________________
પ્રવચન-૧૭
રતિ–અરતિ ” ૧૫મું પાપસ્થાનક
અનંતાનંત ઉપકારી અનન્તજ્ઞાની અનાદશની અનન્તશક્તિમાન ચરમતીર્થપતિ પરમાત્મા શ્રી મહાવીરસ્વામીના ચરણકમળોમાં અનન્ત નમસ્કારપૂર્વક ..
आदौ रागस्तत : द्वेषस्तस्मात् क्लेशपरम्परा ।
तद्वदादौ रतिश्चारतिस्तत : कर्म बन्धनम् ॥ પહેલા રાગ ઉત્પન્ન થાય છે, પછી તેમાંથી શ્રેષને પ્રાદુર્ભાવ થાય છે અને તે બંનેથી કલેશની પરંપરા ઉભી થાય છે. જેવી રીતે રાગદ્વેષનું આ ચક્ર ચાલે છે, તેવી જ રીતે રતિ-અરતિનું ચક્ર પણ ચાલે છે. સૌ પ્રથમ કઈ વસ્તુ કે વ્યક્તિ ઉપર રતિ ઉત્પન્ન થાય છે પછી તે ઈષ્ટ પ્રાપ્તિ ન થવી, અહંકારના ઘર્ષણથી વિગેરે કાઈપણ કારણસર તે વ્યક્તિ ઉપર અથવા અન્ય વ્યક્તિ, વસ્તુ ઉપર અરતિ (અરૂચિ) ઉત્પન્ન થાય છે. આ બંનેથી કર્મબંધ થાય છે અને આ ચક ચાલ જ છે. એક તરફ આમા રાગ-દ્વેષના વિષચકમાં ફસાયો છે જેના પરિણામે તે કલેશ-કષાયની પરંપરાથી મુક્ત રહી શકતો નથી અને બીજી બાજુ તેવું જ વિષચક્ર રતિ-અરતિનું ઉભું છે. આ ચક્રમાં પરિભ્રમણ કરીને કમબંધ કરતા કરતા આત્માનો અનંતકાળ પસાર થયો છે. છતાં પણ ઘાંચીની ઘાણીના બળદની જેમ ગોળ ગોળ ફરતા તેને અંત આવતો નથી. આ વિષવર્તુળમાંથી છુટીને, ભાગીને જીવ જે બહાર આવે તો તે આમા સ્વતંત્ર રૂપે પોતાના વિષયમાં કંઈ વિચારી શકે. * માનસશાસ્ત્રના અભ્યાસપૂર્વક આપણે આપણુ વૃત્તિઓનું અવલેકન કરીએ તે સમજાશે કે રાગ-દ્વેષ થવામાં પણ રતિ–અરતિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org