Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 39
________________ ૭૩૫ જાય તે સારું છે. અનિષ્ટ ન મળે તે સારું છે. આ રીતે બંને એક જ વૃક્ષના બે ફળ છે, માત્ર શાખા, ડાળી જુદા જુદા છે. રતિ અરતિ આ બંને વાસ્તવમાં રાગ-દ્વેષની મદ માત્રા છે. ધીમી શરૂઆત છે. અહીંથી જ રાગ-દ્વેષના બીજનું વયન થાય છે. અને સૂક્ષ્મતાથી અવલોકન કરવામાં આવે તો રાગના બીજથી રતિના અંકુર ફુટ છે અને દ્વેષના બીજથી અરતિના અંકુર ફુટે છે. આજે જેવી રીતે નાના બે દેશના સંઘર્ષની પાછળ મહાસત્તાઓ ખડે પગે ઉભી છે. તેવી જ રીતે રતિ–અરતિના નાના પાપની પાછળ રાગદ્વેષને મોટો હિમાલય, મેહનીય કર્મની મહાસત્તા ઉભી છે. આથી કઈ પણ ઉપાયથી રતિ-અરતિના પાપથી બચવું જ જોઈએ. રતિ-અરતિથી બચવાના ઉપાય જેહ અરતિ રતિ નવિ ગણેજી, સુખ-દુઃખ હેય સમાન. તે પામે જસ સંપદાજી, વાધે જગ તસ વાન. જે મનુષ્ય રતિ-અરતિને મહત્વ નથી આપત, એને નગણ્ય સમજે છે, અને સુખ-દુઃખની અંદર સમાન ભાવ રાખે છે તે ભાગ્યશાળી યશ સંપદાને પ્રાપ્ત કરે છે. આ પંકિતમાં જસ (ચશે.) પદથી પૂ. યશોવિજયજી ઉપાધ્યાયજી કહે છે કે તે બડભાગી યશ મેળવે છે, જગત ભર તેની કીતિ પ્રસરે છે. આથી સમભાવ–સમતા જ આ પાપસ્થાનથી બચવાને એક માત્ર રામબાણ ઔષધ છે. રતિઅરતિ જન્ય સુખ-દુઃખની પરિસ્થિતિમાં મનને તત્વજ્ઞાનના પીયૂષ પાતા સમભાવમાં સ્થિર કરતા કરતા કહેવું કે, “હમના તું સુખમાં લીન ન થા અને દુઃખમાં દીન ન થા.” આપણે સૌ આ જ ઉપદેશ આપણા મનને આપતા રહીએ કે જ્યારે પણ જેટલું પણ સુખ આવી જાય તે પણ તું એમાં લીન ના થઈશ, તલ્લીન, આસક્ત ન થઈશ અને એ જ પ્રમાણે ગમે તેટલું દુઃખ તૂટી પડે તે પણ હિંમત ન હારવી, દીન ન બનવું. કારણ કે આ વાસ્તવિક સુખ-દુઃખ નથી. આ પણ પૌગલિક ભાવ છે. કર્મ જન્ય છે. તારૂં વાસ્તવિક સાચું સુખ તે જુદું જ છે. જે તમને સુખ જોઈએ છે તે પહેલા તે સુખ બીજાને આપતા જાઓ. બીજાને સુખી બનાવીને સુખી બનવાની ભાવના રાખો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44