________________
૭૦૮
આત્મગુણુજન્ય પ્રવૃત્તિ કરવી જોઈએ. આત્મગુણજન્ય અથવા આત્મગુણાનુરૂપ પ્રવૃત્તિ કરવાથી જ જીવ કર્મજન્ય પ્રવૃત્તિના ચકથી છૂટી શકશે. પછી કમબંધ જ નહીં થાય અને તેના ફલસ્વરૂપ જીવને કર્મરહિત પિતાની શુદ્ધ-અવસ્થા પ્રાપ્ત થશે.
પ્રવૃત્તિમાં સહાયક ત્રણ કરણ
એકલે આત્મા સંસારમાં કાંઈ કરી શકતો નથી. આથી આત્માને સંસારમાં રહેવા માટે શરીર જોઈએ. કાયિક પ્રવૃત્તિ જીવ શરીરથી કરે છે. વાણીના વ્યવહાર માટે વચન ગ જોઈએ અને એજ પ્રમાણે, વિચાર કરવા માટે મકાન દ્રવ્ય જોઈએ. આત્માને સંસાર ખેડવા માટે મન, વચન અને કાયાના ત્રણ મુખ્ય સાધને મળ્યા છે. બધી પ્રવૃત્તિમાં આ ત્રણ પ્રબળ કારણ છે. આથી આ ત્રણે કરણ સ્વરૂપ કહેવાય છે, મન, વચન, કાયા આ ત્રણે ખરાબ પણ નથી અને સારા પણ નથી. આ તે જડ છે. પુદ્ગલ રૂપ છે. પુદ્ગલમાં સારૂં અને ખરાબ શું હોઈ શકે ? તેમાં કોઈ સારા નરસાનો ભેદ નથી. આ ત્રણનો ઉપયોગ આત્મા કેવી રીતે કરે છે. એના ઉપર આધાર છે. તલવાર કે પિસ્તોલ સારી છે કે ખરાબ ? એને જવાબ તો એના ઉપગ ઉપર આધારિત છે. શસ્ત્રો રક્ષણ પણ કરી શકે છે અને સ્વહત્યાથી ભક્ષણ પણ કરી શકે છે. બંને કાર્યો છે બંને કાર્યોમાં તે નિર્દોષ છે દોષ રહિત છે. કારણ કે જડનો આધાર તે ચેતન પર અવલંબે છે. ચેતન આત્મા જે જડને યથાર્થ ઉપગ કરે છે તે ઠીક; તે શુભ બને અને ચેતન-આત્માએ જે તેને દુરૂપગ કર્યો તે તેને અશુભતાની પ્રાપ્તિ થાય તે ખરાબ પૂરવાર
થાય.
બસ આવી જ રીતે મન-વચન-કાયાને ઉપગ પણ જીવ જેવા પ્રકારને કરે છે. એના ઉપર તેનો આધાર છે. આ ત્રણે યેગો કર્મ. બંધનનું કારણ બની શકે છે અને કર્મક્ષયનું પણ કારણ બની શકે છે અને કારણ હોવાથી તેને કરણ કહેવાય છે. આ ત્રણે કરણેનું પિત-પિતાનું કાર્ય છે. મનથી વિચારવું, વચનથી બોલવું, વાણને. વ્યવહાર કરે અને શરીરથી કાયાથી બધી પ્રવૃત્તિ કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org