Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 16
________________ ૭૧૨ કાયયોગની પ્રાધાન્યતા છે. આથી આ રીતે મન, વચન, કાયાની પ્રધાનતા તે તે પાપસ્થાનકમાં રહેલી છે. છતાં પણ વચન અને કાયાને સંચાલક મન હોવાથી મનની તપાસ રાખવીએ વધુ ઉપયોગી છે. આમ તે જોવા જઈએ તો મનમાં ઉદ્દભવેલા અશુભ વિચારેથી બીજાને કઈ નક્કર નુકશાન થતું નથી. વચનથી બોલાયેલા શબ્દોથી બીજાને માનસિક દુઃખ થઈ શકે છે પણ કાયિક વેદના સહન કરવી પડતી નથી જ્યારે કાયાથી કોઈની હિંસા વિગેરે થાય તો બીજા જીવને જોક્કસ સહન કરવું પડે છે. આમ જોવા જતાં કાયાના પાપોથી વધુ નુકશાન દેખાય છે. પણ આ તે સ્થૂલદષ્ટિનું ગણિત છે. સૂક્ષ્મ દષ્ટિથી જોતાં ૧૦૦ વાર વિચાર આવે ત્યારે ૧ વાર વચન આવે છે. એટલે મન એ જ વચન અને કાયયોગને નિયામક છે માટે જ ગુર્જર દેશના પરમ આહંત શ્રી કુમારપાળ રાજાએ એ અભિગ્રહ ધારણ કરેલ કે મનમાં કેઈ અશુભ વિચારે આવે તે તેના દંડ રૂપે એક ઉપવાસ કર વચનથી કાંઈ અગ્ય ભાષા પ્રયોગ થઈ જાય તે તેના દંડ રૂપે એક બીલ કરવું અને કાયયેગના અશુભ આચરણ પ્રત્યે એક એકાસણુને દંડ રાખેલ. આના રહસ્યને વિચાર કરીએ તો સમજાશે કે જેણે મનગ ઉપર આટલું કડક નિયંત્રણ મુકયું છે તેના પાપે વચન અને કાયાગમાં અવતરે જ કયાંથી? રતિ-અરતિ એ મ ગનું પાપ છે. પ્રસ્તુત પુસ્તકમાં આજે જે પાપસ્થાનકનું વિવેચન કરાઈ રહ્યું છે તે રતિ-અરતિ નામનું પંદરમું પાપસ્થાન છે. રતિ અને અરતિને સામાન્ય શબ્દાર્થ આ પ્રકારે છે. રતિ એટલે પ્રિય લાગવું આનંદ થ. અનુકુળ પદાર્થોમાં સુખ માનવું અને અરતિ એટલે બરોબર તેનાથી વિપરીત અપ્રિય લાગવું, દુઃખ થવું, પ્રતિકુળ વ્યક્તિ કે વસ્તુમાં અપ્રીતિ, અરૂચી, ગ્લાનિ કે દુખ થવું તે અરતિને અર્થ છે. આ રતિ-અરતિના શબ્દાર્થ જેયાથી તમને સુસ્પષ્ટ રીતે જણાયું હશે કે આ બંને માનસિક-વૈચારિક પાપ છે. મનમાં-વિચારધારામાં આ પાપે ઉત્પન્ન થાય છે. પછી મન-વચન ને આદેશ આપે છે કે તું મારું આટલું કામ પૂરું કરી આપ અને એ રીતે કાયાને પણ આદેશ આપે છે અને કાયાના સહારે બીજાનું અપમાન તિરસ્કાર કરાવવા વિગેરે પિતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44