________________
૭૧૬
દ્રવ્યનું વાસ્તવિક સ્વરૂપ
દ્રવ્યનું વાસ્તવિક સ્વરૂપ બતાવતા શ્રી સર્વજ્ઞ કેવળી ભગવાને દ્રવ્યની ત્રણ અવસ્થા બતાવી છે. તસ્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે,
Wત્તિ-કચચ-ૌથયુન સત્” સર એટલે દ્રવ્ય, પદાર્થ વસ્તુ ઈપણ દ્રવ્ય જગતમાં ઉત્પન્ન થવાના સ્વભાવવાળું, નાશ પામવાવાળું અને નિત્ય રહેવાના સ્વભાવવાળું છે. વસ્તુ પિતાના મૂલભૂત પરમાણુ સ્વરૂપમાં નિત્ય રહે છે એ સુવર્ણ દ્રવ્યના પરમાણુઓના સંજનથી એક દિવસ વીંટી બની તે વીટીની ઉત્પત્તિ થઈ અને એક દિવસ વીંટી અપ્રિય બનતા તેને નાશ કરી ગળાની ચેઈન બનાવી તે હવે શું થયું? વીંટી પયયને નાશ, ચેઈન પર્યાયની ઉત્પત્તિ થઈ અને સોનું પિોતાના મૂળ સ્વરૂપે નિત્ય રહ્યું. - ઘરની વહુએ સસરાને વીંટી આપતા કહ્યું, કે આની ચેઈન બનાવી આપો. સસરાજીએ સનીની પાસે વીંટી ગળાવીને ચેઈન બનાવી અને વહુને આપી તે વહુ ખુશ થઈ ગઈ. બીજે વર્ષ ફરી વહુએ કહ્યું, પિતાજી હવે આ ચેઈનની બંગડી બનાવી આપે, સસરાજીએ તે પ્રમાણે કર્યું. પછી ફરી કમર પરને કંદોરે તેમાંથી બનાવડાવ્યું. પછી ચોથા વર્ષે ઘડીયાળને પટ્ટ બનાવરાવ્યો.આ રીતે૮-૧૦ વર્ષ સુધી આ ક્રમ ચાલુ રહ્યો. દરેક વખતે વહુ રાજી થતી ગઈ. વળી જ્યારે નારાજ થતી ત્યારે વસ્તુને આકાર બદલાવી લેતી. પરંતુ સસરાને શું થતું હતું ? તેમને રાજી કે નારાજી શા માટે ન હતી થતી? તેનું શું કારણ? એમની સ્વસ્થતા અને શાંતીનું કારણ તે જ છે કે તેઓ જાણે છે કે ગમે તેટલા તેના પર્યાય બદલાય તો પણ સેનું તે તેનું જ છે. સુવર્ણદ્રવ્ય મૂળભૂત દ્રવ્યત્વની દૃષ્ટિથી હંમેશા નિત્ય જ છે. એમને શું નુકશાન થતું હતું ? એમને દ્રવ્યની કિંમત હતી અને તે તે દરેક અવસ્થામાં સમાન જ હતી. જ્યારે વહુને તેની પર્યાયની અપેક્ષા હતી તેથી તે રાજી થતી હતી. આ રીતે વસ્તુને આ સ્વભાવ જ છે કે એક પર્યાયની ઉત્પત્તિ થાય છે. બીજા પર્યાયનો નાશ થાય છે અને વસ્તુ સદા : ધ્રુવ-નિત્ય રહે છે. આટલું જ્ઞાન જે આપણા બધાને થઈ જાય તે પછી સુખ, દુઃખ, રતિ–અરતિ વિગેરે ઉત્પન્ન જ ન થાય. આ સૂત્રને જગતના સર્વ પદાર્થમાં લગાડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org