________________
૭૦૧
મૂળભૂત ર–દ્રવ્ય
જીવ (ચેતન)
અજીવ (જડ)
ધર્માસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય કાળ પુદ્ગલાસ્તિકાય
અચરાચર જગતમાં મૂળ દ્રવ્યો બે છે. જીવ અને અજીવ તેમાં અજીવના વિભાગમાં પાંચ દ્રવ્ય છે અને જીવને તેમાં ભેળવતાં દ્રવ્ય ૬ દૂ થાય છે. આનાથી વધારે સાતમે ગુણને ધારક કેઈ દ્રવ્ય સંસારમાં નથી. હવે તમે વિચારે કે આત્મા (ચેતન) ને અજીવ પાસેથી કયા ગુણ લેવાની જરૂરીયાત ઊભી થાય છે? આ અજીવ દ્રવ્યો તો પોતપોતાના એક એક ગુણ લઈને બેઠા છે. જયારે એની સામે આમા પિતાના આઠ મૂળભૂત ગુણવાળો એક સ્વતંત્ર દ્રવ્ય છે અને આ જ મૂળ આઠ ગુણના ભેદ પ્રભેદને સાથે વિચારીએ તે અનન્તા ગુણ આત્મામાં ભરેલા પડ્યા છે. હવે આત્મામાં કયા ગુણની ઉણપ છે કે તેને અજીવ પાસે તે ગુણ લેવા માટે જવું પડે? એ એક પણ ગુણ નથી અને અજીવને ગુણ લઈને ચેતન કરશે પણ શું? આત્માના જે ગુણે છે તેની આંશિક સદશ્યતા અક્ષય સ્થિતિ વિગેરે ગુણોની ઉપલબ્ધિ આકાશાદિમાં પણ દેખાય છે. પરંતુ જ્ઞાનાદિ મુખ્ય ગુણેને અંશ માત્ર પણ આકાશાદિ કેઈ અજીવમાં નથી. આથી અનંત ગુણેના ધારક આત્માને કેઈને એક પણ ગુણ લેવાની જરૂર નથી.
માત્ર પોતાના મૌલિક ગુણો જ્ઞાન, સુખ, પ્રેમ વિગેરે જે વિકૃત થયા છે તેની વિકૃતિને દૂર કરીને પ્રકૃતિમાં લાવવાના છે. આત્માનું જ્ઞાન આજે જ્ઞાન (અપૂર્ણ જ્ઞાન) અને અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) માં પરિવર્તન પામ્યું છે. આત્માને અનંત અવ્યાબાધ સુખ ગુણ એ શાતા અને અશાતા રૂપે વિકૃતિને પામ્યા છે. આપણને શાતામાં રતિ થાય છે અને અશાતામાં અરતિ થાય છે પણ આ અજ્ઞાન છે. શાતા એ પુણ્ય. કર્મને વિપાક છે. ગુણને રોધક છે. તો તેના પર કેવી રીતે પ્રીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org