Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રાણાતિપાત
માહા
SCIE
20172
પરપરિવાદ
と
મૃષાવાદ
भाया
અભ્યાખ્યાન
માયાભૃષાવાદ
અદત્તાદાન
મનુષ્ય ગાત
પપૂછ્ય
મિથ્યાત્વ શબ્દ
મૈથૂન
લોભ રાગ
તિઅગ્રત
{{{
नम्र सूचन
इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत में शीघ्र वापस करने की कृपा करें
जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें.
જીવ
રિગ્રહ
द्वेष
♦પ્રવચનકાર ૭
પૂ.આ.શ્રી સુબોધસૂરિ મ. Ø વિજય પૂ. મુનિરાજ શ્રી અજ્ઞ વિજય મ.
ભારે
દેવગૃત
ઠાકો
તાંયતિ
મૈં “રતિ-અતિ” = પ્રિય–અપ્રિયના પાપા
વિ. સ’. ૨૦૪૬ કારતક ઢ−emal
( ૧૭ )
ફોધ
તા. ૧૯–૧૦૮૯
રવિવાર
Page #2
--------------------------------------------------------------------------
________________
તા ૧૧. શ્રી કલ્યાણભાઈ સી. ગાંધી ૧૨. શ્રી નરેશભાઈ રતીલાલ પરીખ
શ્રી ચંદ્રકાન્ત રતીલાલ શ્રી હેમેન્દ્રભાઈ રમણલાલ શ્રી જયંતિલાલ કેશવલાલ વકીલ
શ્રી રસીકલાલ કેશવલાલ ૧૭. શ્રી અરૂણભાઈ જયંતિલાલ દલાલ
શ્રી અરૂણભાઈ સારાભાઈ શ્રી સુરેન્દ્રભાઈ શાન્તીલાલ શ્રી પ્રમોદભાઇ ત્રીકમલાલ શ્રી રમેશચંદ્ર મફતલાલ વખારીયા શ્રી બાબુભાઈ ચીમનલાલ
શ્રી મુકુંદભાઈ નવીનચંદ્ર સંઘવી ૨૪. શ્રી જયંતિભાઇ રાજેન્દ્રભાઈ
શ્રી વિનોદભાઇ મણીલાલ (કે.ઓપ્ટ)
શ્રી અજયભાઇ મહેન્દ્રભાઇ (કે.એન્ટ) ૨૭. શ્રી જયેશભાઈ ચંપકલાલ ભણસાલી (કે.એન્ટ)
(મુનીમ શ્રી ૨મેશભાઈ સી. શાહ)
0
01
ucation International
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રવચન-૧૭
રતિ–અરતિ ” ૧૫મું પાપસ્થાનક
અનંતાનંત ઉપકારી અનન્તજ્ઞાની અનાદશની અનન્તશક્તિમાન ચરમતીર્થપતિ પરમાત્મા શ્રી મહાવીરસ્વામીના ચરણકમળોમાં અનન્ત નમસ્કારપૂર્વક ..
आदौ रागस्तत : द्वेषस्तस्मात् क्लेशपरम्परा ।
तद्वदादौ रतिश्चारतिस्तत : कर्म बन्धनम् ॥ પહેલા રાગ ઉત્પન્ન થાય છે, પછી તેમાંથી શ્રેષને પ્રાદુર્ભાવ થાય છે અને તે બંનેથી કલેશની પરંપરા ઉભી થાય છે. જેવી રીતે રાગદ્વેષનું આ ચક્ર ચાલે છે, તેવી જ રીતે રતિ-અરતિનું ચક્ર પણ ચાલે છે. સૌ પ્રથમ કઈ વસ્તુ કે વ્યક્તિ ઉપર રતિ ઉત્પન્ન થાય છે પછી તે ઈષ્ટ પ્રાપ્તિ ન થવી, અહંકારના ઘર્ષણથી વિગેરે કાઈપણ કારણસર તે વ્યક્તિ ઉપર અથવા અન્ય વ્યક્તિ, વસ્તુ ઉપર અરતિ (અરૂચિ) ઉત્પન્ન થાય છે. આ બંનેથી કર્મબંધ થાય છે અને આ ચક ચાલ જ છે. એક તરફ આમા રાગ-દ્વેષના વિષચકમાં ફસાયો છે જેના પરિણામે તે કલેશ-કષાયની પરંપરાથી મુક્ત રહી શકતો નથી અને બીજી બાજુ તેવું જ વિષચક્ર રતિ-અરતિનું ઉભું છે. આ ચક્રમાં પરિભ્રમણ કરીને કમબંધ કરતા કરતા આત્માનો અનંતકાળ પસાર થયો છે. છતાં પણ ઘાંચીની ઘાણીના બળદની જેમ ગોળ ગોળ ફરતા તેને અંત આવતો નથી. આ વિષવર્તુળમાંથી છુટીને, ભાગીને જીવ જે બહાર આવે તો તે આમા સ્વતંત્ર રૂપે પોતાના વિષયમાં કંઈ વિચારી શકે. * માનસશાસ્ત્રના અભ્યાસપૂર્વક આપણે આપણુ વૃત્તિઓનું અવલેકન કરીએ તે સમજાશે કે રાગ-દ્વેષ થવામાં પણ રતિ–અરતિને
Page #4
--------------------------------------------------------------------------
________________
૭૦૦
પરિણામ જવાબદાર છે. તમને કઈ વસ્તુ ગમી રતિ થઈ તો તે વસ્તુ પ્રત્યેની મમતા ઉભી થઈ, પ્રયત્નપૂર્વક તેને તમે મેળવી અને રાગનું આસ્વાદન કર્યું, તે જ પ્રમાણે કઈ વસ્તુ પ્રત્યે અરૂચિ અરતિને ભાવ થયો અને તેનાથી અળગા થવા પ્રયત્ન કર્યો પણ સંચાગવશાત્ તમારે તે વસ્તુનો વેગ પ્રાપ્ત થયો, અરતિને પરિણામ તીવ્ર બનતાં દ્વેષમાં રૂપાંતર પામ્યો. આમ રાગ-દ્વેષ થવામાં કારણભૂત રતિ–અરતિના ભાવો છે એટલે કે રાગ-દ્વેષની પૂર્વ ભૂમિકા રતિ–અરતિ હેઈ શકે છે. હવે આ તિ-અરતિની પૂર્વે પણ શુભ-અશુભના સંકલ્પ બેઠા છે. તે જ તમને રતિ અરતિને પરિણામ પેદા કરાવે છે. એટલે સૌથી પ્રથમ તમે જ્ઞાનથી વસ્તુ જાણી જ્ઞાન શું છે?
જ્ઞતે પરિદ્ધિ વસ્તુ અને રિ નમ્ ! જેના વડે વસ્તુ જણાય તે જ્ઞાન છે. હવે આમાં વિકૃતિ શું થાય છે? તે સમજે. વસ્તુનું જ્ઞાન થયા પછી તરત જ શુભ-અશુભના સંકલ્પ થાય છે. આ જ્ઞાનને અતિકમ થયે, પછી રતિ–અરતિના વિકપે થાય છે. તે જ્ઞાનમાં વ્યતિક્રમ થયે. ત્યારબાદ રાગદ્વેષ થાય છે. એ જ્ઞાનમાં અતિચાર થાય છે અને પરક્ષેત્રે જે રાગદ્વેષ થાય છે તે જ્ઞાનમાં અનાચાર સ્વરૂપ ભાસે છે એટલે કે ઈપણ વસ્તુ જોયા પછી સંકલ્પ-વિકલ્પની હારમાળા બંધ કરીને માત્ર તે રૂપે પદાર્થને જ્ઞાતા દ્રષ્ટા ભાવે બંધ કરો જોઈએ. સાક્ષીભાવની ઉપસ્થિતિથી રાગાદિ પરિસ્થિતિનું નિર્માણ થતું નથી. એટલે જ્ઞાનની અંદર મેહનીય કર્મની અશુધિને જે ટાળવામાં આવે તો રતિ-અરતિ વિગેરે વિકલ્પ નામશેષ થઈ શકે છે. આના માટે આત્માનું શુધ સ્વરૂપ સમજવું અત્યંત જરૂરી છે. આમાનું શુદ્ધ સ્વરૂપ
અનન્ત જ્ઞાનાદિ આઠ મહાગુણેથી પરિપૂર્ણ આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપમાં છે. આત્માના આ આઠ ગુણે પૂર્ણ, સંપૂર્ણ, પરિપૂર્ણ છે. જગતની અંદર એ કઈ એક પણ ગુણ નથી જે આભામાં પરિપૂર્ણ રૂપે ન હેય. અર્થાત આત્મામાં જરૂરી બધા ગુણ ચરમ સીમામાં પરિપૂર્ણ રૂપથી ભરેલા પડયા છે. આત્માને એક પણ ગુણ બહાર લેવા જવાની જરૂર નથી. અથવા કદાચ માની લો કે આમાં બહાર ગુણ લેવા જાય તે પણ તેની પાસે જાય? અજીવની પાસે જવું પડશે. કારણકે બ્રહ્માડમાં મૂળભૂત પદાર્થો માત્ર બે જ છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
૭૦૧
મૂળભૂત ર–દ્રવ્ય
જીવ (ચેતન)
અજીવ (જડ)
ધર્માસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય કાળ પુદ્ગલાસ્તિકાય
અચરાચર જગતમાં મૂળ દ્રવ્યો બે છે. જીવ અને અજીવ તેમાં અજીવના વિભાગમાં પાંચ દ્રવ્ય છે અને જીવને તેમાં ભેળવતાં દ્રવ્ય ૬ દૂ થાય છે. આનાથી વધારે સાતમે ગુણને ધારક કેઈ દ્રવ્ય સંસારમાં નથી. હવે તમે વિચારે કે આત્મા (ચેતન) ને અજીવ પાસેથી કયા ગુણ લેવાની જરૂરીયાત ઊભી થાય છે? આ અજીવ દ્રવ્યો તો પોતપોતાના એક એક ગુણ લઈને બેઠા છે. જયારે એની સામે આમા પિતાના આઠ મૂળભૂત ગુણવાળો એક સ્વતંત્ર દ્રવ્ય છે અને આ જ મૂળ આઠ ગુણના ભેદ પ્રભેદને સાથે વિચારીએ તે અનન્તા ગુણ આત્મામાં ભરેલા પડ્યા છે. હવે આત્મામાં કયા ગુણની ઉણપ છે કે તેને અજીવ પાસે તે ગુણ લેવા માટે જવું પડે? એ એક પણ ગુણ નથી અને અજીવને ગુણ લઈને ચેતન કરશે પણ શું? આત્માના જે ગુણે છે તેની આંશિક સદશ્યતા અક્ષય સ્થિતિ વિગેરે ગુણોની ઉપલબ્ધિ આકાશાદિમાં પણ દેખાય છે. પરંતુ જ્ઞાનાદિ મુખ્ય ગુણેને અંશ માત્ર પણ આકાશાદિ કેઈ અજીવમાં નથી. આથી અનંત ગુણેના ધારક આત્માને કેઈને એક પણ ગુણ લેવાની જરૂર નથી.
માત્ર પોતાના મૌલિક ગુણો જ્ઞાન, સુખ, પ્રેમ વિગેરે જે વિકૃત થયા છે તેની વિકૃતિને દૂર કરીને પ્રકૃતિમાં લાવવાના છે. આત્માનું જ્ઞાન આજે જ્ઞાન (અપૂર્ણ જ્ઞાન) અને અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) માં પરિવર્તન પામ્યું છે. આત્માને અનંત અવ્યાબાધ સુખ ગુણ એ શાતા અને અશાતા રૂપે વિકૃતિને પામ્યા છે. આપણને શાતામાં રતિ થાય છે અને અશાતામાં અરતિ થાય છે પણ આ અજ્ઞાન છે. શાતા એ પુણ્ય. કર્મને વિપાક છે. ગુણને રોધક છે. તો તેના પર કેવી રીતે પ્રીતિ
Page #6
--------------------------------------------------------------------------
________________
૭૦૨
સંભવે? અને અશાતા એ પાપ કર્મને વિપાક છે, ગુણને રેધક છે. તેના પર અપ્રીતિ કરવાની જરૂર નથી પણ શાતામાં લીન બન્યા વગર એને અશાતામાં દીન બન્યા વગર કર્મના ઉદયને શાંતીથી ભેગવવાના છે જેથી તે કમેં જોગવાઈ જતાં આત્માનું શુદધ સ્વરૂપે પ્રગટ થાય. શતાવેદનીય ઉપરથી રતિ ટળી જાય. શાતા વેદનીય એ સુખને હેતુ છે. એવું અજ્ઞાન ટળી જાય તે આત્મા પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપ માટે મહેનત કરે. આપણે પ્રેમ સ્વભાવ આજે રાગ-દ્વેષમાં પરીવર્તન પામે છે. રાગાદિ અમુક ક્ષેત્ર અમુક દ્રવ્ય, વ્યક્તિમાં સીમિત છે. જ્યારે પ્રેમ એ વ્યાપક છે તેને દ્રવ્યાદિ કેઈને પ્રતિબંધ નથી.
આપણે આપણી પાસે સત્તામત રૂપે રહેલા જે ગુણે છે. તેને પ્રાપ્ત કરવાના નથી, માત્ર તેના ઉપર દોષનું જે આવરણ આવી ગયું છે તેને ટાળવાનું છે અને તે દેને ટાળવા માટે ક્ષાપશમિક ગુણોને કેળવવાના છે. આ ઉપચરિત ગુણોના અભ્યાસથી આત્મા નિરાવરણ બને છે અને નિરભૂત સત્તાને આવિર્ભાવ થાય છે. આત્માની અંદર જ કર્મના આવરણની નીચે આત્માનું જે શુદ્ધ સ્વરૂપ અવરાયેલું પડયું છે તે જ સ્વરૂપ કર્મનું આવરણ નાશ પામતાં પ્રગટ થાય છે એટલે આત્માના કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાત ચારિત્ર, અનંત વીય વિગેરે ગુણે એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. સાવરણમાંથી નિરાવરણ કરવાની પ્રક્રિયા જીવે કરવાની છે. બહારથી કોઈ ગુણે લાવીને આત્મસાત્ કરવાના નથી.
આત્મા પાસે આત્માના કેવળજ્ઞાન આદિ ગુણે અનાદિકાળથી છે. અને આત્મા પાસે કર્મને સંગ પણ અનાદિકાલીન છે. તે પ્રશ્ન એ. થાય છે કે આ બંનેનું અનાદિત્વ સરખું છે? તે વિચારતાં સમજાશે કે આત્મા પાસે કેવળજ્ઞાન અનાદિકાળથી છે જ. જ્યારે કર્મને સંયોગ, પ્રવાહથી અનાદિ છે. વ્યક્તિથી કેઈપણ કર્મ અનાદિકાલીન નથી કારણ કે કર્મ એ પરવસ્તુ છે. વિભાવદશાના કારણે જીવ કામણવર્ગણાના અમુક ચોક્કસ પ્રદેશમાં પ્રકૃતિ, સ્થિતિ અને રસ દાખલ કરીને તેને આત્મા સાથે ક્ષીર નરવત્ એકમેક કરે છે અને કર્મ કહેવાય છે. આથી એ કર્મ એ foreign material થઈ આત્માએ કર્મની સત્તા લાવવી પડે છે. સાચવવી પડે છે એનું સાતત્વ જાળવી :
Page #7
--------------------------------------------------------------------------
________________
૬૦૩
રાખવુ પડે છે. જયારે કેવળજ્ઞાન તે વૈકાલિક સત્તામાં પડ્યુ છે. કાં તેા મનાવવા પડે છે પણ આક`પ્રવાહ અને આત્માના સચૈાગ અનાદિકાલીન છે. આ સયેાગ નષ્ટ થતાં આત્માના અનંતા ગુણુ! પ્રગટ થાય છે. એમાં ત્રીજો ગુણ અનંત ચારિત્ર છે, જેનું શાસ્ત્રીય નામ ચથાખ્યાત ચારિત્ર છે. જેવુ' સજ્ઞ ભગવાને કહ્યુ છે તેવું જ શુધ્ધ સ્વરૂપ આત્માનુ છે. આ ગુણમાં રમણ કરવાવાળા આત્માને માટે ખાદ્ય કાઈ જડ પૌલિક પદાની જરૂર જ નથી તે સ્વરૂપરમણતા માં જ રહે છે. સ્વભાવદશાની રમણતા કરવી એ જ આ ગુણની ઉપાસના છે.
માહનીય કનું આવરણ
સસાર ચક્રમાં ફસાયેલા આ આત્માએ રાગ-દ્વેષની પ્રવૃત્તિમાં અનેક કર્મો બાંધી લીધા જો કે આત્માની પૂર્ણતાનું અવલેાકન કરવામાં આવે તે આત્માને રાગદ્વેષની કોઈ જરૂર જ નથી પરંતુ અપૂર્ણ એવા સસારી આત્માએ શરીર વિગેરે માટે રાગ-દ્વેષ કર્યાં
અને રાગ-દ્વેષ કરીને આત્મા કથી ભારે બની ગયા. આ રાગ-દ્વેષ જ કનુ... ખીજ છે. રાગદ્વેષ કરવાથી કમ` બંધાયા અને બસ આનાયો આત્માને માટે સંસાર ઊભા થઈ ગયા અને આ ક`ના પિ ંજરા રૂપી સ’સારમાં આત્મા અનાદિ અનન્તકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે.રાગ-દ્વેષ કમ રૂપી વૃક્ષનું મૂળ ખીજ છે અને તેના ઉપર સંસાર ચક્રનુ નિર્માણ થયું છે. આ કર્મામાં માહનીય કમ પ્રમલ છે જે આત્માના અનત ચારિત્ર અને ક્ષાયિક સકિત ગુણ ઉપર આચ્છાદન કરે છે, એટલે કે મેાહનીય કમ આપણી સમ્યગ્દષ્ટિ તથા સમ્યગ્ વન ઉપર આચ્છાદન કરે છે. પ્રમા મેહના આવરણ નીચે દબાયેલા આત્માના અન ́ત ચારિત્ર ગુણની સામાન્ય ઝાંખીને આભાસ માત્ર આજે થઈ શકે છે. ખસ એનાથી અધિક કાંઈ નહીં. આટલું. પ્રખલ માહનીય કમ છે. વ્રતાની અંદર બ્રહ્મચય દુČર છે, ઈન્દ્રિયાની અંદર રસનેદ્રિયને વિજય દુષ્કર છે, ગુપ્તીની અંદર મનાગુપ્તી દુષ્કર છે. તેવી રીતે ‘Æાળ મોંનીય ’કમમાં મેાહનીય માઁ જીતવું મુશ્કેલ છે. એના ભેદ પ્રભેદ નીચે પ્રમાણે છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
દન માહનીય–૩
કષાયમાહનીય–૧૬ ।
૧ હાસ્ય ૨ રતિ ૩ અતિ
૭૦૪
માહનીય કુમ-૨૮ I
ચારિત્ર માહનીય–૨૫
નાકષાય માહનીય–૯
T
વેદ માડુનીય–૩
૪ શાક
ભ્રુગુપ્સા
મેાહનીય કની કુલ ૨૮ કમ પ્રકૃતિ
છે. આ ૨૮ માં જ પ્રભેદોના વિભાગીકરણથી તેના ભિન્ન ભિન્ન પ્રકાર અને છે. આમાં ૧૬ ભેદ કષાય મેાહનીયના છે. ક્રોધ, માન માયા અને લેાભ આ ચાર કષાયા અનંતાનુખ ધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય અને સંજવલન રૂપે હાવાથી ચારે કાયાના ચારે ગુણતાં ૧૬ ભેઢ થયા ૯ નાકષાયમાં જે ‘ના’ શબ્દ છે તે નિષેધવાચી નથી પરંતુ સહાયક અથમાં વપરાયેલા છે. આથી નાકષાયના અથ એ થયે કે જે સ્વયં કષાય નથી. પરંતુ મૂળ જે ક્રેાધ માન વિગેરે કષાય છે એને જગાડે છે, એના ઉદ્દીપક છે. એના પ્રેરક છે. નાકષાયના એક વિભાગમાં ૩ વેદ આવે છે. અહી વેદ વૈયિક વૃત્તિના અથમાં છે. વિષય વાસનાના અથમાં છે. સ્રીને પુરૂષ પ્રત્યે પુરૂષને-શ્રી પ્રત્યે અને નપુંસકને અને પ્રત્યે જે કામવાસનાની સંજ્ઞા થાય છે. તે આ વેદમેાહનીયનુ કાય છે. રતિ-અતિ મેાહનીય કર્મીની પ્રકૃતિ છે.
૫ ભય
હાસ્યાદિષટ્ટક ૬
નાકષાય મેહનીયને ખીન્ને વિભાગ હાસ્યાદિ ષટ્રક (૬)ના છે. હાસ્ય-હુસવું. મજાક મશ્કરી કરવી તે, રતિ પ્રિય અનુકૂલપણાના ભાવ–અરતિ=અપ્રિય–પ્રતિકૂલ, ભય=ડર, શેક ખેદ વિષાદ દુઃખની— લાગણી, જીસા દુર્ગાચ્છા, ધૃણા, તિરસ્કારના ભાવ,
Page #9
--------------------------------------------------------------------------
________________
૭૦૫
આ છ પ્રકૃતિ માહનીયના ઘરની છે. આત્માના ગુણાની આ પ્રવૃત્તિ નથી. આત્માને હંસવુ', રડવુ, પ્રિય, અપ્રિય વિગેરે કશુ નથી. આ અધી વિચારધારાએ માત્ર કૅમ જન્ય વિકૃતિ છે. પ્રકૃતિ અને વિકૃતિ અને અવસ્થા છે. આત્મગુણેાની પ્રવૃત્તિએ પ્રકૃતિ છે. દા. ત. આપણે જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય કરીએ છીએ. એ પ્રકૃતિ છે. આત્માના જ્ઞાન ગુણ છે. આથી તે ગુણને અનુરૂપ તેવા પ્રકારની પ્રવૃતિ કરવી એ પ્રકૃતિ છે. આથી આત્મગુણેની ઉપાસનાની પ્રવૃત્તિને જ ધમ કહેવાય છે.
સ્વર્ગુણ સાધના અથવા સ્વર્ણેાપાસના એ જ ધમ તત્ત્વ છે. પર તુ એવી સે કડી પ્રવૃત્તિએ સ`સારમાં ચાલી રહી છે, જે આત્મગુની નથી પણ કાઁજન્ય પ્રવૃત્તિ છે. આથી તે વિકૃતિ છે. સ્વભાવ નથી પણ વિભાવ પરભાવ છે.
સંસારમાં જીવ માત્ર કર્માધીન છે. કને વશ છે. કના ખધનમાં ફસાયેલે છે. આથી કે વશ જીવ સે‘કડો પ્રવૃતિ કરી રહ્યો છે, એટલુ જ નહી. પરંતુ આપણી પ્રત્યેક પ્રવૃત્તિનું અવલેાકન કરી એ તા ૯૦થી ૯૫ ટકા આપણી પ્રવૃત્તિએ કર્મોજન્ય, કમ પ્રેરિત હાય છે. હવે બાકી રહેલી પથી ૧૦ ટકામાં આત્માની પ્રવૃત્તિ હશે. માકી તાકમ જન્ય વિકૃતિ જ વધારે છે અને માટે જ માલિકની ચાબુક ખાઈને પરવશ પરાધીન ખીચારા ખળદ અથવા ધાડે ચાલે છે. તેવી જ રીતે કમ વશ કમની ચુંગાલમાં પરાધીનપણે સપડાયેલેા જીવ બચારા સ'સારમાં પ્રવૃત્તિ કરે છે.
અહી' એ પ્રશ્ન ઉપસ્થિત થાય કે સંસાર એ કમ ની માયા જાળ છે. અને તેના પાત્ર જીવ છે. તે જીવે માત્ર તેા કઠપુતળીની જેમ કર્મોના તાલબધ્ધ ગણિત પ્રમાણે ચાલવાનું છે. તેા જીવ પુરૂષાથ શી રીતે કરી શકે ? ક સામ્રાજ્યને સ્વીકાર કરવાથી આત્માના પૌરૂષત્વ, પુરુષાર્થ ઉપર શુ પ્રહાર નથી થતા? ખીચારે! આત્મા શું કરે? મેાક્ષ માગના પુરૂષા કુંઠીત થતે જાણે દેખાય છે. પણ ના ક`ના બંધ, ઉદય ઉદીરણા અને સત્તા એ ચાર વિભાગ છે. એમાં કને મધવામાં, તથા તેની ઉદીરણા કરવામાં જીવ સ્વાધીન છે. એમાં એને પુરુષાર્થ કામયામ અને છે. ગમે તેવા વિકટ સજોગેામાં પણ આત્માની ન્ને જાગૃતિ હોય તે કમ અધ થઈ શકતા નથી. પણ કેમ ઉદયમાં આવી જાય પછી તેમાંથી
Page #10
--------------------------------------------------------------------------
________________
७०६
જીવને છુટકારો થતો નથી. તે અવસ્થા જીવને પ્રાપ્ત કરવી જ પડે છે ટૂંકમાં સંગો મળવામાં કમ કારણભૂત છે અને તે તે સંયોગોમાં શાંતી કે અશાંતીથી રહેવું તેમાં આત્માને સવળો કે અવળો પુરૂષાર્થ કારણ છે, અને જે આ પ્રમાણે વ્યવસ્થાને સ્વીકાર કરવામાં ન આવે અને કર્મકૃત કૃતૃવના પણ પરાધીનપણે જ વર્તવાનું હોય તો આત્મા ના પુરુષાર્થને ઘાત થાય છે પણ એવું નથી. આત્માને અઘાતી કર્મની વ્યવસ્થામાં ફેરફાર કરવાની શક્તિ નથી પણ જાગૃતિના પ્રભાવે સાધક ઘાતી કર્મને ક્ષયોપશમ કરી શકે છે અને તેથી જ મોક્ષ માર્ગ પણ ચાલુ રહે છે. મેહનીય કર્મ ઉપર વિજય મેળવવાથી મેક્ષ મળે છે અને જે મેહનીયની જાળમાં ફસાઈ જઈએ તો સંસાર મળે છે. મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓ જીવને ૨૮ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ કરાવે છે. એમાં રતિ–અરતિની આ પ્રવૃત્તિ પણ તે તે કર્મને આધીન છે. વિકૃતિ છે, વિભાવ છે, જે મુક્તાત્માઓ કર્મને આધીન નથી. સિદ્ધ બુદ્ધ મુક્ત થયા છે એમને કે કમજન્ય વિકૃતિ નથી. અને કર્મજન્ય કઈ પ્રવૃત્તિ પણ તેમને કરવી પડતી નથી. એમને હસવાનું નથી રવાનું નથી, રાજી કે નારાજ થવાનું નથી. ડર કે શોક નથી કાંઈ જ કરવાનું શેષ રહેતું નથી. તે સિદ્ધ પરમાત્મા તે સર્વ કર્મરહિત મુક્ત છે. નિરંજન નિરાકાર છે. જન્મ મરણ શરીરાદિ રહિત શુદ્ધાત્મ સ્વરૂપી છે. સચ્ચિદાનંદમય છે, આનંદ ધન સ્વરૂપ છે. જગતમાં સિદ્ધો જ ફકત અશરીરી હોય છે.
હસવું, રડવું રાગ-દ્વેષ કરવા, ડરવું, લડવું, ઉદ્વેગ કરો પ્રિય વસ્તુ ઉપર રતિ કરવી, અપ્રિય ઉપર અરતિ કરવી. આ બધી કર્મવશ પ્રવૃત્તિઓ છે. કર્મજન્ય નાટક છે. બીજુ કાંઈ નથી વિકૃતિ સ્વરૂપ છે અને વળી બીજી વાત તે એ છે કે તે તે કર્મને ઉદયથી જીવ તેવી તેવી પ્રવૃતિ કરતે જાય છે અને ફરી તે પ્રવૃત્તિથી નવા નવા કમ બાંધતે જાય છે. આ ચક સંસારમાં સતત ચાલુ છે. કર્મથી પ્રવૃત્તિ અને પ્રવૃ– વૃત્તિથી કમ આ રીતે સંસાર ચલાવતા જ રહેવું અને કર્મ બાંધતાં જ રહેવું એને ક્યાંય અંત જ નથી દેખાતે. અનંતકાળ પસાર થઈ ગયો હોવા છતાં આજે જ્યાં હતાં ત્યાં જ છીએ જેવા હતા તેવા જ છીએ. તે વળ ચાલી જ રહ્યું છે. હવે આને ઉકેલ શી રીતે આણુ શકાય? તેને એક જ જવાબ છે કે આત્માનું જ્ઞાન મેળવી
Page #11
--------------------------------------------------------------------------
________________
७०७
કર્મીના ઉદયને વિભાવ માની સ્વભાવદશામાં લીન રહેવા પ્રયાસ કરવા આથી નવા કમબ ́ધ એછે. થશે, જૂના કર્માં ખરી જશે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ જે અવરાયેલુ છે તે પ્રગટ થશે.
અનેક જન્માની સમાન પ્રવૃત્તિએ
આત્મા એ આ સાંસારમાં અનત જન્મ! કર્યાં છે. અન ત જન્મ મરણુ ચુક્ત આ સંસારમાં જ્યારે પણ જે પણ પ્રવૃત્તિએ કરી છે. તે બધી એક સરખી સમાન છે. દાખલા તરીકે આહાર, નિદ્રા ભય, મૈથુન સેવન વિષય વાસનાની કામ ક્રીડા, હસવું, રાલુ, ખાવું, પીવુ શુભ અશુભ પદાર્થા કે વ્યકિત પ્રત્યે રાગ દ્વેષ કરવા, કલેશ કષાય, હર્ષ, શેક, ભાગ, ઉપભેગ વિગેરેની હારી પ્રવૃત્તિએ પ્રત્યેક જીવે પેાતાની અંનત જન્મ પરપરામાં કરી છે. આજે કાઈ પણ જીવ નવી એક પણ પ્રવૃત્તિ કરતા નથી. અનેક જન્મેાના કર્મ જન્મ સ ંસ્કાર જીવ ઉપર પડેલા છે અને એને આધીન પરાધીન થઈને જીવ પ્રવૃત્તિ કરી રહ્યો છે. ભૂતપૂર્વ જન્માના સંસ્કારવશ આજે આ જન્મમાં અને આ જન્મના સંસ્કાર વશ વળી પુનઃ જન્મામાં જીવ પ્રવૃત્તિ કરશે. કમ`જન્મ પ્રવૃત્તિનું આ ચક્ર અનંત જન્મ જન્માન્તરીમાં ચાલતું હતું. અને ત જન્મ સુધી ચાલુ રહેશે. પર તુ જો પ્રમળ પુરુષાર્થ કરીને જીવ પ્રવૃત્તિમાં પરિવતન કરે તે કરી શકે છે. અનાદિકાલીન સČજ્ઞાનુસાર પ્રવૃત્તિને જો શ્રી અરિહંતની આજ્ઞાનુસાર પ્રવૃત્તિમાં ફેરવી નાંખે તે આ જન્મ મરણની પરપરાના અંત આવી શકે છે. અને જો આ પરાક્રમ ન ફેરવે તે કવશ જે પ્રવૃત્તિનું' વિષયચક્ર ચાલી રહ્યું છે તે ચાલુ જ રહેશે. અહીથી મરીને પશુ-પક્ષી, નરક દેવની ગમે તે દુનિયામાં જાય તેા પણ આ તે ચાલુ જ છે. આથી વિચારો કે આજે જીવ નવું શું કરે છે ? કાંઇ નહીં. સ’સાર એ માત્ર વાસનાનું પુનરાવત ન છે. નૂતન સર્જન કાંઈ જ થતુ નથી. જેવી રીતે માતા-પિતાની તરફથી વારસાગત આનુવંશિક રૂપમાં સંસ્કાર મળે છે. તેવી જ રીતે પૂર્વજન્મના સ`સ્કાર પણ જન્માંતરીય આનુવ’શિકતાના રૂપમાં મળે છે. હવે આ 'સ્કારાની ચુંગાલમાંથી બહાર નીકળવાના પ્રબળ પુરુષાર્થ કરવા જોઈ એ. આ “દેઢ સ’કલ્પ કરીને કમજન્ય પ્રવૃત્તિને આછી કરવી જોઇએ છેડી દેવી જોઈએ અને
Page #12
--------------------------------------------------------------------------
________________
૭૦૮
આત્મગુણુજન્ય પ્રવૃત્તિ કરવી જોઈએ. આત્મગુણજન્ય અથવા આત્મગુણાનુરૂપ પ્રવૃત્તિ કરવાથી જ જીવ કર્મજન્ય પ્રવૃત્તિના ચકથી છૂટી શકશે. પછી કમબંધ જ નહીં થાય અને તેના ફલસ્વરૂપ જીવને કર્મરહિત પિતાની શુદ્ધ-અવસ્થા પ્રાપ્ત થશે.
પ્રવૃત્તિમાં સહાયક ત્રણ કરણ
એકલે આત્મા સંસારમાં કાંઈ કરી શકતો નથી. આથી આત્માને સંસારમાં રહેવા માટે શરીર જોઈએ. કાયિક પ્રવૃત્તિ જીવ શરીરથી કરે છે. વાણીના વ્યવહાર માટે વચન ગ જોઈએ અને એજ પ્રમાણે, વિચાર કરવા માટે મકાન દ્રવ્ય જોઈએ. આત્માને સંસાર ખેડવા માટે મન, વચન અને કાયાના ત્રણ મુખ્ય સાધને મળ્યા છે. બધી પ્રવૃત્તિમાં આ ત્રણ પ્રબળ કારણ છે. આથી આ ત્રણે કરણ સ્વરૂપ કહેવાય છે, મન, વચન, કાયા આ ત્રણે ખરાબ પણ નથી અને સારા પણ નથી. આ તે જડ છે. પુદ્ગલ રૂપ છે. પુદ્ગલમાં સારૂં અને ખરાબ શું હોઈ શકે ? તેમાં કોઈ સારા નરસાનો ભેદ નથી. આ ત્રણનો ઉપયોગ આત્મા કેવી રીતે કરે છે. એના ઉપર આધાર છે. તલવાર કે પિસ્તોલ સારી છે કે ખરાબ ? એને જવાબ તો એના ઉપગ ઉપર આધારિત છે. શસ્ત્રો રક્ષણ પણ કરી શકે છે અને સ્વહત્યાથી ભક્ષણ પણ કરી શકે છે. બંને કાર્યો છે બંને કાર્યોમાં તે નિર્દોષ છે દોષ રહિત છે. કારણ કે જડનો આધાર તે ચેતન પર અવલંબે છે. ચેતન આત્મા જે જડને યથાર્થ ઉપગ કરે છે તે ઠીક; તે શુભ બને અને ચેતન-આત્માએ જે તેને દુરૂપગ કર્યો તે તેને અશુભતાની પ્રાપ્તિ થાય તે ખરાબ પૂરવાર
થાય.
બસ આવી જ રીતે મન-વચન-કાયાને ઉપગ પણ જીવ જેવા પ્રકારને કરે છે. એના ઉપર તેનો આધાર છે. આ ત્રણે યેગો કર્મ. બંધનનું કારણ બની શકે છે અને કર્મક્ષયનું પણ કારણ બની શકે છે અને કારણ હોવાથી તેને કરણ કહેવાય છે. આ ત્રણે કરણેનું પિત-પિતાનું કાર્ય છે. મનથી વિચારવું, વચનથી બોલવું, વાણને. વ્યવહાર કરે અને શરીરથી કાયાથી બધી પ્રવૃત્તિ કરવી.
Page #13
--------------------------------------------------------------------------
________________
મનેયેગની પાપ પ્રવૃત્તિ
શાસ્ત્રકારોએ મનને સારું પણ કહ્યું છે અને ખરાબ પણ કહ્યું છે. જે કે મન તો સારું પણ નથી અને ખરાબ પણ નથી, પરંતુ પ્રવૃત્તિની શુભાશુભતા ઉપર મનની શુભાશુભતા જણાય છે. જ્ઞાની ભગવંતેએ ફરમાવ્યું છે. કે, “ મન પર્વ મનુષ્યાળ વારણાં વંધ-મે . ” મન જ મનુષ્યને કર્મબંધ કરાવવામાં કારણ છે અને આ જ મન કર્મક્ષય કરાવવામાં પણ સાધન છે. આ મન મેક્ષમાં લઈ જવા માટે સહાયક બની શકે છે અને આ મન સંસાર ભવની પરંપરા વધારવામાં પણ કારણ બની શકે છે. હવે શું કરવું ? કર્મક્ષય કરે કે બંધ કરવો ? આ તે જીવ ઉપર નિર્ભર છે. જીવ જે ઈ છે તે કરી શકે છે. આથી મન ખરાબ પણ નથી અને સારું પણ નથી. તે જડ પિગલિક છે. આત્માના અધ્યવસાય ઉપર મનની શુભાશુભતા રહેલી છે. મને એ પ્રવાહી જેવું છે. પ્રવાહીને જેમ સ્વતંત્ર આકાર નથી. જેવું વાસણ એવો આકાર તે લે છે. બસ, તેવી જ રીતે બહુલતાએ જેવા શુભાશુભ નિમિત્તો મળે તેવું મન શુભાશુભ બને છે. આથી વિવેકી ઉત્તમ આત્માએએ હંમેશા શુભ નિમિત્તોનું દેવ-ગુરૂ-ધર્મનું અવલંબન લેવું જોઈએ અને અશુભ નિમિત્તથી લાખે પેજન દૂર રહેવું જોઈએ. જેમ આગને અહીએ તે દાઝીએ અને ન અડીએ તે ન જ દાઝીએ–બસ તેવી રીતે મનને શુભ પ્રવાહમાં રાખનાર સાધકે ઉંચા આલંબનો ઉત્તમ સાહિત્ય ગુણસંપન મિત્રોને આશ્રય કરવો જોઈએ. માણસમાં સંતતા અને શેતાનીયત બંને રહેલી છે. કેને પ્રાદુર્ભાવ કરવો છે ? તે નક્કી કરીને તેવા નિમિતેને સેવવા જોઈએ. જીવ પિતે જ મનઃ પર્યાપ્ત વડે. મનઃ પ્રાણ પેદા કરે છે. અને એના સામર્થ્યથી મનઃવર્ગણાના. પુદ્ગલોનું ગ્રહણ કરી વિચાર રૂપે પરિણુમાવી અવલંબન કરી વિસર્જન કરે છે. આ રીતે જીવની વિચારશક્તિ કામ કરે છે. શુભ-અશુભ ધ્યાનની ધારા
હવે જીવ મનના માધ્યમથી જે પણ વિચાર કરે છે, તે બધા જ શું શુભ વિચાર જ હોય છે ? ના, જીવ, સારા નરસા બંને પ્રકારના વિચાર કરે છે. વારંવાર આવતા વિચારોનું કેન્દ્રીકરણ કરવું અને જે વિષયના વિચારો આવે છે. તેમાં મન ને એકાગ્ર કરવું એ જ ધ્યાન કહેવાય.
Page #14
--------------------------------------------------------------------------
________________
છે. આથી હેમચંદ્રાચાય મહારાજે ચૈત્રશાસ્ત્રમાં ધ્યાન ને માટે ‘વિચય' શબ્દના પ્રયાગ પણ કચેf છે. વિચયએ વિચારનુજ પર્યાયવાચી નામ છે. અહી વિચય ધ્યાન અર્થમાં વપરાયેલા છે. વિચાર જ્યારે ધ્યેય રૂપ પદાર્થની સાથે તન્મય થઈ જાય છે. ત્યારે તે ધ્યાન બની જાય છે. મનના શુભ-અશુભ વિચારાના આધાર ઉપર ધ્યાનના પણ મુખ્ય એ વિભાગ કરવામાં આવ્યા છે. સારા વિચારોનું ધ્યાન શુભ હોય છે. અને ખરાખ વિચારોનું ધ્યાન અશુભ હોય છે.
T શુભ ધ્યાન
૭૧૦
ધ્યાન
I
T
અશુભ ધ્યાન
I
ધમ યાત ૪
શુકલધ્યાન ૪
રોદ્રધ્યાન ૪
શુભ ધ્યાન અને અશુભધ્યાનના મુખ્ય બે વિભાગ થયા. શુભયાનના પેટાભેદ્ય રૂપે ધમ ધ્યાન અને શુકલધ્યાન છે અને અશુભધ્યાનના પેટાભેદ રૂપે આ ધ્યાન અને રૌદ્રધ્યાન છે. ધમ ધ્યાનના ૪ પ્રકાર છે. (૧) જીનેશ્વર પ્રભુની આજ્ઞાને વિચાર કરવા તે આજ્ઞાવિચય (૨) જીનેશ્વર પ્રભુની આજ્ઞા ન માનીએ તે કેવાં નુકશાન થાય છે. તેનુ ચિતવનએ અપાય વિચય (૩) કર્મીના ફળના વિચાર કરવા તે વિપાકવિચય અને (૪) સંસ્થાન સંધી જે વિચાર કરવા તે સસ્થાન વિચય ધમ ધ્યાન છે. અવિરતિ સમ્યગ્રણી જીવ મુખ્યતાએ આજ્ઞાવિચયનું અવલંબન લે છે. દેશવરતિધરને માટે અપાય વિચયનું અવલંબન મુખ્તાએ હોય છે. સવિરતિધરને પરીષહ અને ઉપસર્ગ વખતે જ્યારે દઢતા ખૂટે છે ત્યારે કર્મના વિપાક ને નજરસમક્ષ ૬ાખીને ધર્મધ્યાનમાં સ્થિર રહે છે. અને અપ્રમત મુની સંસ્થાન વિચયનું ધ્યાન કરી તેમાં સ્થિર થઈ ગુણશ્રેણીમાં આગળ વધી શકે છે. આ ધમ ધ્યાનથી આગળ વધી જીવ જ્યારે શુકલધ્યાનમાં પ્રવેશ કરે છે. ત્યારે શુકલધ્યાનના વિષય તે વધુ ને વધુ સુક્ષ્મ ખનતા જાય છે. તે શુકલધ્યાનના ચાર પ્રકાર છે. તેમાંથી બીજા પ્રકારમાં આગળ વધતા જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે.
આ ધ્યાન ર
Page #15
--------------------------------------------------------------------------
________________
૭૧૧
ભગવાન મહાવીર પ્રભુ તથા જેમણે જેમણે કેવળજ્ઞાન મેળવ્યું છે. તે બધાને શુકલધ્યાનમાં જ પ્રાપ્ત થયું છે. આજે તે શુકલધ્યાનને વિચ્છેદ છે.
આજકાલ તે ધર્મધ્યાનનું પ્રમાણ પણ ઘણું ઘટી ગયું છે અને અશુભધ્યાનનું પ્રમાણ ઘણું વધી ગયું છે. જે આત્માના માટે ઉપયોગી નથી, કર્મબંધ કરાવનાર છે. તે અશુભ માન છે. જ્યારે ધર્મધ્યાન તે કર્મક્ષયકારક, નિર્જરામાં સહાયક છે. આથી તે શુભ છે. આજે અશુભધ્યાનની પ્રવૃત્તિ ઘણું વધી ગઈ છે અને મનુષ્ય જેવું વિચારે છે અને તદનુસાર કિયા-પ્રવૃત્તિ પણ કરી લે છે. વૃત્તિ અને પ્રવૃત્તિને અંતર રહેતું નથી. પૂર્વે તો વૃત્તિમાં એક પાપ પ્રવેશે તે પણ તેની હેયતાનું ભાન થતાં પ્રવૃત્તિમાં પાપને પ્રવેશ થતો ન હતે અથવા વિલંબે થતું હતું. વિવેકના માધ્યમથી આ કાર્ય બનતું આજે વિવેકના અભાવમાં આ વસ્તુ જોવા મળતી નથી. આથી જ્યાં વિચારમાં
જ મલિનતા છે ત્યારે આચારમાં પવિત્રતાની ગંધ પણ ક્યાંથી જેવા ! મળે? એટલા માટે આત–રૌદ્રધ્યાનથી પ્રેરિત થઈને જીવ જે પ્રવૃત્તિ
કરે છે તે અશુભ છે. પાપ પ્રવૃત્તિ છે અઢાર પાપસ્થાનકેમાં તમે વિચારે કે મનેાગ દ્વારા કેટલા પાપ કર્મ બંધાય છે?
૧૮ પાપ' સ્થાનકમાં મગના પાપ
| | | | |
| | | ક્રોધ માન માયા લેભ રાગ દ્વેષ રતિ-અરતિ મિથ્યાત્વ
હવે જે વિચારવામાં આવે તે અઢારે પાપ સ્થાનકનું મૂળ ઉત્પત્તિ સ્થાન મન જ છે. હિંસા, જૂઠ, ચેરી મૈથુન વિગેરે સર્વ પાપ પ્રથમ તે મનમાં જ ઉત્પન થાય છે. પછી વચનના વ્યવહારમાં આવે છે અને પછી કાયામ-શારીરથી પાપ થાય છે. છતાં પણ અઢાર પાપસ્થાનમાં કેટલાક પાપમાં મનેયોગની પ્રવૃત્તિની પ્રધાનતા છે. ઉપરોકત ૮ પાપમાં મનાયેગની પ્રધાનતા છે. મૃષાવાદ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પરિપરિવાર, માયા મૃષાવાદ વિગેરે વચનગની પ્રધાનતાવાળા પાપ છે અને પ્રાણાતિપાત, ચેરી, મિથુન, પરિગ્રહ વિગેરે અનેક પાપમાં.
Jaih Education International
Page #16
--------------------------------------------------------------------------
________________
૭૧૨
કાયયોગની પ્રાધાન્યતા છે. આથી આ રીતે મન, વચન, કાયાની પ્રધાનતા તે તે પાપસ્થાનકમાં રહેલી છે. છતાં પણ વચન અને કાયાને સંચાલક મન હોવાથી મનની તપાસ રાખવીએ વધુ ઉપયોગી છે. આમ તે જોવા જઈએ તો મનમાં ઉદ્દભવેલા અશુભ વિચારેથી બીજાને કઈ નક્કર નુકશાન થતું નથી. વચનથી બોલાયેલા શબ્દોથી બીજાને માનસિક દુઃખ થઈ શકે છે પણ કાયિક વેદના સહન કરવી પડતી નથી જ્યારે કાયાથી કોઈની હિંસા વિગેરે થાય તો બીજા જીવને જોક્કસ સહન કરવું પડે છે. આમ જોવા જતાં કાયાના પાપોથી વધુ નુકશાન દેખાય છે. પણ આ તે સ્થૂલદષ્ટિનું ગણિત છે. સૂક્ષ્મ દષ્ટિથી જોતાં ૧૦૦ વાર વિચાર આવે ત્યારે ૧ વાર વચન આવે છે. એટલે મન એ જ વચન અને કાયયોગને નિયામક છે માટે જ ગુર્જર દેશના પરમ આહંત શ્રી કુમારપાળ રાજાએ એ અભિગ્રહ ધારણ કરેલ કે મનમાં કેઈ અશુભ વિચારે આવે તે તેના દંડ રૂપે એક ઉપવાસ કર વચનથી કાંઈ અગ્ય ભાષા પ્રયોગ થઈ જાય તે તેના દંડ રૂપે એક બીલ કરવું અને કાયયેગના અશુભ આચરણ પ્રત્યે એક એકાસણુને દંડ રાખેલ. આના રહસ્યને વિચાર કરીએ તો સમજાશે કે જેણે મનગ ઉપર આટલું કડક નિયંત્રણ મુકયું છે તેના પાપે વચન અને કાયાગમાં અવતરે જ કયાંથી? રતિ-અરતિ એ મ ગનું પાપ છે.
પ્રસ્તુત પુસ્તકમાં આજે જે પાપસ્થાનકનું વિવેચન કરાઈ રહ્યું છે તે રતિ-અરતિ નામનું પંદરમું પાપસ્થાન છે. રતિ અને અરતિને સામાન્ય શબ્દાર્થ આ પ્રકારે છે. રતિ એટલે પ્રિય લાગવું આનંદ થ. અનુકુળ પદાર્થોમાં સુખ માનવું અને અરતિ એટલે બરોબર તેનાથી વિપરીત અપ્રિય લાગવું, દુઃખ થવું, પ્રતિકુળ વ્યક્તિ કે વસ્તુમાં અપ્રીતિ, અરૂચી, ગ્લાનિ કે દુખ થવું તે અરતિને અર્થ છે. આ રતિ-અરતિના શબ્દાર્થ જેયાથી તમને સુસ્પષ્ટ રીતે જણાયું હશે કે આ બંને માનસિક-વૈચારિક પાપ છે. મનમાં-વિચારધારામાં આ પાપે ઉત્પન્ન થાય છે. પછી મન-વચન ને આદેશ આપે છે કે તું મારું આટલું કામ પૂરું કરી આપ અને એ રીતે કાયાને પણ આદેશ આપે છે અને કાયાના સહારે બીજાનું અપમાન તિરસ્કાર કરાવવા વિગેરે પિતાની
Page #17
--------------------------------------------------------------------------
________________
૭૧૩
મેલી મુરાદને પાર પાડે છે. છેવટે મન પણ બિચારું એકલું શું કરે? વિચાર કરવાથી વધારે બીજી કઈ ક્ષમતા (સામર્થ્ય) તેનામાં છે જ નહી. આથી સ્વયં વિચાર કરીને પછી વચન ચોગ અને કાયયોગ દ્વારા પિતાની ધારણાનુસાર કામ કરાવી લે છે પરંતુ રતિ-અરતિની ઉત્પત્તિ તે મનની વિચારધારાઓમાંથી જ થાય છે. આથી પૂ. વાચકવર્યજી યશોવિજ્યજી મહારાજે પંદરમા પાપસ્થાનક રતિઅરતિની સઝાયમાં જણાવ્યું છે કે
“મન કહિપત રતિ–અરતિ છે જ નહીં સત્ય પર્યાય, નહીં તો વેચી વસ્તુમાંજી, કિમ તે સવિ મીટ જાય”
રતિ-અરતિ એ તે મન દ્વારા કરાયેલી કલ્પના માત્ર છે. આથી એમને મનકલ્પિત કહ્યા છે. વાસ્તવમાં તે કોઈ પદાર્થની અંદર રતિ રહેતી નથી. કે અરતિ પણ રહેતી નથી. આથી રતિ-અરતિ એ કઈ રવતંત્ર ગુણ પર્યાયથી યુક્ત દ્રવ્ય નથી. જે આવું ન માનીએ તે વિચારે કે જે વસ્તુમાં પહેલાં રતિ ઉત્પન્ન થઈ હતી, સુખની લાલસા પ્રગટી હતી તે વસ્તુ વેચી દેવાથી તે રતિ કેમ નાશ પામી ગઈ ? રતિ-અરતિને ભાવ જે મને ગત ન હતી અને માત્ર વસ્તુગત જ હેત તે વસ્તુમાં જ હંમેશા તે રહેતા અને પછી વસ્તુના કય-વિજ્યને વ્યવહાર સંભવિત ન થાય. આપણે વસ્તુને વેચત જ નહીં. પરંતુ વસ્તુ ઉપર ગમે તેટલે મેહ હોય કે રાગ હોય છતાં અવસર ઉપસ્થિત થતાં જ્યારે વસ્તુ વેચી દઈએ છીએ ત્યારે વસ્તુ પરનો રતિ ભાવનાશ પણ પામી શકે છે. આથી કહ્યું છે કે રતિ–અરતિ અને મનકલ્પિત માનસિક કલ્પના માત્ર છે. વિચારેની પેદાશ છે. આપણું સ્વીકારેલી કલ્પના છે. સુખ-દુઃખ શું પદાર્થોમાં રહે છે ?
રતિની પાછળ સુખની લાલસા રહેલી છે તો અરતિની પાછળ દુખથી નિવૃત્ત થવાની તમન્ના રહેલી છે. અનાદિ અનંતકાલથી સંસારમાં રહેલા જીવે માત્ર બે જ પ્રયત્ન પૂરજોશમાં કર્યો છે. એક સુખ કેવી રીતે મળે અને બીજું દુઃખ કેવી રીતે ટળે? આ બંને લક્ષયને કેન્દ્રમાં રાખીને જીવે અનન્ત જન્મમાં સતત પ્રયત્ન કર્યા છે. આની પાછળ અનંત કાળ પસાર થયો અનતાન્ત જન્મ વીતાવ્યા.
Page #18
--------------------------------------------------------------------------
________________
૭૧૪
દરેક ભવમાં રતિ-અરતિની વૃત્તિ થતી જ રહી! એક કીડી પણ સાકરના. નાનકડા દાણાને લેવા માટે રાત-દિવસ પુરૂષાર્થ કરે છે. બિલમાંથી બહાર આવે છે અંદર જાય છે પશુ-પક્ષી મનુષ્ય, નારક દેવ વિગેરે સર્વ સુખ પ્રાપ્તિને માટે અવિરત પ્રયત્નશીલ રહે છે. હવે પ્રશ્ન એ થાય છે કે અનાદિઅનંત કાળથી સુખની ઈચ્છાથી જ જીવે પ્રબલ પુરૂષાર્થ આચર્યો છે તે માટેના અનેક રસ્તાઓને એડી ચૂકયો છે છતાં આજ દિવસ સુધીમાં સંપૂર્ણ સુખી કેણ બની શકયું છે? અને સર્વથા દુઃખમુક્ત કોણ બન્યું છે? આના જવાબમાં તમે કોઈ ઉદાહરણ આપે કે અમુક વ્યક્તિ સંપૂર્ણ સુખી છે અને સર્વથા દુખથી રહિત છેતે પણ તે માનવા હું તૈયાર નથી કારણકે સૌ પ્રથમ સંસારમાં પૂર્ણ સુખ છે જ નહીં અને જે સંસારમાં દુઃખ રહિત સંપૂર્ણ સુખ હેત તે તો કેઈપણ સંસાર છોડીને દીક્ષા લેત જ નહી. શાલિભદ્ર પણ સંસાર છોડીને દીક્ષા લીધી છે. આ વાતની ઈતિહાસ સાક્ષી પૂરે છે. આજે તે શાલિભદ્રની સમકક્ષ દુનિયામાં એક વ્યક્તિ પણ નથી છતાં શાલિભદ્દે આ સુખાભાસોને સર્વથા ત્યાગ કર્યો અને ચારિત્ર અંગીકાર કરીને આત્મ સાધના કરી.
આપણે સંસારના ભૌતિક-પૌગલિક પદાર્થોમાં સુખ માન્યું છે તે આપણી કેટલી મોટી અજ્ઞાનતા છે? આ પુદગલ પદાથ નાશવંત છે, ક્ષણિક છે સડન ગલનના સ્વભાવવાળે છે. આવા વિનાશી પદાર્થમાં આપણે શાશ્વત સુખની કલ્પના કરી લીધી! આપણે સુખ-દુઃખ પદાર્થોની પ્રાપ્તિમાં માન્યું છે પરંતુ થડે વિચાર કરે, શું આ તમારી માન્યતા સત્ય છે! અજ્ઞાનમૂલક નથી! તમે જાપાનથી ર૦૦ રૂપિયાને એક સુંદર જગ લાવ્યા. એને જોઈ તમે બહુ રાજી થયા. તમારુ સુખ તમારામાં સમાતું નથી. તમે તેની પ્રશંસા કરી છે. પરંતુ દુર્ભાગ્યવશ બીજા ત્રીજા દિવસે તમારા છોકરાના હાથથી તે એકાએક પડી ગયે અને કુટી ગયે, ટુકડે ટુકડા થઈ ગયા. અંતે જડ વસ્તુ જ હતી. ફૂટવાવાળી હતી અને કુટી છે. એટલું જ વિશેષ છે કે જે વર્ષો પછી કુંટવી જોઈતી હતી, તેને બદલે બે દિવસમાં કુટી ગઈ અને તમને દુઃખ થયું નારાજ થઈ ગયું શું તમે તમારા મનને સમજાવી શકતા નથી કે કુટવાવાળી વસ્તુ જ કુટી છે. વિનાશી પુદ્ગલને વિનાશ થયો છે. તે ક્ષણિક જ હતું. એક માત્ર ચેતન તત્વ જ અજર અમર
Page #19
--------------------------------------------------------------------------
________________
૭૧૫
શાશ્વત રહે છે. આ આત્માની મેહ દશા એટલી વિચિત્ર છે, અજ્ઞાન પણ એટલું પ્રબળ છે, કે જે નિત્ય અવિનાશી શાશ્વત આત્મા છે, તેને માટે કોઈ પ્રયત્ન કરતા નથી, એના ઉર્વીકરણની ચિંતા નથી અને જે નાશવંત-ક્ષણિક પુગલની પાછળ લાખો પ્રયત્ન કરીને પોતાની શકિત વેડફી રહ્યો છે. શું આ વિરુદ્ધ પ્રયત્ન નથી? અરે, ભાઈ વિનાશી જડ તત્તના સંગ અને વિયેગમાં રાજી અને નાખુશ શા માટે થાવ છે? તેમાં રતિ અરતિ શા માટે રાખે છે? અને વળી આ ભાવે પણ ફરતા રહે છે. એક વસ્તુ એક કાળે તમને રતિ પેદા કરી શકે છે. તે જ વસ્તુ અન્ય કાળે તમારા માટે અરતિનું કારણ પણ બનતી હોય છે, અને આવા વિષમ ભાવોનું વિષમય ચક્ર સદા માટે ચાલુ જ છે. અને આત્માની બરબાદી થાય છે. જેને જે સ્વભાવ છે. સ્વરૂપ છે, તે પ્રમાણે તે બને છે. એમાં આપણે રાજી-નારાજી રાખવાની હતી જ નથી, સુગંધ કે દુર્ગ ધ બંને પુગલને સ્વભાવ છે. તે પછી આત્માએ શા માટે સુગંધમાં રતિ રાખવી અને દુધમાં અરતિ રાખવી? પુદ્ગલને એણે તે બંનેમાં જ્ઞાના, દષ્ટાભાવ રાખીને જીવવું જોઈએ. કર્તા, ભેટતા ભાવ આત્મા માટે બાધક છે માટે તેનાથી અળગા રહેવું જોઈએ.
રતિ–અરતિ ભાવ ઉત્પન્ન થાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે આપણી પાસે પદાર્થોનું વાસ્તવિક તત્ત્વજ્ઞાન નથી. દ્રવ્યોનું વાસ્તવિક સ્વરૂપ આપણે જાણતા નથી માટે આ ભૂલનું પુનરાવર્તન થાય છે. આપણા જીવનની કમનસીબી એ છે કે આપણે જીવનમાં તત્વજ્ઞાનને સ્થાન આપ્યું નથી, મહત્ત્વ આપ્યું નથી અને યથાર્થ તત્વજ્ઞાન વિના સમ્યગજ્ઞાન શી રીતે આવશે ? અને સમ્યગૂજ્ઞાન વિના આધ્યાત્મિક જ્ઞાન કે સાધના શી રીતે થઈ શકશે? આજે સેંકડો પદાર્થો મળ્યા પછી પણ આપણે દુઃખી કેમ છીએ? અપૂર્ણતાને, અસલામતીને અનુભવ શા માટે થાય છે? મોહ અને અજ્ઞાન આના માટે જવાબદાર છે. પ્રભુએ સાચે જ કહ્યું છે કે, “ના રઘુ મામચં” અજ્ઞાન એ મહાભય છે. આ જ ભયંકર નુકશાન કરાવે છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
૭૧૬
દ્રવ્યનું વાસ્તવિક સ્વરૂપ
દ્રવ્યનું વાસ્તવિક સ્વરૂપ બતાવતા શ્રી સર્વજ્ઞ કેવળી ભગવાને દ્રવ્યની ત્રણ અવસ્થા બતાવી છે. તસ્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે,
Wત્તિ-કચચ-ૌથયુન સત્” સર એટલે દ્રવ્ય, પદાર્થ વસ્તુ ઈપણ દ્રવ્ય જગતમાં ઉત્પન્ન થવાના સ્વભાવવાળું, નાશ પામવાવાળું અને નિત્ય રહેવાના સ્વભાવવાળું છે. વસ્તુ પિતાના મૂલભૂત પરમાણુ સ્વરૂપમાં નિત્ય રહે છે એ સુવર્ણ દ્રવ્યના પરમાણુઓના સંજનથી એક દિવસ વીંટી બની તે વીટીની ઉત્પત્તિ થઈ અને એક દિવસ વીંટી અપ્રિય બનતા તેને નાશ કરી ગળાની ચેઈન બનાવી તે હવે શું થયું? વીંટી પયયને નાશ, ચેઈન પર્યાયની ઉત્પત્તિ થઈ અને સોનું પિોતાના મૂળ સ્વરૂપે નિત્ય રહ્યું. - ઘરની વહુએ સસરાને વીંટી આપતા કહ્યું, કે આની ચેઈન બનાવી આપો. સસરાજીએ સનીની પાસે વીંટી ગળાવીને ચેઈન બનાવી અને વહુને આપી તે વહુ ખુશ થઈ ગઈ. બીજે વર્ષ ફરી વહુએ કહ્યું, પિતાજી હવે આ ચેઈનની બંગડી બનાવી આપે, સસરાજીએ તે પ્રમાણે કર્યું. પછી ફરી કમર પરને કંદોરે તેમાંથી બનાવડાવ્યું. પછી ચોથા વર્ષે ઘડીયાળને પટ્ટ બનાવરાવ્યો.આ રીતે૮-૧૦ વર્ષ સુધી આ ક્રમ ચાલુ રહ્યો. દરેક વખતે વહુ રાજી થતી ગઈ. વળી જ્યારે નારાજ થતી ત્યારે વસ્તુને આકાર બદલાવી લેતી. પરંતુ સસરાને શું થતું હતું ? તેમને રાજી કે નારાજી શા માટે ન હતી થતી? તેનું શું કારણ? એમની સ્વસ્થતા અને શાંતીનું કારણ તે જ છે કે તેઓ જાણે છે કે ગમે તેટલા તેના પર્યાય બદલાય તો પણ સેનું તે તેનું જ છે. સુવર્ણદ્રવ્ય મૂળભૂત દ્રવ્યત્વની દૃષ્ટિથી હંમેશા નિત્ય જ છે. એમને શું નુકશાન થતું હતું ? એમને દ્રવ્યની કિંમત હતી અને તે તે દરેક અવસ્થામાં સમાન જ હતી. જ્યારે વહુને તેની પર્યાયની અપેક્ષા હતી તેથી તે રાજી થતી હતી. આ રીતે વસ્તુને આ સ્વભાવ જ છે કે એક પર્યાયની ઉત્પત્તિ થાય છે. બીજા પર્યાયનો નાશ થાય છે અને વસ્તુ સદા : ધ્રુવ-નિત્ય રહે છે. આટલું જ્ઞાન જે આપણા બધાને થઈ જાય તે પછી સુખ, દુઃખ, રતિ–અરતિ વિગેરે ઉત્પન્ન જ ન થાય. આ સૂત્રને જગતના સર્વ પદાર્થમાં લગાડે.
Page #21
--------------------------------------------------------------------------
________________
૭૧૭
આ શરીર પણ જડ પુગલ પદાર્થ છે. હવે જન્મ થતાં શરીરની ઉત્પત્તિ થાય છે અને મૃત્યુ થતાં શરીરને નાશ થાય છે. આ રીતે જન્મ મરણની અવસ્થામાં શરીરની ઉત્પત્તિ અને નાશ થાય છે. પરંતુ શરીરમાં રહેવાવાળો આતમા તે અજરામર શાશ્વત રહે છે. આથી મૃત્યુની પછી થતા જન્મમાં આત્માને બીજી કઈ અવસ્થા (આકૃતિની) પ્રાપ્તિ થશે અને ફરી મૃત્યુ થશે, ફરી જન્મ થશે અને દરેક જન્મ-મરણમાં આત્માનું નિત્ય તે કાયમ રહેશે. સેનાના આભૂષણની પર્યાય જેમ બદલાય છે તેમ શરીરના પર્યાય પણ બદલતા રહે છે. આ ઉત્પાદ વ્યય છે. અને ધ્રુવ, નિત્ય, શાશ્વત રહેવાવાળું તે આત્મદ્રવ્ય છે. આ તત્વજ્ઞાન આપણને જન્મમાં હર્ષ નથી કરાવતું અને મૃત્યુમાં શાક નથી કરાવતું. આટલું જ્ઞાન જીવનમાં શાંતિ આપવા સમર્થ બને છે. આવેલા મહેમાનને વળાવવા ગયા.
એક શેઠને એકને એક પુત્ર ભરયૌવનમાં મૃત્યુ પામ્યો. અચાનક મૃત્યુ થતાં સૌ અવાકુ બની ગયા. તે સમયે શેઠના ઘરે ૮-૧૦ મહેમાન કઈ ખાસ કાર્ય માટે આવેલા હતા. શેઠે તેઓને કહ્યું, કૃપયા તમે ૨-૪ કલાક અહીં તહીં ફરીને આવો બે-ચાર મંદિરના દર્શન પૂજા કરીને આવે. મારે ઘણું જ જરૂરી કાર્ય છે. તે પતાવીને પછી આપણે મળીએ. આ બાજુ મહેમાન દશન પૂજા કરવા ગયા અને શેઠે થોડા પાડેશીને બોલાવ્યા. થોડા લેકો ભેગા થઈને સ્મશાનયાત્રા કાઢી સ્મશાનમાં જઈને અગ્નિસંસ્કાર કરીને શેઠજી ઘરે આવી ગયા. પેલા મહેમાન પણ આવી ગયા. મહેમાનને આ વાતની ગંધ પણ ન હતી. તે અગત્યની વાતમાં પરવાઈ ગયા. મહેમાનેએ પૂછયું કે એ કયું અનિવાર્ય કાર્યો તમારે હતું કે જેથી તમે અમને ૨-૪ કલાક માટે બહાર મોકલી દીધા? શેઠે કહ્યું કે તમારા આવ્યા પહેલાં કઈ મહેમાન આવ્યા હતા, તેમને જવું હતું આથી તેઓને પહોંચાડવા ગયે હતું. આ બાજુ મહેમાને જોડે વાતચીત કરીને શેઠને એક અનિવાર્ય મીટીંગમાં જવાનું હતું એટલે જલ્દી જલદી વાતચીત કરી દેતા ત્યાં મીટીંગમાં પહોંચી ગયા. મીટીંગમાં બધા સભ્યો આવીને તૈયાર બેઠા હતા અને શેઠની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ઘણે સમય પસાર થઈ ગયું હતું, અને શેઠ જ
Page #22
--------------------------------------------------------------------------
________________
૭૧૮
પ્રમુખ હતા. અને એના વિના બધું કાર્ય શેકાઈ રહ્યું હતું. શેઠ પહોંચ્યા બધાએ કાર્ય આગળ વધાર્યું. તેટલામાં કેઈએ શેઠને પૂછ્યું, શેઠજી ! આજે કેમ મેડું થયું ? શું વાત હતી? ત્યારે શેઠે જવાબ આપે કે અરે ભાઈ શું કરું? એક મહેમાન આવ્યા હતા. તેને અમારા ઉપર ઘણે સનેહ હતું. તેને જવું હતું, તેને મૂકવા ગયે હતું એટલે વિલંબ થયે છે તે જરૂરથી ક્ષમા કરો બધાએ વાત સહજતાથી
સ્વીકારી લીધી. કેઈ એના અદંપર્યને સમજયા નહી. બે-ત્રણ દિવસ પછી વાત બહાર આવી કે શેઠને એકને એક છોકરો અકાળે અચાનક અવસાન પામેલ છે. જ્યારે મીટીંગના સભ્યોએ આ વાતને જાણી ત્યારે બહારથી આવેલા મહેમાન અને બધા સભ્ય શેઠને આશ્વાસન આપવા આવ્યા. શેઠને સ્વસ્થ જોયા પછી પૂછ્યું કે તમે તે કહેતા હતા કે હું મહેમાનને વળાવવા ગયે હતું અને અહીં તે આ વાત સાંભળી છે તે તેમાં સત્ય શું છે? શેઠે કહ્યું કે બંને વાતેનું સ્વરૂપ અને અર્થ તો એક જ છે. બંને વાત સત્ય છે, અરે ભાઈ સાંભળો ! આ સંસાર તે ચાર દિવસની ચાંદની જે પંખીને મેળે છે. મારે ઘેર પુત્રને જન્મ થયેલ ત્યારે એક અતિથિ મારે ઘેર આવેલ કઈ બે– ચાર દિવસના મહેમાન હોય છે કેઈ અમુક વર્ષના મહેમાન હોય છે. બસ, તેની અવધિ (મર્યાદા) પૂરી થઈ ત્યારે તે ઘર છોડીને ચાલી ગયો. હવે જ્યારે તે ગમે ત્યારે હું મશાન સુધી વળાવવા ગયો હતો. સંસારમાં બધા પરિવારમાં મહેમાનેનું આવાગમન આવી રીતે અવિરત ચાલુ છે અને લોકવ્યવહાર પ્રમાણે આપણે તેમને વળાવવા પર જવું પડે છે. લોકોને આશ્ચર્ય થયું કે શેઠ રડતા નથી પણ મુખ પણ દિલગીરીની રેખા પણ નથી. શેઠ જણાવે છે કે એમાં રડવાનું કેઈ કારણ નથી અરે એને આત્મા તો શાશ્વત છે. તે અજર અમર નિત્ય છે. આ શરીરને એણે અહીંયા બનાવ્યું હતું અને અહીં છેડીને ચાલ્યો ગયો. શરીરને સાથે લઈ જવાનું નથી અને વળી બીજી વાત તે એ છે કે એનું સમગ્ર જીવન અત્યંત પવિત્ર હતું. તે લોકપ્રિય, પરગજુ અને સાત્વિક જીવન જીવીને પરલોક સીધાવ્યો છે. હવે એના ગુણાનુવાદને આપણે યાદ કરીને તેમાં જ કલ્યાણ છે આજે નક્વેર દેહે તે આપણી પાસે નથી પણ ગુણદેહે તે આજે પણ વિદ્યમાન છે. આમાં રેવાની જરૂર જ નથી માણસને પોતાને સ્વાર્થ ઘવાય છે ત્યારે રેવું આવે
Page #23
--------------------------------------------------------------------------
________________
૭૧૯
છે. શેઠે તત્વજ્ઞાનને જાણ્યું હતું એમ નહી' પણ પચાવ્યું હતુ', આત્મસાત્ કર્યું હતુ. એટલે રૂદન, શેાક, કકળાટ, ઉકળાટ, રિત, અતિ, સુખ, દુઃખના પ્રશ્ન જ ઉપસ્થિત થતા નથી, શાંત સ્વસ્થ ચિત્તે જ્ઞાની ગંભીર શેઠ પ્રસંગમાંથી સમ્યગ્ રીતે પસાર થઈ રહ્યા છે.
ગાતસ્ય પુછ્યો મૃત્યુ— જે જન્મ્યા છે તે જરૂરથી મરશે. એમાં તા કે!ઇ શકાને સ્થાન નથી. આથી મનુષ્ય માત્ર મરણાધીન છે. જન્મ એ જ મૃત્યુની આમંત્રણ પત્રિકા છે. આ જગતને શાશ્વત નિયમ છે. એટલે ાઇએ મૃત્યુમાંથી ખચવુ હાય તા અજન્મા બનવુ જોઈએ. તીથકર મહાવીર પ્રભુ જેવા પણ નિર્વાણ પામ્યા, એમને પણ મરવુ પડ્યુ. હા એમના મૃત્યુમાં અને માપણા મૃત્યુમાં અ`તર છે. એમણે મૃત્યુનું મૃત્યુ કર્યું, સ્વયં મરીને નિર્વાણ, માક્ષ પ્રાપ્ત કર્યાં. સદા માટે જન્મ-મરણના આ વિષચક્રમાંથી તે મુક્ત થઇ ગયા. એમનુ નિર્વાણુ પણ અમારા માટે કલ્યાણ કરવાવાળું કલ્યાણક ખની ગયું.. પરંતુ આપણું મરણ્ તે આપણુ પણ કલ્યાણ કરવાવાળું અનતુ નથી પછી બીજાના કલ્યાણની તા વાત જ કયાં છે? આથી જાતસ્ય ધ્રુવે. મૃત્યુ આ સિદ્ધાંત બિલકુલ સાચા છે, જે જન્મ્યા છે તે જરૂર મરશે, પણ જે મરે છે તે જન્મે પણ ખરી અને ન પણ જન્મ, મૃત્યુ પહેલાં જેણે આયુષ્યકમ, ગતિ વિગેરે નામ કમ ખાંધ્યુ' છે, એટલે કે આગળને જન્મ નિશ્ચિત કરીને જે મરે છે. તેને અવશ્ય જન્મ ધારણ કરવા પડે છે. પરંતુ જેએ મૃત્યુને પણ મારીને મરે છે, મૃત્યુને ઉપર વિજય મેળવીને મરે છે, એમને ફરી જન્મ લેવા પડતા નથી, મૃત્યુને મહાત્સવ મનાવવા એ જ મોટી વાત છે, મેાતથી ડરવાનુ નથી પણ મૃત્યુને ડરાવીને મરવાનું છે એમાં જ આનંદ છે. જગતના વાસ્તવિક વરૂપને અવલે કન કરીને પેાતાના કે અન્યના જન્મ-મરણમાં રતિ-અતિ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે,
જન્મ મરણના નિમિત્તો રતિ-અતિ,
ઘરમાં ખાળક જન્મવાના છે. તે પહેલાં જ ચિંતા થાય છે કે કરા આવશે કે કરી? જન્મ બાદ સમાચાર મળ્યા કે છેકરાના જન્મ થયા છે તે! તે સાંભળતાં અત્યંત આનંદ થાય છે. જીવ નાચવા માંડે છે, પેંડાની પ્રભાવના કરે છે. ઈચ્છા મુજબ થવાથી રતિ ભાવ
Page #24
--------------------------------------------------------------------------
________________
૭૨૦
વધી જાય છે અને માને કે છોકરીને જન્મ થયે તે પછી એકદમ દુખી થાય છે, જાણે કે હિમાલયને પહાડ તૂટી પડયે, દચ્છિા વિરૂદ્ધ કાર્ય થતાં દીવેલ પીધા જેવું મોડું થઈ જાય છે. મારવાડના કોઈ દેશમાં રિવાજ છે કે છોકરાને જન્મ થાય તો થાળી વગાડે અને છેકરીને જન્મ થાય તે સુપડું વગાડે. આટલી અરતિ શા માટે થઈ? જેની ઈચ્છા ન હતી તે થયું માટે અરતિ થઈ અરે આ બધું કર્માધીન છે તેમાં આટલા રાગ-દ્વેષ શા માટે કશ્યા જોઈએ? રતિભાવ એ રાગની પૂર્વાવસ્થા છે. જેવી રીતે ગાડી આવે છે ત્યારે એંજીન પહેલાં આવે અને પછી ડબ્બા આવે છે માત્ર બંને વચ્ચે ત્રણ-ચાર કુટનું જ અંતર છે બસ તેવી જ રીતે રતિની પાછળ રાગ આવે છે અને અરતિની પાછળ દ્વેષ આવે છે. માટે જન્માદિ પ્રસંગે છોકરાકરીને નિમિત્ત બનાવીને શા માટે નિરર્થક રતિ–અરતિનું સેવન
કરવું ?
૩૨ છોકરા મરી ગયા તે પણ અરતિ નથી થઈ.
મહાસતી સુલસા જેવી પરમ શ્રાવિકાને કોઈ સંતાન નથી. પતિદેવ નાગસારથિ એ ઘણા પ્રયત્ન પછી દૈવી સાધનામાં સફળતા પ્રાપ્ત કરી અને દૈવી ફળ ફુલસાને ખવડાવ્યું. ગાનુયેાગ ભવિતવ્યતા વશ સુલસાએ ૩૨ બાળકોને જન્મ આપ્યો. આ ૩૨ સંતાન મગધ સમ્રાટ શ્રેણિકના અંગરક્ષક બન્યા, વીર યૌદ્ધા બન્યા. ચેડારાજાના યુદ્ધમાં બત્રીસે પુત્રે મરી ગયા. જ્યારે આ સમાચાર સુલતાને મળ્યા ત્યારે વિચારે કે એને શું થયું હશે ? આપણી કલ્પના કરતાં બીજી જ ઘટના બની. સુલસાએ અંશમાત્ર પણ કલ્પાંત કર્યું નથી. ૩૨ પુત્ર ન હતા ત્યારે પણ કોઈ અફસ, દુઃખ, ચિંતા, અરતિ ન હતી અને ૩૨ પુત્રે થઈ ગયા તે પણ કેઈ હર્ષ, આનંદ નથી. તેણે રતિ-અરતિને ભાવ જ રાખે નથી. ઠીક છે, સંસાર છે સારું-ખરાબ, સંયોગ વિયેગ બધું જ થઈ શકે છે. સંયોગ વિયોગના ગર્ભને ધારણ કરીને જન્મ લે છે. કર્મની વિચિત્રતાવાળો આ સંસાર છે. સંસારમાં આવું નહીં થાય તો બીજે કયાં થશે? આ દૃષ્ટિથી તેણે મનને સમજાવી લીધું. આના ઉપરથી બેધ લેજે કે અનુકુળતામાં રતિ રાખવી અને પ્રતિકુળતામાં અરતિ રાખવી. આ બંને અવસ્થા દુઃખદાયી છે. અરતિ
Page #25
--------------------------------------------------------------------------
________________
૭૨૧
દુખદાયી છે. એ તે બધાને સમજાય છે. પણ રતિ એ પણ કલેશ કરનારી છે એ તે જ્ઞાની જ સમજી શકે. રતિ-અરતિને પાપ શા માટે કહેવાય છે?
કદાચ તમારા મનમાં પ્રશ્ન થશે કે રતિ-અરતિને પાપ શા માટે કહેવાય છે? આ તે સાંસારિક જીવને સમયાનુસાર, નિમિત્તા કે પ્રસંગવશ કે પરિસ્થિતિવશ મનમાં ઉપસ્થિત થતા વૈચારિક ભાવ છે એમાં પાપ શું ? અનુકુળ પરિસ્થિતિમાં, સંચાગમાં આનંદ થે એ તો સ્વાભાવિક ભાવ છે અને તે જ રીતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં, સંયોગમાં અરતિ, અપ્રીતિ થવી કે દુઃખ થવું એ સ્વાભાવિક છે. એમાં પાપને પ્રશ્ન જ કયાંથી સંભવે ? તમારો પ્રશ્ન ઠીક છે - હવે તમે થોડા ધ્યાનથી વિચાર કરે. અહીં કો વિષય છે? આત્મા મૂળભૂત ચેતન તત્વ છે. અનન્તજ્ઞાન દર્શન ચારિત્ર વિગેરે ગુણવાન ચૈતન્ય છે. પિતાનું મૂળભૂત પૂર્ણ શુદ્ધ સ્વરૂપ કર્મના આવરણથી ઢંકાઈ ગયું છે. આચ્છાદિત થયું છે. આવી કર્મમળથી અશુદ્ધ ચેતનાને આપણે કર્મબંધનથી મુક્ત, સિદ્ધ, બદ્ધ બનાવવી છે અને એના મૂળ નિવાસસ્થાન સીદ્ધિધામ મેક્ષમાં સ્થાપન કરવી છે. એટલે કે સંસારમાં કર્મના બંધનથી રહિત કરવી છે, હવે તમે એ તે જરૂથી માને છે કે કર્મબંધનું કારણ પાપ પ્રવૃત્તિ છે. આમાં કર્મ ક્ષયના માટે પોતાના હિતમાં જે કાંઈ કરે તે ધર્મ છે. લાભદાયી છે. અને કર્મબંધ કરનારી પ્રવૃત્તિ આત્મા માટે અહિતકારક છે, નુકશાન કારક છે. અનન્ત સુખનો સ્વામી સચ્ચિદાનંદ વરૂપ તો આત્મામાં છુપાયેલું પડયું છે. હવે તેને બાહ્ય પદાર્થોમાં સુખ માનવાની જરૂરીયાત જ કયાં છે? અને બાહા જડ પદાર્થોના સંચય સંગ્રહમાં આત્માને સુખ માનવાની કયાં જરૂર છે? અને તેને પ્રાપ્ત કરવાની પણ જરૂર નથી. આત્મા પોતાનું મૂળ સ્વરૂપ ભૂલીને અથવા છેડીને કે પરપદાર્થ કે બાહ્ય વસ્તુ કે વ્યક્તિમાં શા માટે રાગી બને છે? આ પ્રવૃત્તિ શું આત્માને હિતકારી છે? ના, કયારે ય નહી. અને તેથી કમને બંધ થાય છે. આ પાપ પ્રવૃતિ છે, આવી ૧૮ પ્રકારની પાપ પ્રવૃત્તિઓ બતાવાઈ છે, એમાં ૨તિ–અરતિનું સ્થાન પંદરમું છે, પર પદાર્થ પ્રત્યેનું આકર્ષણ કે અપાકર્ષણ શું આત્મા માટે હિતકારી છે? આ પ્રવૃત્તિથી
Page #26
--------------------------------------------------------------------------
________________
૭૨૨
આત્મા મોક્ષ તરફ ગતિ કરશે? આ પ્રવૃત્તિ શું આત્માને સ્વગુણે પાસ ના કે કમક્ષચમાં સહાયક બનશે? સંભવ જ નથી, આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વિચારીએ તે વાસ્તવિકતા જરૂરથી સમજાશે. તમે સાંસારિક, વ્યાવહારિક દષ્ટિકોણથી જુઓ છે એટલે તિ-અરતિ પાપરૂપે દેખાતા નથી. પરંતુ આ યથાર્થ સત્ય સ્વરૂપ નથી. માની લે કે સેંકડે પદાર્થો ઉપર રતિ–પ્રીતિ કરીને તેને ઘણે સંગ્રહ પણ કર્યો કઈ કેટલાય માણસે પ્રત્યે પણ પ્રીતિપૂર્ણ વ્યવહાર કર્યો? પરંતુ અંતે શું થશે ? મૃત્યુના સમયે જ્યારે શરીર, સગા-સંબંધી, સ્નેહી સ્વજન અને સેંકડે પદાર્થોને છોડીને જ્યારે જવું પડશે ત્યારે એમાંથી તમારી સાથે શું આવશે? આ બધું એકી સાથે છેડતાં આત્માને દુઃખ નહીં થાય ? મરતાં સમયે ઘણું જ અત્યંત દુ:ખી થતાં જોવા મળે છે. તેમની આંખમાંથી ગંગા-જમનાનો પ્રવાહ વહેતે જોવા મળે છે, વિચારો કે તે વખતે તે જીવેની કેવી અવદશા થાય છે? મેં જ ઉભે કરેલ સમસ્ત સંસાર મારી સમક્ષ ઉપસ્થિત છે અને બધાને છેડીને મારે એકલાએ નિરાધારપણે જતાં રહેવાનું !!! અનિચ્છા હોવા છતાં અહીં બીજે કઈ વિકલ્પ નથી. યમરાજા આગળ કોઈનું કંઈ પણ ચાલતું નથી. મૃથુ ઉપર જીવને સૌથી વધુ અપ્રીતિ છે, અરતિ છે, મૃત્યુના ભયનું મેટું દુઃખ છે. પણ તેનો ઉપાય શું છે? એક ક્ષણમાં બધુ જોતાં જોતાં જવું પડશે. એમાં કેઈ અપવાદ નથી, આંખે સદા કાળ માટે બંધ થઈ જશે. ચિરનિદ્રાધીન બનવું પડશે, નાચ વો મૃત્યુ, જન્મેલાને મરણ નિચે છે. અને મૃત્યુ સમયે એક અંશ માત્ર રતિભર સેનું, ચાંદી, દાગીના, આભુષણ, સગા-સંબંધી કઈ સાથે આવનાર નથી, રાગદ્વેષના સંસ્કારો, પુણ્ય-પાપ સાથે આવનાર છે. તે વિવેકી જીવે આ લેકની ઉપાસના કરતાં પરલોકનું ભાથું પણ અવિશેષ પણે બાંધવું જોઈએ.
સુખ-દુઃખની વૃતિ પણ પાપ કરાવે છે.
શું મનમાં સુષુપ્તપણે રહેલી સુખની લાલસા કેઈ પાપ નથી કરાવતી? અને એજ રીતે મનમાં રહેલી દુઃખ નિવૃત્તિની તમન્ના શું કઈ પાપ નથી કરાવતી? અરે ધ્યાનથી વિચારીએ તે એને જેટલી પાપ કરાવવાવાળી
Page #27
--------------------------------------------------------------------------
________________
૭૨૩
બીજી કઇ વૃત્તિ છે? અઢાર પાપસ્થાનકાના સેવનની પાછળ સુખપ્રાપ્તિની ઈચ્છા પ્રમળ કારણ છે. કેઇ પણ રીતે મને સુખ મળવુ જોઈએ અને મારૂ દુઃખ જલ્દીથી ટળવુ જોઈએ! દુઃખ એક દિવસ પણ આવે તેા જીવને ગમતુ નથી, કારણકે દુઃખ અપ્રિય છે અને છે સુખ હંમેશા અન્ય રહે એ માટે જીવ દિવસ રાત સુખની પાછળ દોડધામ કરે કરે છે. કેાઈ અહી તા કાઈ પરદેશમાં, કોઈ વ્યાપાર માટે તા કોઇ ફરવા માટે દોડી રહ્યો છે. દુનિયાભરની વસ્તુઓને! સંગ્રહ કર્યાં. ઘરની સજાવટ કરી, અગલા ધાન્યેા. બધું જ કર્યું, કારણકે જડ વસ્તુઓથી સુખ મળશે એવી માન્યતા તેણે સ્વીકારી છે, આ જ મેટું અજ્ઞાન છે. ક ખ ધનુ કારણ છે. સુખ એ આત્માના સ્વભાવ છે, જડને નહીં. આથી જડ પૌદ્ગલિક પદાથેŕમાં નથી સુખ કે નથી દુ:ખ! સુખ અને દુઃખ આત્માની ભ્રાન્ત અવસ્થા છે. જે વસ્તુમાં રાગ છે, આસક્તિ છે, રતિ છે, ત્યાં સુખ છે અને તમને જે વસ્તુ પ્રતિકૂળ લાગી એમાં અતિ, અપ્રીતિ દુ:ખ છે. સુખ દુઃખ કોઈ વસ્તુમાં રહેતા નથી. વસ્તુના સ ંગ્રહ કે ત્યાગમાં સુખ દુઃખ નથી, પણ જીવે અજ્ઞાનવશ ઈષ્ટ વસ્તુના સંચેાગમાં સુખ અને વિચેાગમાં દુઃખ માન્યું છે. અને તેથી જીવ દુઃખી થાય છે, પણ પાણીમાં ઘી શેાધા તે કયાંથી “મળે? પાણીને લેાવવાથી માખણ કયાંથી નીકળવાનું છે? સ, તેવી જ રીતે જડ પદાર્થાંમાં સુખ શેાધવાથી નહી' મળે ! ઉલ્ટુ જેના પ્રભાવે તમે આજે સુખી છે, તે જ વસ્તુ તમને આવતીકાલે દુઃખ આપનારી નીવડશે. ગરમ ઉનનું સ્વેટર ઠંડીમાં સુખદ છે પણ ગરમીની ઋતુમાં તે જ દુઃખદાયી બને છે. જીવે પદાર્થીમાં આરાપિત ભાવ કરીને સુખ દુઃખની કલ્પના ઉભી કરી દીધી, પણ હકીકત તે નથી. પ. પૂ. ઉપાધ્યાયજી મહારાજ સ્પષ્ટ કહે છે કે,
તિ-અતિ છે વસ્તુથી છ, તે ઉપજે મનમાંહિ. અંગજ વલ્લભ સુત હેાવે જી, યુકાદિક નહીં કાંહી. '
રતિ-અરિત અર્થાત્ સુખ-દુઃખ જડ વસ્તુઓમાંથી જ ઉત્પન્ન થાય છે એ માનવુ વ્યાજી નથી. રતિ-અરતિની કલ્પના માનસિક સંસ્કૃતમાં અંગ જ શબ્દની બળાત્ નાચતે કૃતિ જ્ઞ એમ વ્યુત્પત્તિ છે, જે પેાતાના શરીરમાંથી ઉત્પન્ન થાય તે અંગજ કહેવાય.
Page #28
--------------------------------------------------------------------------
________________
૭૨૪
પુત્ર, જૂ વિગેરે, પુત્ર પણ પિતાના જ અંગમાંથી ઉત્પન્ન થાય છે. અને જૂ પણ તેમાંથી ઉત્પન્ન થાય છે. પુત્ર વીર્યથી ઉત્પન્ન થાય છે. અને જૂ વિગેરે પસીનાથી ઉત્પન્ન થાય છે, બંને અંગજ હોવા છતાં પુત્ર ઉપર રતિ છે, નેહ છે અને માથા ઉપર જે જૂ છે તેના ઉપર અપ્રીતિ છે. અરતિ-દ્વેષ છે. જે રતિ-અરતિ ન હોય તે બંનેમાં કોઈ ફરક નથી. રતિ–અરતિની પરિવર્તનશીલતા
આ બંનેમાં બહુ ઝડપી પરિવર્તન આવે છે. આજે રતિ છે, કાલે અરતિ થશે, ક્ષણ ક્ષણમાં બદલાતી આ પ્રક્રિયા છે. આ મનોગત વૃત્તિ છે. આથી મન જેવી ચંચળતાને મને ગતવૃત્તિઓ પણ અનુસરે છે. રાગશ્રેષના પરિવર્તનની સાથે રતિ–અરતિનું પરિવર્તન પણ થાય છે. ગરમ ગુલાબી, ગળી ચા મળે તો તે મન રાજી થઈ જાય છે. પણ ઠંડી, મળી, કડક ચા મળે તે મન નારાજ થઈ જાય છે. તેવી ચા મેંમાં પણ જતી નથી, કદાચ ગુસે આવે તે કપરકાબી પણ ફેંકી દે. ચામાં સપ્રમાણ સાકર છે તે રતિ છે. પણ જો ભૂલથી પત્નીએ ચા માં મીઠું નાંખી દીધું તે એકદમ અરતિ થશે. ચા ગરમ જોઈએ. પાણી તે ઠંડુ જ જોઈએ. દુધ તે હુંફાળું જોઈએ. આ રીતે રતિ-અરતિના ભાવે ક્ષણ ક્ષણમાં બદલાતા રહે છે,
અને માટે જ રતિ–અરતિને જુદી જુદી કરીને સવતંત્ર પાપસ્થાન નથી કહ્યું, પતિને પંદરમું પાપસ્થાન અને અરતિને સોળમું પાપ એમ ન કહેતાં બંનેને પંદરમાં પાપસ્થાનમાં સમાવેશ કર્યો છે. આનું કારણ છે કે રતિ-અરતિ જે ઉત્પન્ન થાય છે તે એક જ પગલિક વસ્તુના સંગ-વિયોગથી ઉત્પન્ન થાય છે. વસ્તુ એક જ છે. એની સંયેાગ વિયાગની અવસ્થા જુદી જુદી છે. આથી ત૬ જન્ય રતિ-અરતિ ભાવ પણ ભિન્ન ભિન્ન છે, પરંતુ મૂળ ઉદ્ગમરથાન તો એક જ વસ્તુ કે વ્યક્તિ છે. અને બીજું કારણ એ છે કે આ અનુકુળતાથી કે પ્રતિકૂળતાથી ઉત્પન માનસિક કલ્પના માત્ર છે, સંગને વિગ થાય છે, જે કારણ-પ્રસંગથી માનસિક આનંદ ઉત્પન્ન થયો હતો, રતિ થઈ હતી, તે કારણ પ્રસંગના હટી જવાથી, નાશ પામવાથી માનસિક શાક, અપ્રીતિ દુખ પણ થાય છે. જગત પરિવર્તનશીલ છે, માટે રતિ-અરતિ પણ
Page #29
--------------------------------------------------------------------------
________________
૭૨૫
પરાવર્તન પામ્યા કરે છે. આજે જ્યાં રતિ છે ત્યાં થોડા સમય પછી અરતિ આવી શકે છે અને જ્યાં અરતિ બેઠેલી છે ત્યાં કાલાન્તરે રતિ પોતાનું સામ્રાજ્ય ફેલાવી શકે છે. આમ બંનેની વારા ફરતી ઉપસ્થિતિ થતી હોવાથી જ્ઞાનીઓએ બંનેને પંદરમાં પાપસ્થાનકમાં સમવતાર કર્યો છે. એ જ જ્ઞાની મહાપુરૂષોની દીર્ધદર્શિતા છે. સંપત્તિમાં સુખ છે કે દુખ?
એક નિર્ધન ગરીબ ભિખારીને ૫ લાખ રૂા. ની લેટરી લાગી. તે અત્યંત ખુશ થયો. આનંદ વિભોર બની ગયો. એણે યુક્તિપૂર્વક વ્યાપાર કર્યો, ભાગ્ય ખીલી ઉઠયું, કુદરત તરફેણમાં રહી અને બે-ચાર વર્ષમાં બીજા ૫ લાખ કમાવી લીધા. હવે દસ લાખ રૂપિયા થયા, તેના આનંદની સીમા નથી પરંતુ સંધ્યાના રંગની જેમ ભાગ્યદશા પરવારી અને ૫ લાખ રૂ. નું ધંધામાં નુકશાન થયું. હવે તે માથું પછાડીને રૂવે છે. અત્યંત દુઃખી, વ્યાકુળ બની ગયું છે એની ચિંતાને કઈ પાર નથી. એને મિત્ર જે એની પરિસ્થિતિને જાણે છે. તેણે આવીને સમજાવ્યું, અરે ભાઈ તું શા માટે આટલે દુઃખી છે? ત્યારે તેણે કહ્યું કે પ લાખનું નુકશાન થયું છે. બહુ મોટી ચિંતા છે. આ દુઃખને સહન કરવું એ મારી શક્તિની બહારની વાત છે. મોટે ફટકે પડે છે.. મિત્રે તેને તાત્વિક સમજણ આપી કે ભાઈ ! તારા પ લાખ રૂા ચાલી ગયા તેને તું વિચાર કરે છે? પણ હકીકતને યથાવસ્થિત જેવાને પ્રયત્ન કર. તારી પાસે બીજા પાંચ લાખ તે છે જ ને? ૧૦ લાખમાંથી ૫ લાખ ગયા, ઠીક છે. ધંધામાં નફો-તોટો તે ચાલ્યા જ કરે છે. આ તે લક્ષ્મી છે. એને શાસ્ત્રમાં ચંચળ જ કહી છે, અને વળી વિચાર કર કે ભૂતકાળમાં તું એક દિવસ ભીખારી હતે. રામપાત્ર. સિવાય તારી પાસે કશું જ ન હતું તેના મુકાબલે આજે તા ૫ લાખ રૂા. રોકડા છે,
બસ આ વિધાયક દષ્ટિથી મિત્રના દુ:ખની માત્રા ઘટી ગઈ થર્મોમીટરના પારે ૧૦૩ ડીગ્રીથી પડીને ૯૮ ઉપર આવી ગયે. બધું બરોબર થઈ ગયું.
આપણે આ સ્વભાવ થઈ ગયું છે કે આપણી પાસે શું નથી? કેટલું નથી ? તેની જ વિચારણા પ્રધાનપણે કરીએ છીએ. અને તેથી
Page #30
--------------------------------------------------------------------------
________________
૭૨૬
- વધારે દુઃખી બનીએ છીએ. હવે માત્ર દષ્ટિનું પરાવર્તન કરીને નથી ની અપેક્ષાએ શું છે? એ જોવાનું શરૂ કરી દઈએ તે તરત જ તમે સુખી બની જશે. સુખી બનવાને આ સરળતમ ઉપાય છે. ઉણપની ઉપસ્થિતિ ન કરતાં શું શું છે? તેને વિચાર જે પ્રધાનપણે કરવામાં આવે તે તરત જ ચિંતા દૂર થઈ જાય છે. દુઃખને પણ સુખ માનવું એ જ મહાનતા છે. પથરાને પગથીયું બનાવવાની કળા જે હસ્તગત થઈ જાય તે ધરતી ઉપર વર્ગનું અવતરણ થઈ શકે !!! રતિ-અરતિના પાપથી કમબંધ
મોહનીયકર્મના ઉદયથી રતિ-અરતિ થાય છે અને તેનાથી ફરી મેહનીયકર્મ બંધાય છે. આમ આ વિષવર્તુળ ચાલુ જ રહે છે. આજે જે જે વસ્તુ અને વ્યક્તિ પ્રત્યે આપણે રતિઅરતિ રાખીએ છીએ તેનાથી ફરી મેહનીય કર્મને પ્રબળ બંધ થાય છે અને પછી ભવાતંરમાં આ પાપી સંસ્કાર વશ ફરી રતિ-અરતિની પ્રવૃત્તિ થશે અને ફરી કમબંધ થશે. ઉદયકાળે ફરી પાપબંધ આમ અનંત પરિકમ્માથી પણ તેને અંત આવો મુશ્કેલ છે. એને અંત દુધરે છે. અને તેથી અનંત જમે વીત્યા પછી પણ હજી તે ઠંદ્રથી જીવને મુક્તિ મળી નથી. અઢાર પાપસ્થાનેમાંથી કેટલાક પાપ પાપસ્થાન પણ છે અને કેટલાક પાપ રવયં કમ પ્રકૃતિ રૂપે પણ છે. જેવી રીતે ક્રોધ, માન, માયા, લેભ રાગ દ્વેષાદિ કમ પ્રકૃતિ રૂપે છે. આ બધી મેહનીયકર્મની પ્રકૃતિ છે. એ જ રીતે રતિ–અરતિ પાપસ્થાન છે. અને મેહનીય કર્મની નવનેકષાયમાં હાસ્યાદિ ષટ્રકની અંદર રતિ અરતિને સમાવેશ થાય છે. હવે આ કર્મના ઉદયથી આ પ્રવૃત્તિ અને ફરી એ પાપ પ્રવૃત્તિથી ફરી કર્મ પ્રકૃતિને બંધ. ઈડા અને મરઘી, બીજ-વૃક્ષની જેમ આ ક્રમ ચાલુ છે. આ કર્મચકમાંથી છુટકારો કયારે થશે ? છેવટે કયારેક તે આ કમ તેહ જ પડશે! એને ઉપાય અહીં જ છે. આજે જ રતિ-અરતિની પાપ પ્રવૃત્તિ બંધ કરી દે, જરૂર આગળ આ કર્મ નહીં બંધાય અને એકવાર આ કર્મબંધથી બચી ગયા તે પછી આગળ તમારે બચાવ સુશકય છે. હવે કમથી જે તમે બચવા ચાહે છે તો સૌ પ્રથમ પાપથી બચવું જરૂરી છે. અઢારે પાપસ્થાનકેની નિવૃત્તિ સ્વીકારો. આ બધા હેય-ત્યાજ્ય છે. વજર્ય છે. અનાચરણીય છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૭૨૭
અધ્યાત્મ માર્ગની પ્રવૃત્તિમાં અવરોધક પાપસ્થાન
ગુણસ્થાનકેની શ્રેણી પર ચઢતા, આત્મગુણેને વિકાસ કરતા આત્મા માટે તથા અધ્યાત્મ માર્ગની પ્રગતિ પથ પર આગળ વધતા આત્માને માટે પાપસ્થાન અવરોધક છે. ગતિ અવધકનું કામ કરે છે. આત્માની વિશુદ્ધિને રોકે છે. અધ્યાત્મ શુદ્ધિને કુંઠિત કરે છે. રતિ– અરતિ પણ આ પાપસ્થાનેની શ્રેણીમાં છે. જેનામાં નાનું પાપ પણ ઘણુ ખતરનાક છે. તે પાપસ્થાન આવતી વખતે બીજા કેટલાય પાપસ્થાનેને પોતાની સાથે ખેંચી લાવે છે. ક્રોધાદિ કષાયને, કલહ, અભ્યા ખ્યાન, પશુન્યાદિ કેટલાય પાપસ્થાનકેને ખેંચી આણે છે અને ત્યાં સુધી કે પાપાના રાજા–પ્રાણાતિપાત–હિંસા અને મૃષાવાદ–જૂઠ વિગેરે. બધા પાપેને ખેંચી તાણે છે અને મહાભારતનું સર્જન કરી બેસે છે. આથી આત્માને વિકાસક્ષેત્રે વિનરૂપ બને છે. કર્મ ક્ષયની પ્રવૃતિમાં, ધર્મારાધનામાં તે વિન રૂપ બને છે. ભગવદુપાસનામાં અંતરાય રૂપ બને છે. કેઈપણ સ્વરૂપે જુઓ તે પાપ આત્માને માટે લાભદાયી છે. નથી જ. એના સેવનથી આત્માને કોઈ ફાયદો નથી, આથી અધ્યાતમ માર્ગમાં પ્રગતિ સાધનાર સાધકેએ પાપસ્થાનેથી સાવધાન રહેવું જોઈએ. અને પાપ પ્રવૃત્તિથી બચવું જોઈએ. પ્રગતિ પથ ઉપર ચઢેલા આત્માને નીચે પાડવાનું, એ જ પ્રમાણે બાહ્ય પદાર્થોમાં આકર્ષણ કરાવવાનું કામ રતિ કરે છે અને એમાં જ દુઃખને અનુભવ કરાવનાર, કામ અરતિ કરે છે, આથી આ બંનેથી બચવું એ જ હિતાવહ છે. સાહિત્ય દર્પણુમાં રતિ-અરતિ ભાવ,
સાહિત્ય દર્પણમાં નવ રસનું વિશેષ વિવેચન કર્યું છે. જેમાં એક શૃંગાર રસ બતાળ્યા છે, જે કામાગ્નિને પ્રદીપ્ત કરે છે. આ નવ. રસોના નવ સ્થાયી ભાવ બતાવ્યા છે. “તત શો ...” આમાં નવ સ્થાયી ભાવે છે. એમાં રતિભાવ એ શ્રુગાર રસને સ્થાયિ. ભાવ છે. અહીં રતિને અર્થ કરતાં કહ્યું છે કે
જાર મૂઢાંકુ તિ મા” છે શુંગાર રસના મૂળબીજના અંકુર સ્વરૂપ રતિભાવ છે. અહીં રતિ. આનંદ અર્થમાં છે. શૃંગાર રસ કામોદ્દીપક છે. કામાગ્નિને પ્રદીપ્ત કરનાર
Page #32
--------------------------------------------------------------------------
________________
૭૨૮
છે. ીના અંગાપાંગાદિ જેવા વિગેરેમાં રતિભાવનું નિર્માણ થાય છે. કામશાસ્ત્ર સુરત ક્રીડાને રતિક્રીડાના રૂપમાં બતાવે છે. અહીં પણ તિના અથ આનંદ જ કર્યાં છે. પરંતુ આ આનંદ કામ-શ્રૃંગારના છે. વિષય-વાસનાને છે. સામે જેવા પદાર્થ છે તદનુસાર જીવ તેમાં તિ માનીને આન ંદ કરે છે. આથી રતિ એ પ્રિય, અનુકૂળ પદાર્થાંમાં આનઃ–સુખનો અનુભવ કરાવે છે અને ખીજે ખરાખર એનાથી વિપરીત અર્પિત ભાવ છે. શૃંગાર રસમાં વિરહ–વેદના વિયેાગના દુઃખનેા અનુભવ કરાવનાર અરતિ છે. વિરહાગ્નિથી પીડિત જીવ અરિતના આશ્રય કરે છે. રતિના પ્રતિપક્ષી ભાવ અતિ છે રતિ અતિ એક જ સિક્કાની એ આજુ છે. સિક્કો એક જ છે પણ છાપની દિશા જુદી છે. તે જ રીતે વસ્તુ અને વ્યક્તિ એક જ રહે છે, અને અનુકૂળતા કે પ્રતિકૂળતાના કારણે રતિઅરતિ ભાવ ભિન્ન ભિન્ન થાય છે.
ચિત્ત અરતિ–રતિ પાંખશુંજી, ઉડે પોંખી રે નિત્ય, પિંજર શુદ્ધ સમાધિ મે'જી, રૂ ંધ્યા રહે તે મિત્ત.”
અહી' ચિત્ત મનને પોંખીની ઉપમા આપી છે. મનુષ્યનુ મન એક પક્ષી જેવુ છે અને પક્ષીને જેમ એ પાંખા હેાય છે તે જ રીતે મનરૂપી પક્ષીને રતિ-અતિરૂપે એ પાંખા હૈાય છે. આ બે પાંખાના સહારે મન ઉડે છે. અરે, તિય ચ ગતિમાં તેા પક્ષી ઉડતા ઉડતા કયારે થાકી પણ્ જાય છે અને થાકીને વિશ્રાંતિ માટે કયાંક એસી પણ જાય છે, પરંતુ આ મનરૂપી પક્ષી કયારેય થાકતું જ નથી. તિ-અતિ સ્વરૂપ તેની પાંખા બહુ મજમુત છે. આ મન તે રાત-દિવસ, શહેર-ગામ, નગર, રણ વગેરે કાંઈ જોતું નથી અને નિર'તર ઉડી રહ્યુ છે. કયારેક રતિમાં તે કયારેક અરતિમાં, કયારેક સુખાનુભૂતિમાં તા કયારેક દુઃખાનુભૂતિમાં તેનું ઉડ્ડયન અવિરત ચાલુ છે, આથી મહાપુરૂષા કહે છે કે આનું ઉડ્ડયન રાકવા માટે દેહનુ આ પાંજરૂ કામ નહીં લાગે. આ ઇંડુ પિ'જરમાંથી તા તે ભાગી જાય છે. હવે જો તે સમાધિરૂપી પિ'જરામાં પૂરી રાખે। તે તે સ્થિર રહી શકશે. રતિ-અતિની વૃત્તિ ઓછી કરવાથી મન શાંત રહેશે એ જ ઉત્તમ વિકલ્પ છે. ચિત્તની અસ્થિરતા જ મનને રતિ-અતિ ભાવમાં પરિભ્રમણ કરાવે છે. મનને રૂચિકર લાગે તેમાં રતિ માનવી અને જે અરૂચિકર લાગે તેમાં અતિ
Page #33
--------------------------------------------------------------------------
________________
૭૨૯
માનવી એ જીવનો સ્વભાવ પડી ગયેલ છે. આ ટેવને છોડાવી પડશે. વારતવમાં રતિ–અરતિની નિશ્ચિતરૂપે વ્યાખ્યા જ નથી. કારણ કે મનનું કેઈ ચક્કસ ઠેકાણું જ નથી. શેમાં સુખ માનવું?અને શેમાં દુઃખ માનવું એ મનના હાથમાં છે. જે મન ઈ છે તે દુખદ વસ્તુ કે
વ્યક્તિમાં પણ સુખ માની શકે છે અને નહીં તે સુખદ વસ્તુમાં પણ દુઃખ માની શકે છે. જીવ ચાહે તે બદામ-પિસ્તાને હલ કુકરાવી શકે છે અને કલહ ઉભું કરી શકે છે. આથી રતિ–અરતિનું કાંઈ ઠેકાણું નથી. કારણ કે મનનું કેઈ અવધારણ નથી. પરિસ્થતિના બદલાવા ઉપર મનની વિચારધારા પણ બદલવી રહે છે પણ સાધક તે તેને જ કહેવાય કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ મન:સ્થિતિ બદલતે નથી અને આજ્ઞાનુસારી મનનું પ્રવર્તન કરવા તત્પર રહે છે.
“મવિ મિષ્યતિ આ પણ ચાલી જશે.
એક રાજાના ગળામાં બાળપણથી એક તાવીજ બાંધેલું હતું. વારસાગત બાપદાદા પાસેથી તે મળેલું હતું. એક વાર શત્રુરાજા જોડે યુદ્ધ થયું પ્રબળ શક્તિશાળી શત્રુ રાજાએ આ રાજાને હરાવી દીધો. પરાજય પામેલે તે રાજા એકલા થોડા અંગરક્ષકેની સાથે જંગલમાં ભાગી ગયો અત્યંત થાકેલો તે નિર્જન સ્થાનમાં એક વૃક્ષની નીચે બેઠે હતો, ચિન્તાગ્રસ્ત હતે. તે એકલો જ હતું. બીજી કઈ બાહ્ય પ્રવૃત્તિ ન હતી તેને ઉંઘ આવી રહી હતી. એટલામાં તેને હાથ ગળા ઉપર બાંધેલા તાવીજ ઉપર ગો. રાજાએ તાવીજ તેડી નાંખ્યું અને તેમાંથી નાનકડી કાગળની ચિઠ્ઠી નીકળી તેના ઉપર લખ્યું હતું કે, “મરિ મિષ્યતિ એટલે કે આ પણ ચાલી જશે. (This too shall pass away) રાજા આ શબ્દો વાંચીને ખવાઈ ગયા અને તત્વજ્ઞાન પ્રાપ્ત થયું. રતિ ભાવ થ, આનંદિત થઈ ગયો કે ચાલે આ પણ ચાલી જશે. આ પરાજય પણ ચાલી જશે. આ જંગલ વાસને પણ અંત આવશે. આ દિવસે પણ પસાર થઈ જશે. આ દુખ જવા માટે જ આવ્યું છે. બસ રાજાને આશ્વાસન મળી ગયું. હિંમત વધી ગઈ ઉ થઈ ગયો અને અંગરક્ષકને કહ્યું, ઉભા થાવ, હિંમત રાખે, ફરી સૈન્યની ભરતી કરો ફરી શત્રુ સાથે યુદ્ધ કરીશું, લડીશું, અને જીતીને પોતાનું રાજ્ય પાછું લઈશું. તાવીજના બે શબ્દએ રાજાના ચિત્તમાં ચેતનાનો સંચાર કર્યો. બધા
Page #34
--------------------------------------------------------------------------
________________
૭૩૦
જાગૃત થઈ ગયા. સેનાનું પુન નિમાણ થયું અને યુદ્ધની હાકલ મારી અને ગાનુયોગ ભવિતવ્યતાને વશ રાજાની જીત થઈ. સંપૂર્ણ રાજ્ય પાછું મળ્યું. રાજા ફરી રાજ્યગાદી પર આરૂઢ થયા છે. મહીના પસાર થયા ને ફરી રાજાને અનાયાસે તે તાવીજ ઉપર હાથ ગયા. ફરી રાજાએ તાવી જ ખેલ્યું. ચિઠ્ઠી કાઠી વાંચી. શબ્દો તે તેના તે જ હતા, શબ્દ બદલાયેલા નહી. “બપિ નિર” This too shall pass away મ વઢા નાણા ! આ જ શબ્દોને વાંચીને રાજા જંગલમાં અત્યંત ખુશ થયો હતો અને આજે એ જ શબ્દો વાંચતાં અત્યંત નારાજ થયે. ઘણે ગુસ્સે થશે. ચિંતાગ્રસ્ત થઈ ગયે. અરે, આ પણ ચાલી જશે? આ ઘણી મહેનતથી જે રાજ્ય મળ્યું છે તે પણ શું ચાલી જશે ? વાત તે સાચી જ છે કે એક દિવસ રાજ્ય જવાનું જ છે રાજ્ય કદાચ રહેશે તો આ જીવને પણ જવું જ પડશે. અને જવ જશે એટલે બધું ગયું જ સમજે. તે સમયે જંગલમાં ચિઠ્ઠી વાંચીને પ્રસન્નતા એટલા માટે થઈ હતી કે રાજ્ય મળવાની રતિ હતી, રતિમાં સુખ હતું અને આજે નારાજીચિંતા એટલા માટે છે કે મને મળેલું રાય, પ્રિય રાજ્ય હાથથી ચાલ્યું જશે. તેમાં અરતિ છે. રતિ અને અરતિ બંને ચિન્તા કરાવે છે. બંનેમાં આર્તધ્યાનની માત્રા પ્રબળ છે. રતિમાં ઈષ્ટ સંગની અને ઈષ્ટને વિચાગ ન થાય તેની ચિંતા છે. તો અરતિમાં અનિષ્ટને વિગ કેવી રીતે થાય? અનિષ્ટને સંગ ન થાય તેની સતત ચિંતા છે. રોગ નિવૃત્તિમાં પણ આધ્યાનની ચિંતા છે. નિયાણામાં પ્રાપ્તિની ચિંતા છે. આ રીતે આત્ત ધ્યાનમાં રતિ-અરતિની પ્રક્રિયાએ ચિંતનની પ્રક્રિયા કી લીધી છે અને ચિન્તાની પ્રક્રિયા ઘણી વધારી દીધી છે. રતિ–અરતિ બંનેમાં ચિંતા છે. આથી રતિ-અરતિનું સેવન કરવાવાળે પ્રાયઃ ચિન્તાગ્રસ્ત રહે છે, તમારે કેવું સુખ જોઈએ છે ?
હવે તમને પ્રશ્ન કરવામાં આવે કે તમને કેવું સુખ જોઈએ છે? તે એને ઉત્તર તમે શું આપશે? દા. ત.
(૧) તમને ક્ષણિક સુખ જોઈએ કે નિત્ય સુખ જોઈએ?
(૨) આવેલું સુખ ચાલી જાય તેવું કે હંમેશાને માટે ટકે તેવું જોઈએ?
Page #35
--------------------------------------------------------------------------
________________
૭૩૧
(૩) શું દુઃખ મિશ્રિત સુખ જોઈએ કે એકલું શુદ્ધ દુઃખનિરપેક્ષ સુખ જોઈએ?
(૪) સ્વતંત્ર સુખ જોઈએ કે પરતંત્ર, પરાધીન, પરાવલંબી સુખ જોઈએ?
(૫) શું તમારે ભૌતિક-પૌગલિક સુખ જોઈએ કે આત્મિક આધ્યાત્મિક સુખ જોઈએ?
(૬) શું તમારે મન, વચન, ઈદ્રિથી ભેગવી શકાય તેવું સુખ જોઈએ કે એના વિના પણ સ્વયં આત્મા જ સુખને અનુભવ કરી શકે એવું સુખ જોઈએ? જેવી રીતે આંખે ચાલી જાય તે પણ આત્માને જેવાને આનંદ મળતો જ રહે?
(૭) અંતે પુછું છું કે તમારે સુખ જોઈએ છે કે આનંદ જોઈએ છે? ઠીક છે. અધ્યાત્મ માર્ગની અંદર આવા કેટલાય પ્રશ્નો ઉપસ્થિત. થઈ શકે છે ? પરંતુ હવે તમે જ તેને સાચો ઉત્તર આપે. તમારી. ઈચ્છા શું છે? એક વાત તે નિશ્ચિત છે કે તમે કેઈને પણ પુછો તે કોઈપણ એવું તો નહીં જ કહે કે મને ક્ષણિક, આવીને ચાલ્યું જાય તેવું, અથવા દુખ મિશ્રિત સુખ, પરતંત્ર કે પરાધીન સુખ જોઈએ છે ! આવું તે કઈ સ્વપ્નામાં પણ નહીં કહે. પરંતુ ભૌતિક પૌગલિક સુખ જોઈએ કે આધ્યાત્મિક સુખ જોઈએ ? આ પ્રશ્નને ઉત્તર આપવામાં કેટલાય લોકે ભૂલ થાપ ખાઈ જશે. એવી રીતે મન–શરીર–ઇન્દ્રિયોથી જે જોગવી શકાય એવું કે એના વિના પણ ભેગવી શકાય એવું સુખ? અથવા તે વિષય વાસના જન્ય વૈષયિક સુખ જોઈએ કે નિર્વિષયક સચ્ચિદાનંદ, પરમાનંદ, સ્વગુણરમણાતાનું સુખ જોઈએ? આ પ્રશ્નોના જવાબ આપવાનું કામ મુશ્કેલ છે. કારણકે તમે કયારેય પણ આધ્યામિક-નિત્ય, સ્વતંત્ર નિર્વિષયક, શાશ્વત, અનન્ત સુખની કલ્પના જ નથી કરી. આથી તમારી પાસે તે માત્ર અનુકુળ પદાર્થોમાં રતિજન્ય સુખની જ કલ્પના છે. આટલું જ તમારા જ્ઞાનમાં ભાસે છે. એનાથી ભિન સુખના વિષયમાં તમે કદી ચિંતન પણ કર્યું નથી. મન–શરીર-ઈદ્રિય વિના પણ આમા સુખને અનુભવ કરી શકે છે? એ વાત તમારી બુદ્ધિમાં બેસતી જ નથી. તેથી તમે કેવી રીતે
Page #36
--------------------------------------------------------------------------
________________
૭૩૨
તેને વિચાર કરી શકે? ફલસ્વરૂપે તમારી સુખની કલ્પના શુદ્ર છે, મર્યાદિત છે, એટલે કે રતિ-અરતિ ભાવસ્વરૂપ જ તમારી કલ્પના છે.
પરંતુ એટલું જરૂરીથી ધ્યાનમાં રાખજો કે જે જે પદાર્થોમાં તમે સુખની કલ્પના કરી છે તે પદાર્થ જ નિત્ય નથી. તે જ ક્ષણિક છે, નાશવંત છે, વિનાશી છે. હવે તેના આધાર ઉપર ટકેલું સુખ નિત્ય-શાશ્વત-ચિરસ્થાયી કેવી રીતે હશે? આ તે સંભવિત જ નથી. એથી કરીને એવા અનુકુળ પ્રિય પદાર્થો અને ભેગોની પ્રાપ્તિમાં જ રતિ ભાવ જન્ય તમારું સુખ હશે અને એના અભાવમાં-વિયેગમાં અરતિજન્ય દુઃખ પણ તમને થશે. આથી સંસારી જીનું સાંસારિક સુખ પણ દુઃખ મિશ્રિત જ હશે કારણકે જ્યાં રતિ છે, ત્યાં અરતિ પણ સાથે જ છે, અને તે જ પાપની જડ છે. આનાથી જ પાપની ઉત્પત્તિ થાય છે. એક વખત રતિ ભાવ તીવ્ર બન્યું કે પછી તે તેના સુખની લાલસા સેંકડો પાપ કરાવશે. કેઈ કહેશે કે મને તો ચારી કરવામાં પણ મજા આવે છે. કોઈ કહેશે કે મને તો વ્યભિચાર મૈથુન સેવનના વૈષયિક સુખમાં જ મજા આવે છે. અને કોઈ વળી કહેશે કે મને તે પરસ્ત્રી જોડે સંબંધ કરવામાં જ મજા આવે છે. આ રીતે લાખો-કરોડ જીવોએ પિત પિતાની માન્યતા નક્કી કરી રાખી છે, હવે શું થશે? સૌની પિત પતની માન્યતા પોત–પિતાના રતિ–અરતિ ભાવ ઉપર આધારિત છે.
બિચારા ભેગી ભગવાનના શું હાલ થયા? કેવળ વૈષયિક સુખને લાલચુ, અને લોકોને સેકસની પાછળ પાગલ કરવાવાળે, સંગથી સમાધિ મળે છે એવું પ્રતિપાદન કરવાવાળે અને તે રીતે પોતાની જાતને ભગવાન માની બેઠેલા વર્ષો સુધી એને મારવાને માટે આટલા પેંતરા શા માટે રચાય છે? છેવટે બિચારા તેને શા માટે પિતાના હાથે પોતાના વાદની હોળી સળગાવવી પડી. પિતાની ભોગીલાએ પોતાને ભેગ લીધે, વાત સાચી જ છે અતિ ઉત્કટ પાપનું ફળ અહીં જ ભોગવવું પડે છે. અનાચારી, વ્યભિચારી દુરાચારીની પાપલીલા જે એને સજા આપે છે. એટલા માટે સાચે જ કહ્યું છે કે, પાપની સજા બહુ ભારી થાય છે, આથી સનાતન કાળથી એ કહેવાય છે કે, “મોર મુ. વચમેચ
” અરે ભેગો ભેગવાતા નથી, આપણે જ ભગવાઈએ છીએ.
Page #37
--------------------------------------------------------------------------
________________
૭૩૩
આપણે જ ભાગ લેવાઈ ગયે. આથી ભગ નિવૃત્તિ જ સત્ય શાશ્વત ધર્મ છે. આ કળિયુગ છે. આવા કળી યુગમાં આવા ભેગી ભગવાન તે કેટલાય ઉપસ્થિત થશે અને ખરાબ હાલતથી અધ:પતન પામશે. ભેગ લાલસા, અતૃપ્ત તૃષ્ણ એ જ એક પાગલપન છે. એનાથી જે બચે છે તે ભાગ્યશાળી છે. સુખની સાચી વ્યાખ્યા
सर्व स्ववशमेव सुख, सर्व परवशमेव दुःखम् । एतदुक्तं समासेन, लक्षणं सुख दुःखयों: ।।
પૂ. હરિભદ્ર સૂરિ મ. સુખ દુઃખની વ્યાખ્યા સંક્ષેપમાં કરતાં કહ્યું કે જે આત્માને સ્વાધીન હાય, સ્વવશ હે-તે બધું સુખ છે. તેમાં જ સુખ છે. અને જે પરવશ-પરાધીન છે. તે દુઃખ છે, સ્વ=થી આત્મા અને પરથી. આમેતર-વેતર=શરીર, મન, વચન, ઈન્દ્રિયે. બાહ્ય વસ્તુ અને વ્યક્તિ વિગેરે લઈ શકાય, જે આપણું સુખ આને આધીન છે, એમના દ્વારા મળે છે તો તે પરવશ–પરાધીન થયું. પંખા વિના ચાલે જ નહીં ગાદી તકીયા ન હોય તે ઉંઘ જ ન આવે. એરકંડીશન ન હોય તે ચેન જ ન પડે....ગાડી, ફીઝ, ટી.વી. વિગેરે બધું હોય તે મજા આવે, તે જ અમે સુખી, અન્યથા દુઃખી આ બધું પરવશ– પરાધીન છે, માટે દુઃખ જ છે. દુઃખરૂપ છે, આથી સાધકે આત્મવશ– સ્વાધીન સુખને મેળવવું જોઈએ. ગમે તેવું સાધન ન હોય તે પણ તેને વિના તકલીફ ન થવી જોઈએ. એવી જ મજા તેના અભાવમાં આવી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ. આ જ તીર્થકર ભગવંતનો શાશ્વત સિદ્ધાંત છે. એટલે જ તીર્થકરને ધર્મ શાશ્વત છે. શાસન શાશ્વત છે. અર્થથી શાસન અનાદિ અનન્ત શાશ્વત સ્વરૂપ છે. તે અપરિવર્તનશીલ છે, આથી બાહા પરાધીન. પરવશ સુખના ચક્કરમાં ન ફસાતા. તે બેટા રસ્તાને છેડીને વાસ્તવિક સાચા-સ્વાધીન-સ્વવશ–આત્મિક સુખની શોધ કરે. આ જ દિશામાં પ્રયાસ કરે, પ્રગતિ કરે. આમાં જ કલ્યાણ છે. આજ દિશાના અંતે આગળ સચ્ચિદાનંદ પરમાનંદ સુખની પ્રાપ્તિ થશે. આ પાપસ્થાનક છોડવા જેવું કેમ છે?
વાત સાચી છે અને વિવાદાસ્પદ પણ છે, જ્યારે સંસારી જીને
Page #38
--------------------------------------------------------------------------
________________
૭૩૪
આ પ્રિય છે, છએ રતિભાવથી સુખની પ્રાપ્તિ માની છે તે પછી તેને પાપસ્થાનક છોડવા જેવું કેવી રીતે લાગશે? આ પ્રશ્ન ઉઠ સાહજિક છે. છતાં પણ થોડો વિચાર કરે. બારીકાઈથી ઊંડાણમાં જઈને નીરિક્ષણ કરે. અંતરાત્માને આ પ્રશ્ન ફેરવી, ફેરવીને પૂછો. એકવાર પ્રયાગ કરીને તે જુઓ, અંદર બેઠેલે આતમરામ કંઈ જવાબ આપે છે કે નહીં? પરીક્ષા તે કરે, હું દઢ વિશ્વાસથી કહું છું કે અંતર સાથે વાતો કરવાવાળા આંતરખેજી-આંતદ્વષ્ટાને અવશ્ય માંગ મળે છે. આત્મા અંદરથી જવાબ આપે છે. એટલે રતિ–અરતિ તો શું? પણ અઢારે પાપે માટે તમે આત્માને પૂછી લેજે ! આત્મા જરૂર જવાબ આપશે. તમારી અરજી નિષ્ફળ તે નહીં જ જાય અને જો તમે આ ટેવ જ પાડી દો કે અંતરાત્માની અવાજને અનુસાર જ મારે પ્રત્યેક કાર્ય કરવા છે તે તમે સારા-ખોટા પ્રત્યેક કાર્યો માટે પહેલેથી જ અંતરાત્માને પૂછીને એની સલાહ લઈને જ કામ કરશે. તમને વાસ્તવમાં સાચી સલાહ મળશે કારણ કે ફી નહી લેનારો સાચો શ્રેષ્ઠ સલાહકાર તે અંદર જ બેઠે છે. તે કયારે પણ તમારે વિશ્વાસઘાત નહીં કરે. બાહ્ય દુનિયાના મતલબી સલાહકાર કદાચ ઉટી સલાહ પણ આપી દેશે, આથી પાપ કે પુણ્ય બંનેની પ્રવૃત્તિ, સારા ખાટા બધા કામે શાંત ચિત્તે એકાંતમાં બેસીને અંતરાત્માને પૂછીને જ કરે. તમે તે અનુસાર કરો કે ન કરે પણ સલાહ તે જરૂર મળશે. અને આ પ્રક્રિયાની વારંવાર આવૃત્તિથી તમે આંતર્દષ્ટ બની શકશે અને એક દિવસ અનાહત નાદનું શ્રવણ પણ થશે.
હવે વાત તો એ છે કે રતિ-અરતિનું પાપ છોડવા જેવું છે કે નહીં? એના ગુણદોષને પણ વિચાર કરી લેવું જોઈએ. રતિ– અરતિના સેવનમાં ગુણ તે ક્ષણિક તૃતિને થશે, પરંતુ તેમાં દેવ અધિક છે. રતિ–અરતિ બને જ ચિન્તાકારક છે, અંતર માત્ર એટલું જ છે કે-રતિની ચિન્તા પ્રિય-ઈટ-અનુકુળ પદાર્થની પ્રાપ્તિના વિષયમાં છે તે અરતિની ચિંતા અનિષ્ટ–અપ્રિય-પ્રતિકુળ પદાર્થોની નિવૃત્તિ વિષયક છે. છેવટે એક વાત તે સ્પષ્ટ જ છે કે બંને એક જ આનંધ્યાનના વૃક્ષની બે શાખા છે, આ મળી જાય તે સારું છે. અને મળ્યા પછી આસક્તિ, રતિ, આનંદ, મજા માને છે. અરતિ વાળો આ ટળી
Page #39
--------------------------------------------------------------------------
________________
૭૩૫
જાય તે સારું છે. અનિષ્ટ ન મળે તે સારું છે. આ રીતે બંને એક જ વૃક્ષના બે ફળ છે, માત્ર શાખા, ડાળી જુદા જુદા છે. રતિ અરતિ આ બંને વાસ્તવમાં રાગ-દ્વેષની મદ માત્રા છે. ધીમી શરૂઆત છે. અહીંથી જ રાગ-દ્વેષના બીજનું વયન થાય છે. અને સૂક્ષ્મતાથી અવલોકન કરવામાં આવે તો રાગના બીજથી રતિના અંકુર ફુટ છે અને દ્વેષના બીજથી અરતિના અંકુર ફુટે છે. આજે જેવી રીતે નાના બે દેશના સંઘર્ષની પાછળ મહાસત્તાઓ ખડે પગે ઉભી છે. તેવી જ રીતે રતિ–અરતિના નાના પાપની પાછળ રાગદ્વેષને મોટો હિમાલય, મેહનીય કર્મની મહાસત્તા ઉભી છે. આથી કઈ પણ ઉપાયથી રતિ-અરતિના પાપથી બચવું જ જોઈએ.
રતિ-અરતિથી બચવાના ઉપાય
જેહ અરતિ રતિ નવિ ગણેજી, સુખ-દુઃખ હેય સમાન. તે પામે જસ સંપદાજી, વાધે જગ તસ વાન.
જે મનુષ્ય રતિ-અરતિને મહત્વ નથી આપત, એને નગણ્ય સમજે છે, અને સુખ-દુઃખની અંદર સમાન ભાવ રાખે છે તે ભાગ્યશાળી યશ સંપદાને પ્રાપ્ત કરે છે. આ પંકિતમાં જસ (ચશે.) પદથી પૂ. યશોવિજયજી ઉપાધ્યાયજી કહે છે કે તે બડભાગી યશ મેળવે છે, જગત ભર તેની કીતિ પ્રસરે છે. આથી સમભાવ–સમતા જ આ પાપસ્થાનથી બચવાને એક માત્ર રામબાણ ઔષધ છે. રતિઅરતિ જન્ય સુખ-દુઃખની પરિસ્થિતિમાં મનને તત્વજ્ઞાનના પીયૂષ પાતા સમભાવમાં સ્થિર કરતા કરતા કહેવું કે, “હમના તું સુખમાં લીન ન થા અને દુઃખમાં દીન ન થા.” આપણે સૌ આ જ ઉપદેશ આપણા મનને આપતા રહીએ કે જ્યારે પણ જેટલું પણ સુખ આવી જાય તે પણ તું એમાં લીન ના થઈશ, તલ્લીન, આસક્ત ન થઈશ અને એ જ પ્રમાણે ગમે તેટલું દુઃખ તૂટી પડે તે પણ હિંમત ન હારવી, દીન ન બનવું. કારણ કે આ વાસ્તવિક સુખ-દુઃખ નથી. આ પણ પૌગલિક ભાવ છે. કર્મ જન્ય છે. તારૂં વાસ્તવિક સાચું સુખ તે જુદું જ છે. જે તમને સુખ જોઈએ છે તે પહેલા તે સુખ બીજાને આપતા જાઓ. બીજાને સુખી બનાવીને સુખી બનવાની ભાવના રાખો.
Page #40
--------------------------------------------------------------------------
________________
૭૩૬
પરંતુ કોઈને દુઃખી કરીને સુખી બનવાની હલકી અધમ વૃત્તિ ન રાખે. કારણ કે કર્મ સત્તાના ઘરમાં વિપરીત ન્યાય નથી, અંધેર નથી. તમે જેવું વાવશે તેવું લણશો. જેવું આપશે તેવું પામશે. આથી જે તમે સુખ ઈછો છે તે પહેલા બીજાને સુખ જ આપે. દુઃખ ન આપ. આને જીવન મંત્ર બનાવી લો.
આથી સુખ-દુઃખના નિમિત્ત કારણભૂત પદાર્થોની અનિત્યતા, ક્ષણિકતાને વિચાર કરીને સમભાવ પ્રગટ કરે. કમઠના ઉપસર્ગ અને ધરણંદ્રની ભક્તિ બંને પ્રસંગ એક સાથે થતા હતા તે પણ પાર્શ્વનાથ પ્રભુ તે સમતાભાવની તુલ્ય મવૃત્તિમાં જ સ્થિર રહ્યા. આ જ રીતે સ્થિરતાને ભાવ લાવીને આપણે બધા રતિ-અરતિના ક્ષુદ્ર પાપોથી બચીને સમચિરાથી શાશ્વત સુખને પ્રાપ્ત કરીએ એ જ અંતરેચ્છા રતિ-અરતિ પાપનું મિશ્રસ્વરૂપ
અઢાર પાપસ્થાનેમાં ૧૫મું અને ૧૭ મું આ બે પાપસ્થાને નું મિશ્ર સ્વરૂપ છે. ૧૦મે રાગ તથા ૧૧મે ષ આ બન્ને પાપનું મિશ્ર સ્વરૂપ ૧૫માં રતિ-અરતિ પાપમાં કરવામાં આવ્યું છે. એવી જ રીતે ૧૭માં માયા-મૃષાવાદ પાપસ્થાનમાં પણ ૨ જા મૃષાવાદ તથા ૮ મે માયા આ પાપને ભેગા કરીને ૧૭ માં ક્રમે માયામૃષાવાદ પાપ ને મિશ્રપાપનું સ્વરૂપ આપવામાં આવેલ છે. એક જ સિક્કાની બે બાજુ ની જેમ રતિ અને અરતિ હંમેશા સાથે જ રહે છે. જે વખતે આપણને એક વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે રતિભાવ રહે છે જ વખતે આપણને બીજી વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે અરતિભાવ રહે છે. આ ગમે અને અણગમે જીવનમાં સર્વ પદાર્થોમાં સર્વ પ્રસંગમાં સદાકાળ રહેતો હોય છે. રાજી-નારાજીપણું પણ રતિ-અરતિભાવ સ્વરૂપજ છે. પંગતમાં જમવા બેઠેલા ને એકી સાથે પીરસવામાં આવતી પ૦ વાનગીઓએમાંથી કેટલીક ગમે રહે છે. કેટલીક પ્રત્યે અણગમે રહે છે. કેટલીક વાનગીઓ મનપસંદ હોય છે. ભાવતી હોય છે. જ્યારે કેટલીક વાનગીઓ ન ભાવતી પસંદ નથી હતી. આ રતિ- અરતિ ભાવ છે. આ પણ મન્દ રાગ-દ્વેષને જ ભાવ છે. રાગ અને દ્વેષ અને સ્વતંત્ર હોવા છતાં પણ મિશ્રભાવે એટલા બધા ગોઠવાઈ ગયા હોય છે કે આપણને ભિન્નતાને ખ્યાલ પણ નથી આવતું.
Page #41
--------------------------------------------------------------------------
________________
७३७
સ
રિત અતિ ના કારણે આપણી પરિણતી ઝડપથી ફરતી હોય છે અને તરત જ કલહ આદિ ની સ્થિતિ સર્જાઇ જાય છે. આ તિ અતિ પાપ આ ધ્યાન વધુ કરાવે છે આ ધ્યાન રતિ-અરતિભાવનુ જ બનેલુ હાય છે. સૃષ્ટિ ના સચેગ, અનિષ્ટ ના વિયોગ એ શું છે? રતિ-અતિ ભાવ છે. આ ધ્યાનના આ મુખ્ય પ્રકારો માં ઈષ્ટ પદાર્થોં પ્રત્યે રતિ ભાવ અને અનિષ્ટ પાથે† પ્રત્યે અરતિભાવ સતત રહેતા હાય છે. પરન્તુ કમ સંયોગે જ્યારે વિપરીતતા સર્જાય છે ત્યારે ખ્યાલ આવે છે. જેમકે ઈષ્ટના જવિયોગ થઈ જાય અને અનિષ્ટ ના જ સયોગ થઈ જાય ત્યારે રતિ-અતિ પાપ પેાતાની ચરમકક્ષામાં પહેાંચે છે અને અન્તે તીવ્ર રાગ-દ્વેષ કરીને કલહમાં ઘસડી જાય છે. માનવ જો પેાતાના મનમાંથી રતિ-અતિ ભાવ જ કાઢી નાંખે તે તે રાગ-દ્વેષ ના ઘણાં પાપેાથી ખચી શકે તેમ છે. પરન્તુ માનવનું મન જાણે રતિ-અતિ ભાવ ઉપર જ જીવતુ- સેવાતુ માનસિક પાપ છે. અને પછી વચન પ્રયોગથી વાચિક થતા વાર નથી લાગતી,
એક જ પદાર્થ છે જેમાં ઘેાડા સમય પહેલા રતિ હતી અને થોડા સમય પછી અતિ પણ જાગી જાય છે. માળક, યુવક, કે સ્ત્રી એક વસ્તુ મેળવવા માટે તીવ્ર રતિભાવથી જિજ્જૂ કરે છે. હું કરીને મેળવવા મથે છે. અને તે માટે બધુ જ કરી છૂટીને વસ્તુ મેળવી લે છે. પરન્તુ ર-૪ કલાક કે ૨- ૪ દિવસ પછી તે જ વસ્તુ ઉપર અતિ-અણગમા જાગતા તે જ વસ્તુ ને ફેંકી− કે છેડી પણ દે છે. તે જ વસ્તુ હવે નથી ગમતી હવે સારી નથી લાગતી. કયારેક વસ્તુના જ નાશ થઈ જતા અરતિ ભાવ પ્રગટે છે.
રતિ-અતિ એ મેાહનીય કમની નકષાય મેાહનીયની પ્રકૃતિ છે આ કમ પ્રકૃતિ સતત ઉદયમાં છે તેના સતત આપણને અનુભવ થાય છે. એના ઉદયના કારણે વાતે-વાતે ગમા-અણગમા, રાજીનારાજીપણુ રહ્યા કરે છે. એમના ઉદયે ફરીથી આપણને પાપ કરવાનુ મન થાય છે. જીવા તથા પ્રકારના પાપા કરીને ફરીથી તેવા કાં ઉપાર્જન કરે છે. ફરી પાછા પાપેા ફરી પાછા કર્યાં આ રીતે કમ ની પરપરા ચાલે છે. અને આત્મા આ કમે† ની સાંકળ થી મોંધાયેલે રહે છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
૭૩૮ આત્મા નિત્ય-શાશ્વત છે. અને કર્મો નિત્ય–શારવત નથી. અનિત્ય-અસારવત છે. આત્મા અનાદિ-અનન્ત છે. અને કર્મો સાદિસાન્ત છે. તે પછી સાદિ-સાત કર્મો અનાદિ-અનન્ત કેવી રીતે થઈ ગયા? કઈ પણ કર્મો ૭૦ કડાકેડી સાગરોપમ થી વધારે સ્થિતિવાળા નથી. તે તે પછી કર્મોને વહેલે છુટકારે થઈ જાય અને આત્મા મુક્ત થઈ જાય પરંતુ કર્મોની પરંપરા ચાલે છે. એક વાર એક કર્મ બંધાય અને ઉદયે એ ક્ષય પામે ત્યારે તે ફરીથી બીજા નવા કર્મો પણ બંધાઈ જાય છે. અને કર્મ એક જ વાર બંધાય છે એમ નથી પરંતુ પાપો વારંવાર થતા વારંવાર કર્મો બંધાતા જાય છે. એવી રીતે આદિ-સાન્ત કર્મો હોવા છતા પણ આમાની સાથે તેની પરંપરા છે ચાલવાથી અનાદિ-અનન્ત છે. સાધક કર્મનું આ સ્વરૂપ સમજીને તેને છોડવા પુરૂષાર્થ કરે એ જ હિતાવહ છે. રતિ–અરતિ નું પાપ એ સંસાર ભાવનાનું આશ્રયભૂત કારણ છે, જેમ જેમ રતિ-આરતિનો પા૫વૃત્તિ વધતી જશે તેમ તેમ સ સાર વધતે જવાને.
હવે રતિ-અરતિની ધારા નથી ઘટતી તે તેના વિષય ને બદલાવીએ ધર્મ–ધર્મોપકરણ, ધમરાધના તરફ રતિ ભાવને વાળીએ જેથી સંસારના વિષયેની સામે ધરે અને સંસારના વિષયેની અરતિ ઘટાડીએ તે ધર્મ તરફનો શુભ રતિ ભાવ વધે આ બને રતિ-અરતિ પાપકર્મો ને કાઢવા માટે સર્વજ્ઞ ભગવંતે વિરતિધર્મની પ્રરૂપણ કરી છે. વિરતિ ધર્મમાં રહેવાથી સંસારના રતિ–અરતિના નિમિત્તે ટળતા જાય છે. ઓછા થતા જાય છે. વિરાતિધર્મથી આત્મા મોક્ષની સમીપે પહોંચે છે. અવિરતિ થી સંસાર વૃદ્ધિ થાય છે અને વિરતિથી સંસાર ઘટે છે.
:; * નિHT : 7 F.........
Page #43
--------------------------------------------------------------------------
________________
એ ઓછું 600
2C94 222091909
શ્રી ધમનાથ પેા. હે. જૈનનગર શ્વે. મૂ. જૈન સઘ
સંવત ૨૦૪૫
3.
૧. શ્રી યુ. એન. મહેતા
૨.
૬.
૭.
<.
૯.
૧૦.
99
99
૪.
જયંતિલાલ ફકીરચદ
૫. → ૨મણલાલ વજેચંદ
,, . સુમતિલાલ છેટાલાલ
99
,,
99
,,
99
麵
dain Education International
* મેનેજીંગ કમીટી *
રસીકલાલ પાપટલાલ
બિપીનચંદ્ર શાન્તીલાલ
904380009 07
અમદાવાદ.
(પ્રમુખ)
(ઊપ-પ્રમુખ)
(સેક્રેટરી)
(ખજાનચી)
(ટ્રસ્ટી)
,,
ચંદ્રકાન્તભાઇ સી. ગાંધી
ચમનલાલ શંકુશાલ
હેમતભાઇ ચીમનલાલ શાહ
'
ચંદ્રકાન્તભાઇ સી. મશરૂવાળા (જો,સેક્રેટરી)
99
99
1000 ક
Page #44
--------------------------------------------------------------------------
________________ પર શ્રી ધર્મ નાથસ્વામિને નમ : F પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય સુબોધસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ | (રાષ્ટ્રભાષા ૨ત્ન-વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય-દર્શનાચાર્યે—મુબઈ ) આદિ મુનિ મંડળના વિ. સં. 2045 ના જૈનનગરશ્રી સંઘમાં ચાતુર્માસ દરમ્યાન શ્રી ધર્મનાથ પા. હેજૈનનગર છે. મૂ. જૈન સંઘ-અમદાવાદ, તરWી જાયેલ 16 રવિવારીય કોબા પ. પૂ. આચાર્ય દેવ વિજય પ. પૂ. મુનિરાજશ્રી સુબોધસૂરીશ્વરજી મ. સા. અરૂણવિજયજી મ. સા. * ચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર * ની અંતગત ચાલતી પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના SF “પા.પ6ી. અ.જા. ભારે” F - વિષયક રવિવારીય સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ e ની પ્રસ્તુત સત્તરમી પુસ્તિકા શ્રી ધર્મ નાથ પ. હૈ. જેનનગર વે. મૂ. જન સંધ તરફથી જેનનગર-શારદામંદિર રોડ, પાલડી, અમદાવાદ-૭ પ્રસ્તુત પ્રવચન પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી છે, ir o nniernational For Private Personal Use Only org