Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor
View full book text
________________
સાથે શ્રી દેવવાચકજીનું નામ જોડાયેલું છે તે ગાથાઓ પરીક્ષા માંગે છે, શ્રી દેવવાચક પૂર્વધર હતા, તેમની વાણું કેટલી બધી અર્થગંભીર છે તે શ્રી નન્દીસૂત્ર વાંચનારથી અજ્ઞાત નથી, આવી ચર્ચાસ્પદ અને ઢંગધડા વગરની ગાથાઓ મહાવિદ્વાન્ પૂર્વધર સ્થવિર શ્રી દેવવાચકની બનાવેલી માની લેવી એ પોતાની પરીક્ષા-શક્તિની ખામી સૂચવનારું છે, ખરી વાત તો એ છે કે કઈ તિથિચર્ચાના રસિકે પોતાની માન્યતા સિદ્ધ કરવા માટે એ ગાથાઓ સ્વયં બનાવી શ્રી દેવવાચકછના નામે ચઢાવીને તેમનું નામ કલંકિત કર્યું છે, એજ વાત શ્રી યશોવિજયજીની ગાથાઓની બાબતમાં સમજવાની છે, શ્રી યશોવિજયજીની પ્રામાણિકતાની છાપ મારવા માટે પિતાની ગાથામાં “જયવિજય” નામ લખી દે તેથી તે રચના શ્રી યશોવિજયજીની થઇ જતી નથી, શ્રી યશોવિજયજીના કેપણ ગ્રન્થમાં એ ગાથાઓ છે નહિ. વળી તેમના બીજા ગ્રન્થોની વિદ્વત્તાપૂર્ણ ભાષાની સાથે મેળવતાં એ ગાથાઓની ભાષા અને રચના-પદ્ધતિ બિસ્કુલ હલકા પ્રકારની છે, તેથી એ ગાથાઓ યશોવિજયજીની માનવીએ તેમની મશ્કરી કરવા બરોબર છે.
તિથિચર્ચાને અંગે આવી આવી અનેક ગાથાઓ પક્ષવાદિઓએ લખી કાઢેલી જોવામાં આવે છે કે જેના મૂળ ગ્રન્થનું નામ નથી, બનાવનારનું ખરું નામ નથી, કેઈ પણ પ્રામાણિક ગ્રન્થકારે તેનો પ્રમાણ તરીકે ઉપયોગ કર્યો નથી, છતાં આવી અપ્રામાણિક ગાથાઓ અને લખાણનો એઠે લેવો અને છપાવીને પ્રચાર કરવો એ પ્રામાણિક માણસને
તે શોભા આપનારું નથી જ. ૮૪ પ્ર૦ શ્રી નેમિસુરિજી તથા શ્રી સાગરાનન્દસૂરિજી તેમની પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122