________________
૭૩૬
પરંતુ કોઈને દુઃખી કરીને સુખી બનવાની હલકી અધમ વૃત્તિ ન રાખે. કારણ કે કર્મ સત્તાના ઘરમાં વિપરીત ન્યાય નથી, અંધેર નથી. તમે જેવું વાવશે તેવું લણશો. જેવું આપશે તેવું પામશે. આથી જે તમે સુખ ઈછો છે તે પહેલા બીજાને સુખ જ આપે. દુઃખ ન આપ. આને જીવન મંત્ર બનાવી લો.
આથી સુખ-દુઃખના નિમિત્ત કારણભૂત પદાર્થોની અનિત્યતા, ક્ષણિકતાને વિચાર કરીને સમભાવ પ્રગટ કરે. કમઠના ઉપસર્ગ અને ધરણંદ્રની ભક્તિ બંને પ્રસંગ એક સાથે થતા હતા તે પણ પાર્શ્વનાથ પ્રભુ તે સમતાભાવની તુલ્ય મવૃત્તિમાં જ સ્થિર રહ્યા. આ જ રીતે સ્થિરતાને ભાવ લાવીને આપણે બધા રતિ-અરતિના ક્ષુદ્ર પાપોથી બચીને સમચિરાથી શાશ્વત સુખને પ્રાપ્ત કરીએ એ જ અંતરેચ્છા રતિ-અરતિ પાપનું મિશ્રસ્વરૂપ
અઢાર પાપસ્થાનેમાં ૧૫મું અને ૧૭ મું આ બે પાપસ્થાને નું મિશ્ર સ્વરૂપ છે. ૧૦મે રાગ તથા ૧૧મે ષ આ બન્ને પાપનું મિશ્ર સ્વરૂપ ૧૫માં રતિ-અરતિ પાપમાં કરવામાં આવ્યું છે. એવી જ રીતે ૧૭માં માયા-મૃષાવાદ પાપસ્થાનમાં પણ ૨ જા મૃષાવાદ તથા ૮ મે માયા આ પાપને ભેગા કરીને ૧૭ માં ક્રમે માયામૃષાવાદ પાપ ને મિશ્રપાપનું સ્વરૂપ આપવામાં આવેલ છે. એક જ સિક્કાની બે બાજુ ની જેમ રતિ અને અરતિ હંમેશા સાથે જ રહે છે. જે વખતે આપણને એક વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે રતિભાવ રહે છે જ વખતે આપણને બીજી વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે અરતિભાવ રહે છે. આ ગમે અને અણગમે જીવનમાં સર્વ પદાર્થોમાં સર્વ પ્રસંગમાં સદાકાળ રહેતો હોય છે. રાજી-નારાજીપણું પણ રતિ-અરતિભાવ સ્વરૂપજ છે. પંગતમાં જમવા બેઠેલા ને એકી સાથે પીરસવામાં આવતી પ૦ વાનગીઓએમાંથી કેટલીક ગમે રહે છે. કેટલીક પ્રત્યે અણગમે રહે છે. કેટલીક વાનગીઓ મનપસંદ હોય છે. ભાવતી હોય છે. જ્યારે કેટલીક વાનગીઓ ન ભાવતી પસંદ નથી હતી. આ રતિ- અરતિ ભાવ છે. આ પણ મન્દ રાગ-દ્વેષને જ ભાવ છે. રાગ અને દ્વેષ અને સ્વતંત્ર હોવા છતાં પણ મિશ્રભાવે એટલા બધા ગોઠવાઈ ગયા હોય છે કે આપણને ભિન્નતાને ખ્યાલ પણ નથી આવતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org