________________
૭૩૪
આ પ્રિય છે, છએ રતિભાવથી સુખની પ્રાપ્તિ માની છે તે પછી તેને પાપસ્થાનક છોડવા જેવું કેવી રીતે લાગશે? આ પ્રશ્ન ઉઠ સાહજિક છે. છતાં પણ થોડો વિચાર કરે. બારીકાઈથી ઊંડાણમાં જઈને નીરિક્ષણ કરે. અંતરાત્માને આ પ્રશ્ન ફેરવી, ફેરવીને પૂછો. એકવાર પ્રયાગ કરીને તે જુઓ, અંદર બેઠેલે આતમરામ કંઈ જવાબ આપે છે કે નહીં? પરીક્ષા તે કરે, હું દઢ વિશ્વાસથી કહું છું કે અંતર સાથે વાતો કરવાવાળા આંતરખેજી-આંતદ્વષ્ટાને અવશ્ય માંગ મળે છે. આત્મા અંદરથી જવાબ આપે છે. એટલે રતિ–અરતિ તો શું? પણ અઢારે પાપે માટે તમે આત્માને પૂછી લેજે ! આત્મા જરૂર જવાબ આપશે. તમારી અરજી નિષ્ફળ તે નહીં જ જાય અને જો તમે આ ટેવ જ પાડી દો કે અંતરાત્માની અવાજને અનુસાર જ મારે પ્રત્યેક કાર્ય કરવા છે તે તમે સારા-ખોટા પ્રત્યેક કાર્યો માટે પહેલેથી જ અંતરાત્માને પૂછીને એની સલાહ લઈને જ કામ કરશે. તમને વાસ્તવમાં સાચી સલાહ મળશે કારણ કે ફી નહી લેનારો સાચો શ્રેષ્ઠ સલાહકાર તે અંદર જ બેઠે છે. તે કયારે પણ તમારે વિશ્વાસઘાત નહીં કરે. બાહ્ય દુનિયાના મતલબી સલાહકાર કદાચ ઉટી સલાહ પણ આપી દેશે, આથી પાપ કે પુણ્ય બંનેની પ્રવૃત્તિ, સારા ખાટા બધા કામે શાંત ચિત્તે એકાંતમાં બેસીને અંતરાત્માને પૂછીને જ કરે. તમે તે અનુસાર કરો કે ન કરે પણ સલાહ તે જરૂર મળશે. અને આ પ્રક્રિયાની વારંવાર આવૃત્તિથી તમે આંતર્દષ્ટ બની શકશે અને એક દિવસ અનાહત નાદનું શ્રવણ પણ થશે.
હવે વાત તો એ છે કે રતિ-અરતિનું પાપ છોડવા જેવું છે કે નહીં? એના ગુણદોષને પણ વિચાર કરી લેવું જોઈએ. રતિ– અરતિના સેવનમાં ગુણ તે ક્ષણિક તૃતિને થશે, પરંતુ તેમાં દેવ અધિક છે. રતિ–અરતિ બને જ ચિન્તાકારક છે, અંતર માત્ર એટલું જ છે કે-રતિની ચિન્તા પ્રિય-ઈટ-અનુકુળ પદાર્થની પ્રાપ્તિના વિષયમાં છે તે અરતિની ચિંતા અનિષ્ટ–અપ્રિય-પ્રતિકુળ પદાર્થોની નિવૃત્તિ વિષયક છે. છેવટે એક વાત તે સ્પષ્ટ જ છે કે બંને એક જ આનંધ્યાનના વૃક્ષની બે શાખા છે, આ મળી જાય તે સારું છે. અને મળ્યા પછી આસક્તિ, રતિ, આનંદ, મજા માને છે. અરતિ વાળો આ ટળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org