Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 114
________________ ત્યારથી જ અહારે શાસ્ત્રાર્થ સંબંધી તારવ્યવહાર બંધ પડશે. ૯૫ પ્ર. તે પત્રનો શ્રી સાગરજીએ શે ઉત્તર આપ્યો! ઉ૦ આજે લગભગ દોઢ મહીને થવા આવ્યા છતાં અમહારા તે પત્રનો સાગરજી તરફથી કંઈ પણ ઉત્તર મળ્યો નથી. પ્ર. તે પત્રમાં લિખિત શાસ્ત્રાર્થ કરવા માટે સાગરજીને લખ્યું હતું ખરું ? ઉ૦ હાં, અમે તે પત્રમાં લિખિત શાસ્ત્રાર્થના અનેક માર્ગો સૂચવ્યા હતા, કારણકે અહારી ઈચ્છા કોઈ પણ રીતે તિથિ સંબધી મતભેદ દૂર કરવાની હતી. ૯૭. પ્ર. શ્રી સાગરાનન્દસૂરિજી ઉપર કરેલ તારમાં શ્રી નેમિસૂરિજીનું નામ પણ હતું એ સાચી વાત છે ? ઉ૦ હા, એક બે તારમાં શ્રી નેમિસુરિજીનું નામ પણ લખ્યું હતું, કારણકે શાસ્ત્રાર્થની યોજના શ્રી નેમિસૂરિજીથી થઈ હેવાથી, અને ખંભાત આવવાને બહાને જામનગરથી શ્રી સાગરજી નિકળ્યા ત્યારે પણ તેઓએ તેમની સાથે વિહાર કર્યો હોવાથી નેમિસૂરિજીને પણ પ્રાર્થના કરવી જરૂરી હતી, પણ જામનગરના તારામાં શ્રી નેમિસૂરિજીને નામોલ્લેખ માત્ર પણ ન આવવાથી અમે એ પછીના તારમાં તેમનું નામ લખવાનું છોડી દીધું હતું. પ્ર. હવે શાસ્ત્રાર્થની વાત હમેશાને માટે પડતી મૂકાઈ કે એ સંબધમાં હિલચાલ થશે ? ઉ૦ અમોએ મતભેદ નિરાકરણ માટે ન્યાયયુક્ત ૪ ઉપાયો સાગરજીને જણાવ્યા હતા છતાં તેમના તરફથી પ્રત્યુત્તર ન આવવાથી શાસ્ત્રાર્થની વાત હાલ બંધ પડી છે, છતાં હજી ૮. Jain Education International For Private & Personal Use Only For Priva www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122