________________
७०६
જીવને છુટકારો થતો નથી. તે અવસ્થા જીવને પ્રાપ્ત કરવી જ પડે છે ટૂંકમાં સંગો મળવામાં કમ કારણભૂત છે અને તે તે સંયોગોમાં શાંતી કે અશાંતીથી રહેવું તેમાં આત્માને સવળો કે અવળો પુરૂષાર્થ કારણ છે, અને જે આ પ્રમાણે વ્યવસ્થાને સ્વીકાર કરવામાં ન આવે અને કર્મકૃત કૃતૃવના પણ પરાધીનપણે જ વર્તવાનું હોય તો આત્મા ના પુરુષાર્થને ઘાત થાય છે પણ એવું નથી. આત્માને અઘાતી કર્મની વ્યવસ્થામાં ફેરફાર કરવાની શક્તિ નથી પણ જાગૃતિના પ્રભાવે સાધક ઘાતી કર્મને ક્ષયોપશમ કરી શકે છે અને તેથી જ મોક્ષ માર્ગ પણ ચાલુ રહે છે. મેહનીય કર્મ ઉપર વિજય મેળવવાથી મેક્ષ મળે છે અને જે મેહનીયની જાળમાં ફસાઈ જઈએ તો સંસાર મળે છે. મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓ જીવને ૨૮ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ કરાવે છે. એમાં રતિ–અરતિની આ પ્રવૃત્તિ પણ તે તે કર્મને આધીન છે. વિકૃતિ છે, વિભાવ છે, જે મુક્તાત્માઓ કર્મને આધીન નથી. સિદ્ધ બુદ્ધ મુક્ત થયા છે એમને કે કમજન્ય વિકૃતિ નથી. અને કર્મજન્ય કઈ પ્રવૃત્તિ પણ તેમને કરવી પડતી નથી. એમને હસવાનું નથી રવાનું નથી, રાજી કે નારાજ થવાનું નથી. ડર કે શોક નથી કાંઈ જ કરવાનું શેષ રહેતું નથી. તે સિદ્ધ પરમાત્મા તે સર્વ કર્મરહિત મુક્ત છે. નિરંજન નિરાકાર છે. જન્મ મરણ શરીરાદિ રહિત શુદ્ધાત્મ સ્વરૂપી છે. સચ્ચિદાનંદમય છે, આનંદ ધન સ્વરૂપ છે. જગતમાં સિદ્ધો જ ફકત અશરીરી હોય છે.
હસવું, રડવું રાગ-દ્વેષ કરવા, ડરવું, લડવું, ઉદ્વેગ કરો પ્રિય વસ્તુ ઉપર રતિ કરવી, અપ્રિય ઉપર અરતિ કરવી. આ બધી કર્મવશ પ્રવૃત્તિઓ છે. કર્મજન્ય નાટક છે. બીજુ કાંઈ નથી વિકૃતિ સ્વરૂપ છે અને વળી બીજી વાત તે એ છે કે તે તે કર્મને ઉદયથી જીવ તેવી તેવી પ્રવૃતિ કરતે જાય છે અને ફરી તે પ્રવૃત્તિથી નવા નવા કમ બાંધતે જાય છે. આ ચક સંસારમાં સતત ચાલુ છે. કર્મથી પ્રવૃત્તિ અને પ્રવૃ– વૃત્તિથી કમ આ રીતે સંસાર ચલાવતા જ રહેવું અને કર્મ બાંધતાં જ રહેવું એને ક્યાંય અંત જ નથી દેખાતે. અનંતકાળ પસાર થઈ ગયો હોવા છતાં આજે જ્યાં હતાં ત્યાં જ છીએ જેવા હતા તેવા જ છીએ. તે વળ ચાલી જ રહ્યું છે. હવે આને ઉકેલ શી રીતે આણુ શકાય? તેને એક જ જવાબ છે કે આત્માનું જ્ઞાન મેળવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org