Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 98
________________ ઉ૦ કારણ કઈ જ નહિ, માત્ર સુગમતાને ખાતર આ રૂઢિ દાખલ કરવામાં આવી હતી, કારણ કે આપણુમાં પર્વતિથિ વધે ત્યારે વધેલી બીજી તિથિએ તે પર્વતિથિની આરાધના કરવાનો નિયમ છે, છતાં ભીંતિયાં પંચાંગ જેનારા બધા જ આ નિયમને જાણનારા ન હોય અને આવી અવસ્થામાં બે બીજે વાંચીને કઈ તો મુંઝાય અને કોઈ બીજીને બદલે પહેલી જ બીજે બીજની પર્વ તરીકે આરાધના કરી બેસે, આમ ડું ભણેલ અને ખાસ કરીને સ્ત્રી વર્ગમાં પર્વારાધનને અંગે અવ્યવસ્થા અને ભૂલ ન થાય એટલા માટે પહેલી તિથિને તેની પૂર્વતિથિના નામે ઓળખાવાની પદ્ધતિ ભીતિયાં પંચાંગમાં દાખલ થઈ હતી. એજ રીતે પર્વતથિનો ક્ષય હોય અને તે પંચાંગમાં ન લખાય તે થોડું ભણેલ મનુષ્ય બીજ અથવા પાંચમ–કે જેનો ક્ષય થયે છે; પંચાંગમાં ન જોઈને મુંઝાય કે “અમુક તિથિ જ નથી તો તેની આરાધના કેવી રીતે કરવી છે, જે કે પર્વતિથિના ક્ષયમાં તેની આરાધના પહેલાંની તિથિમાં કરવાનો આપણું ગચ્છનો નિયમ છે, છતાં દરેક મનુષ્ય આ નિયમને જાણનાર ન હોય તેથી તેવાઓની મુંઝવણ ટાલવાને માટે ક્ષયતિથિ જે પૂર્વતિથિએ આરાધવાની હોય તે પૂર્વતિથિને જ પર્વતિથિના નામે લખવાનો રિવાજ ચાલુ કરીને અભણ મનુષ્યોની મુંઝવણ ટાલી. પ્ર. આપણુમાં “પર્વતિથિ વધે ઘટે નહિ” એમ કહેવાય છે તેને કઈ શાસ્ત્રને આધાર છે કે નહિ ? ઉ. “પર્વતિથિ વધે ઘટે નહિ ” એ કચનમાં કઈ પણ શાસ્ત્રને આધાર નથી, કેમકે સૂર્યપત્તિ, ચંદ્રપત્તિ, જ્યોતિષકરણ્ડક આદિ પ્રાચીન જ્યોતિષ શાસ્ત્રોનો વર્તારે જે વખતે ચાલતે ૫૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122