Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 119
________________ અને તેનું જ પરિણામ છે કે આજ પર્યત જૈન સંઘને મુખ્ય ભાગ ભાદરવા શુદિ ચતુર્થીના દિવસે જ વાર્ષિક પર્વની આરાધના કરે છે. સં. ૧૫૭૨ ની સાલમાં નાગપુરીય તપાગચ્છના શ્રી પાર્શ્વચન્દ્રો પાધ્યાયે પૂર્ણિમા પક્ષના અનુયાયિની અસરથી બીજી કેટલીક વાતોની સાથે પંચમીએ પર્યુષણ કરવાની આચરણ કરી હતી પણ પરિણામે તેમને તપાગચ્છથી દૂર થવાનો વખત આવ્યો હતો, આ બીના પણ સૂચવે છે કે કાલકાચાય ની ચતુર્થી પર્યુષણ પછી કોઈ પણ સંયોગોમાં પંચમીએ પર્યુષણા કરી શકાય નહિ, શ્રી વિજયહીરસૂરિજી શ્રી વિજયસેનસૂરિજી અને ઉપાધ્યાય ધર્મસાગરજીના ગ્રન્થાના ઉપરથી ખુલ્લું જણાય છે કે તે વખતે કોઈ પણ પતિથિની વૃદ્ધિ હાનિમાં અપર્વતિથિની વૃદ્ધિ હાનિ નહતી કરાતી પણ પર્વકૃત્ય કયા દિવસે કરવું એની જ માત્ર વ્યવસ્થા કરવામાં આવતી હતી, છેલ્લા કેટલાક સમયથી પૂનમની વૃદ્ધિ ત્રયોદશીની વૃદ્ધિ કરવાની નિરાધાર રૂઢિ ચાલી અને ધીરે ધીરે તે રૂઢિ સર્વત્ર લાગૂ કરવાની ચેષ્ટા થવા માંડી, કેટલેક અંશે તે ચેષ્ટા સફલ પણ થઈ, છતાં પર્યુષણું તિથિને અંગે એ રૂઢિ પૂર્વે કોઈ પણ વખતે લાગૂ પડી હોય એવો કોઈ દાખલો મળતો નથી, અને તે મલે તેમ પણ નથી. કારણકે શ્રી ચંડૂપંચાગને અનુસરે સં. ૧૬૨૨-૧૬૨૪-૧૬૪૮–૧૬૫૪–૧૭૮૦ (ગુજરાતી સં. ૧૬ ૨૧-૧૬૨૭ -૧૬૪૭-૧૬૫૩–૧૭૭૯) માં બે પાંચમો થઈ હતી પણ તે વખતે પૂનમની વૃદ્ધિએ ત્રયોદશીની વૃદ્ધિ કરવાની રૂઢિ ન હોવાથી ભા. સુ. ૫ ની વૃદ્ધિએ ચોથની કે ત્રીજની વૃદ્ધિ કરવાને સવાલ ઉઠવાનું કારણ જ ન હતું, અને તે પછી ચંડૂમાં બે પાંચમ થઈ તે પૂર્વે જ તેનું સ્થાન શ્રી ધરના મુકિત ચંડૂએ લઈ લીધું હોવાથી એ પ્રશ્ન ઉઠો જ નથી, બે પૂનમની બે તરસ કરવાની રૂઢિ થયા પછી માત્ર ગયા વર્ષે અને ચાલુ વર્ષમાં જ ભા. સુ. પંચમીની વૃદ્ધિ આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122