Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 116
________________ ની સાલમાં ભાદરવા સુદ પાંચમને લીધે થનો ક્ષય ન કરવાનું એમની જ હયાતીમાં છાણુ મુકામે નિર્ણત થયું હતું તેથી એમનું કહેવું છે કે જેમ ૧૯પર માં તથા ૧૯૬૧ તથા ૧૯૮૯ માં પંચમીનો ક્ષય છતાં ચતુર્થીના દિવસ આઘો પાછો કર્યો ન હતો તે જ રીતે ભાદરવા શુદિ પંચમીની વૃદ્ધિમાં પણ પંચમીના નિમિત્ત ચતુર્થીને દિવસ જતો ન કરી શકાય, ભાદરવા શુદિ પંચમીની વૃદ્ધિમાં પહેલી પંચમીએ બીજી ચેથ કર્યાનો પૂર્વકાલીન કોઈ દાખલો પણ નથી, તેથી ભાદરવા શુદિ પંચમીને માટે ચોથના દિવસમાં ફેરફાર કરે ન લાગવાથી જ એઓશ્રી બુધવારે વાસ્તવિક ચોથે સંવછરી કરવાના નિર્ણય ઉપર આવ્યા છે. ૧૦૧. પ્ર. તમે સંશોધનકાર્યમાં રસ લેનારા હેઈ આ ચર્ચામાં ઉતર્યા એ ઠીક ન કર્યું એમ ઘણાનું માનવું છે તે એ સંબન્ધમાં કંઇ ખુલાસો કરશે ? ઉ૦ હું ધન કાર્યમાં રસ લેનાર હોવાથી જ આપણામાં ચાલતી તિથિવિષયક રૂઢિઓનું અશાસ્ત્રીયપણું મહને સમજવામાં વાર ન લાગી, સં. ૧૯૮૯ ની સાલમાં જ આ રૂઢિઓની અશાસ્ત્રીયતા હે જાહેર કરી હતી પણ તે વખતે એ ચર્ચાને વેગ ન મળવાથી આગળ ન ચાલી, પણ ગયા વર્ષમાં ફરિ તેજ અશાસ્ત્રીય રૂઢિને આશરે લઈ પર્યુષણતિથિ બદલવાની જાહેરાત થઈ એટલે મહારે આ ચર્ચામાં ભાગ લેવો પડે છે. ૧૧ નિર્ણય– આપણું જેન શાસનમાં અને ખાસ કરીને તપાગચ્છમાં પૂર્વકાલથી જ પર્વતિથિઓ કેવી નિશ્ચિત અને પરિવર્તનીય હતી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122