________________
૭૨૯
માનવી એ જીવનો સ્વભાવ પડી ગયેલ છે. આ ટેવને છોડાવી પડશે. વારતવમાં રતિ–અરતિની નિશ્ચિતરૂપે વ્યાખ્યા જ નથી. કારણ કે મનનું કેઈ ચક્કસ ઠેકાણું જ નથી. શેમાં સુખ માનવું?અને શેમાં દુઃખ માનવું એ મનના હાથમાં છે. જે મન ઈ છે તે દુખદ વસ્તુ કે
વ્યક્તિમાં પણ સુખ માની શકે છે અને નહીં તે સુખદ વસ્તુમાં પણ દુઃખ માની શકે છે. જીવ ચાહે તે બદામ-પિસ્તાને હલ કુકરાવી શકે છે અને કલહ ઉભું કરી શકે છે. આથી રતિ–અરતિનું કાંઈ ઠેકાણું નથી. કારણ કે મનનું કેઈ અવધારણ નથી. પરિસ્થતિના બદલાવા ઉપર મનની વિચારધારા પણ બદલવી રહે છે પણ સાધક તે તેને જ કહેવાય કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ મન:સ્થિતિ બદલતે નથી અને આજ્ઞાનુસારી મનનું પ્રવર્તન કરવા તત્પર રહે છે.
“મવિ મિષ્યતિ આ પણ ચાલી જશે.
એક રાજાના ગળામાં બાળપણથી એક તાવીજ બાંધેલું હતું. વારસાગત બાપદાદા પાસેથી તે મળેલું હતું. એક વાર શત્રુરાજા જોડે યુદ્ધ થયું પ્રબળ શક્તિશાળી શત્રુ રાજાએ આ રાજાને હરાવી દીધો. પરાજય પામેલે તે રાજા એકલા થોડા અંગરક્ષકેની સાથે જંગલમાં ભાગી ગયો અત્યંત થાકેલો તે નિર્જન સ્થાનમાં એક વૃક્ષની નીચે બેઠે હતો, ચિન્તાગ્રસ્ત હતે. તે એકલો જ હતું. બીજી કઈ બાહ્ય પ્રવૃત્તિ ન હતી તેને ઉંઘ આવી રહી હતી. એટલામાં તેને હાથ ગળા ઉપર બાંધેલા તાવીજ ઉપર ગો. રાજાએ તાવીજ તેડી નાંખ્યું અને તેમાંથી નાનકડી કાગળની ચિઠ્ઠી નીકળી તેના ઉપર લખ્યું હતું કે, “મરિ મિષ્યતિ એટલે કે આ પણ ચાલી જશે. (This too shall pass away) રાજા આ શબ્દો વાંચીને ખવાઈ ગયા અને તત્વજ્ઞાન પ્રાપ્ત થયું. રતિ ભાવ થ, આનંદિત થઈ ગયો કે ચાલે આ પણ ચાલી જશે. આ પરાજય પણ ચાલી જશે. આ જંગલ વાસને પણ અંત આવશે. આ દિવસે પણ પસાર થઈ જશે. આ દુખ જવા માટે જ આવ્યું છે. બસ રાજાને આશ્વાસન મળી ગયું. હિંમત વધી ગઈ ઉ થઈ ગયો અને અંગરક્ષકને કહ્યું, ઉભા થાવ, હિંમત રાખે, ફરી સૈન્યની ભરતી કરો ફરી શત્રુ સાથે યુદ્ધ કરીશું, લડીશું, અને જીતીને પોતાનું રાજ્ય પાછું લઈશું. તાવીજના બે શબ્દએ રાજાના ચિત્તમાં ચેતનાનો સંચાર કર્યો. બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org