________________
મનેયેગની પાપ પ્રવૃત્તિ
શાસ્ત્રકારોએ મનને સારું પણ કહ્યું છે અને ખરાબ પણ કહ્યું છે. જે કે મન તો સારું પણ નથી અને ખરાબ પણ નથી, પરંતુ પ્રવૃત્તિની શુભાશુભતા ઉપર મનની શુભાશુભતા જણાય છે. જ્ઞાની ભગવંતેએ ફરમાવ્યું છે. કે, “ મન પર્વ મનુષ્યાળ વારણાં વંધ-મે . ” મન જ મનુષ્યને કર્મબંધ કરાવવામાં કારણ છે અને આ જ મન કર્મક્ષય કરાવવામાં પણ સાધન છે. આ મન મેક્ષમાં લઈ જવા માટે સહાયક બની શકે છે અને આ મન સંસાર ભવની પરંપરા વધારવામાં પણ કારણ બની શકે છે. હવે શું કરવું ? કર્મક્ષય કરે કે બંધ કરવો ? આ તે જીવ ઉપર નિર્ભર છે. જીવ જે ઈ છે તે કરી શકે છે. આથી મન ખરાબ પણ નથી અને સારું પણ નથી. તે જડ પિગલિક છે. આત્માના અધ્યવસાય ઉપર મનની શુભાશુભતા રહેલી છે. મને એ પ્રવાહી જેવું છે. પ્રવાહીને જેમ સ્વતંત્ર આકાર નથી. જેવું વાસણ એવો આકાર તે લે છે. બસ, તેવી જ રીતે બહુલતાએ જેવા શુભાશુભ નિમિત્તો મળે તેવું મન શુભાશુભ બને છે. આથી વિવેકી ઉત્તમ આત્માએએ હંમેશા શુભ નિમિત્તોનું દેવ-ગુરૂ-ધર્મનું અવલંબન લેવું જોઈએ અને અશુભ નિમિત્તથી લાખે પેજન દૂર રહેવું જોઈએ. જેમ આગને અહીએ તે દાઝીએ અને ન અડીએ તે ન જ દાઝીએ–બસ તેવી રીતે મનને શુભ પ્રવાહમાં રાખનાર સાધકે ઉંચા આલંબનો ઉત્તમ સાહિત્ય ગુણસંપન મિત્રોને આશ્રય કરવો જોઈએ. માણસમાં સંતતા અને શેતાનીયત બંને રહેલી છે. કેને પ્રાદુર્ભાવ કરવો છે ? તે નક્કી કરીને તેવા નિમિતેને સેવવા જોઈએ. જીવ પિતે જ મનઃ પર્યાપ્ત વડે. મનઃ પ્રાણ પેદા કરે છે. અને એના સામર્થ્યથી મનઃવર્ગણાના. પુદ્ગલોનું ગ્રહણ કરી વિચાર રૂપે પરિણુમાવી અવલંબન કરી વિસર્જન કરે છે. આ રીતે જીવની વિચારશક્તિ કામ કરે છે. શુભ-અશુભ ધ્યાનની ધારા
હવે જીવ મનના માધ્યમથી જે પણ વિચાર કરે છે, તે બધા જ શું શુભ વિચાર જ હોય છે ? ના, જીવ, સારા નરસા બંને પ્રકારના વિચાર કરે છે. વારંવાર આવતા વિચારોનું કેન્દ્રીકરણ કરવું અને જે વિષયના વિચારો આવે છે. તેમાં મન ને એકાગ્ર કરવું એ જ ધ્યાન કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org