________________
૭૩૦
જાગૃત થઈ ગયા. સેનાનું પુન નિમાણ થયું અને યુદ્ધની હાકલ મારી અને ગાનુયોગ ભવિતવ્યતાને વશ રાજાની જીત થઈ. સંપૂર્ણ રાજ્ય પાછું મળ્યું. રાજા ફરી રાજ્યગાદી પર આરૂઢ થયા છે. મહીના પસાર થયા ને ફરી રાજાને અનાયાસે તે તાવીજ ઉપર હાથ ગયા. ફરી રાજાએ તાવી જ ખેલ્યું. ચિઠ્ઠી કાઠી વાંચી. શબ્દો તે તેના તે જ હતા, શબ્દ બદલાયેલા નહી. “બપિ નિર” This too shall pass away મ વઢા નાણા ! આ જ શબ્દોને વાંચીને રાજા જંગલમાં અત્યંત ખુશ થયો હતો અને આજે એ જ શબ્દો વાંચતાં અત્યંત નારાજ થયે. ઘણે ગુસ્સે થશે. ચિંતાગ્રસ્ત થઈ ગયે. અરે, આ પણ ચાલી જશે? આ ઘણી મહેનતથી જે રાજ્ય મળ્યું છે તે પણ શું ચાલી જશે ? વાત તે સાચી જ છે કે એક દિવસ રાજ્ય જવાનું જ છે રાજ્ય કદાચ રહેશે તો આ જીવને પણ જવું જ પડશે. અને જવ જશે એટલે બધું ગયું જ સમજે. તે સમયે જંગલમાં ચિઠ્ઠી વાંચીને પ્રસન્નતા એટલા માટે થઈ હતી કે રાજ્ય મળવાની રતિ હતી, રતિમાં સુખ હતું અને આજે નારાજીચિંતા એટલા માટે છે કે મને મળેલું રાય, પ્રિય રાજ્ય હાથથી ચાલ્યું જશે. તેમાં અરતિ છે. રતિ અને અરતિ બંને ચિન્તા કરાવે છે. બંનેમાં આર્તધ્યાનની માત્રા પ્રબળ છે. રતિમાં ઈષ્ટ સંગની અને ઈષ્ટને વિચાગ ન થાય તેની ચિંતા છે. તો અરતિમાં અનિષ્ટને વિગ કેવી રીતે થાય? અનિષ્ટને સંગ ન થાય તેની સતત ચિંતા છે. રોગ નિવૃત્તિમાં પણ આધ્યાનની ચિંતા છે. નિયાણામાં પ્રાપ્તિની ચિંતા છે. આ રીતે આત્ત ધ્યાનમાં રતિ-અરતિની પ્રક્રિયાએ ચિંતનની પ્રક્રિયા કી લીધી છે અને ચિન્તાની પ્રક્રિયા ઘણી વધારી દીધી છે. રતિ–અરતિ બંનેમાં ચિંતા છે. આથી રતિ-અરતિનું સેવન કરવાવાળે પ્રાયઃ ચિન્તાગ્રસ્ત રહે છે, તમારે કેવું સુખ જોઈએ છે ?
હવે તમને પ્રશ્ન કરવામાં આવે કે તમને કેવું સુખ જોઈએ છે? તે એને ઉત્તર તમે શું આપશે? દા. ત.
(૧) તમને ક્ષણિક સુખ જોઈએ કે નિત્ય સુખ જોઈએ?
(૨) આવેલું સુખ ચાલી જાય તેવું કે હંમેશાને માટે ટકે તેવું જોઈએ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org