિક્રમણ જુદું કર્યું બાકી બધે એકત્ર થયું હતું. આ એઓની ગુરૂભક્તિ જણાય છે.” (પ્રશ્નોત્તર રત્નચિંતામણી. ૫. ૧૯-૨૦). ઉપર ઉદ્ધારેલ શેઠ અનુપચંદભાઈના જીવનપ્રસંગથી સ્પષ્ટ જણાઈ આવે છે કે સં. ૧૫રની સાલમાં ભાદરવા શુદિ ૫ ને ક્ષય માનવાનો નિર્ણય થયો હતો અને તે હિસાબે સંવછરી કરવામાં આવી હતી, માત્ર પેટલાદમાં ચોમાસું રહેલ શ્રી આનન્દસાગરજી (આજના સાગરાનન્દસૂરિજી) અને તેમના ભાઈ શ્રી મણિવિજયજી આ બે સાધુઓએ ઉપર જણાવેલ નિર્ણયથી વિરૂદ્ધ પછી એક દિવસ પહેલાં સંવચ્છરી કરી હતી, પણ પેટલાદ સિવાય બીજા કોઈ સ્થળને તેમને સાથ નહોતો મળ્યો. સંવત ૧૯૬૧ની સાલમાં પણ ભાદરવા સુદ ૫ નો ક્ષય હતો અને આખા તપાગચછે તે ક્ષય કબૂલ રાખીને ચેાથે સંવછરો કરી હતી, આ વખતે શ્રી સાગરજીનું માસું કપડવંજમાં હતું, આ વર્ષમાં શ્રી સાગરજી મહારાજે ત્રીજે સંવછરી કરી હતી કે પંચમીને ક્ષય માનીને ચેાથે તે ચોક્કસ જણાયું નથી, પરંતુ સાંભળવા મુજબ તેમણે આ વખતે ચોથે સંવત્સરી કરી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122