Book Title: Papni Saja Bhare Part 17 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 4
________________ ૭૦૦ પરિણામ જવાબદાર છે. તમને કઈ વસ્તુ ગમી રતિ થઈ તો તે વસ્તુ પ્રત્યેની મમતા ઉભી થઈ, પ્રયત્નપૂર્વક તેને તમે મેળવી અને રાગનું આસ્વાદન કર્યું, તે જ પ્રમાણે કઈ વસ્તુ પ્રત્યે અરૂચિ અરતિને ભાવ થયો અને તેનાથી અળગા થવા પ્રયત્ન કર્યો પણ સંચાગવશાત્ તમારે તે વસ્તુનો વેગ પ્રાપ્ત થયો, અરતિને પરિણામ તીવ્ર બનતાં દ્વેષમાં રૂપાંતર પામ્યો. આમ રાગ-દ્વેષ થવામાં કારણભૂત રતિ–અરતિના ભાવો છે એટલે કે રાગ-દ્વેષની પૂર્વ ભૂમિકા રતિ–અરતિ હેઈ શકે છે. હવે આ તિ-અરતિની પૂર્વે પણ શુભ-અશુભના સંકલ્પ બેઠા છે. તે જ તમને રતિ અરતિને પરિણામ પેદા કરાવે છે. એટલે સૌથી પ્રથમ તમે જ્ઞાનથી વસ્તુ જાણી જ્ઞાન શું છે? જ્ઞતે પરિદ્ધિ વસ્તુ અને રિ નમ્ ! જેના વડે વસ્તુ જણાય તે જ્ઞાન છે. હવે આમાં વિકૃતિ શું થાય છે? તે સમજે. વસ્તુનું જ્ઞાન થયા પછી તરત જ શુભ-અશુભના સંકલ્પ થાય છે. આ જ્ઞાનને અતિકમ થયે, પછી રતિ–અરતિના વિકપે થાય છે. તે જ્ઞાનમાં વ્યતિક્રમ થયે. ત્યારબાદ રાગદ્વેષ થાય છે. એ જ્ઞાનમાં અતિચાર થાય છે અને પરક્ષેત્રે જે રાગદ્વેષ થાય છે તે જ્ઞાનમાં અનાચાર સ્વરૂપ ભાસે છે એટલે કે ઈપણ વસ્તુ જોયા પછી સંકલ્પ-વિકલ્પની હારમાળા બંધ કરીને માત્ર તે રૂપે પદાર્થને જ્ઞાતા દ્રષ્ટા ભાવે બંધ કરો જોઈએ. સાક્ષીભાવની ઉપસ્થિતિથી રાગાદિ પરિસ્થિતિનું નિર્માણ થતું નથી. એટલે જ્ઞાનની અંદર મેહનીય કર્મની અશુધિને જે ટાળવામાં આવે તો રતિ-અરતિ વિગેરે વિકલ્પ નામશેષ થઈ શકે છે. આના માટે આત્માનું શુધ સ્વરૂપ સમજવું અત્યંત જરૂરી છે. આમાનું શુદ્ધ સ્વરૂપ અનન્ત જ્ઞાનાદિ આઠ મહાગુણેથી પરિપૂર્ણ આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપમાં છે. આત્માના આ આઠ ગુણે પૂર્ણ, સંપૂર્ણ, પરિપૂર્ણ છે. જગતની અંદર એ કઈ એક પણ ગુણ નથી જે આભામાં પરિપૂર્ણ રૂપે ન હેય. અર્થાત આત્મામાં જરૂરી બધા ગુણ ચરમ સીમામાં પરિપૂર્ણ રૂપથી ભરેલા પડયા છે. આત્માને એક પણ ગુણ બહાર લેવા જવાની જરૂર નથી. અથવા કદાચ માની લો કે આમાં બહાર ગુણ લેવા જાય તે પણ તેની પાસે જાય? અજીવની પાસે જવું પડશે. કારણકે બ્રહ્માડમાં મૂળભૂત પદાર્થો માત્ર બે જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 44