________________
૭૧૮
પ્રમુખ હતા. અને એના વિના બધું કાર્ય શેકાઈ રહ્યું હતું. શેઠ પહોંચ્યા બધાએ કાર્ય આગળ વધાર્યું. તેટલામાં કેઈએ શેઠને પૂછ્યું, શેઠજી ! આજે કેમ મેડું થયું ? શું વાત હતી? ત્યારે શેઠે જવાબ આપે કે અરે ભાઈ શું કરું? એક મહેમાન આવ્યા હતા. તેને અમારા ઉપર ઘણે સનેહ હતું. તેને જવું હતું, તેને મૂકવા ગયે હતું એટલે વિલંબ થયે છે તે જરૂરથી ક્ષમા કરો બધાએ વાત સહજતાથી
સ્વીકારી લીધી. કેઈ એના અદંપર્યને સમજયા નહી. બે-ત્રણ દિવસ પછી વાત બહાર આવી કે શેઠને એકને એક છોકરો અકાળે અચાનક અવસાન પામેલ છે. જ્યારે મીટીંગના સભ્યોએ આ વાતને જાણી ત્યારે બહારથી આવેલા મહેમાન અને બધા સભ્ય શેઠને આશ્વાસન આપવા આવ્યા. શેઠને સ્વસ્થ જોયા પછી પૂછ્યું કે તમે તે કહેતા હતા કે હું મહેમાનને વળાવવા ગયે હતું અને અહીં તે આ વાત સાંભળી છે તે તેમાં સત્ય શું છે? શેઠે કહ્યું કે બંને વાતેનું સ્વરૂપ અને અર્થ તો એક જ છે. બંને વાત સત્ય છે, અરે ભાઈ સાંભળો ! આ સંસાર તે ચાર દિવસની ચાંદની જે પંખીને મેળે છે. મારે ઘેર પુત્રને જન્મ થયેલ ત્યારે એક અતિથિ મારે ઘેર આવેલ કઈ બે– ચાર દિવસના મહેમાન હોય છે કેઈ અમુક વર્ષના મહેમાન હોય છે. બસ, તેની અવધિ (મર્યાદા) પૂરી થઈ ત્યારે તે ઘર છોડીને ચાલી ગયો. હવે જ્યારે તે ગમે ત્યારે હું મશાન સુધી વળાવવા ગયો હતો. સંસારમાં બધા પરિવારમાં મહેમાનેનું આવાગમન આવી રીતે અવિરત ચાલુ છે અને લોકવ્યવહાર પ્રમાણે આપણે તેમને વળાવવા પર જવું પડે છે. લોકોને આશ્ચર્ય થયું કે શેઠ રડતા નથી પણ મુખ પણ દિલગીરીની રેખા પણ નથી. શેઠ જણાવે છે કે એમાં રડવાનું કેઈ કારણ નથી અરે એને આત્મા તો શાશ્વત છે. તે અજર અમર નિત્ય છે. આ શરીરને એણે અહીંયા બનાવ્યું હતું અને અહીં છેડીને ચાલ્યો ગયો. શરીરને સાથે લઈ જવાનું નથી અને વળી બીજી વાત તે એ છે કે એનું સમગ્ર જીવન અત્યંત પવિત્ર હતું. તે લોકપ્રિય, પરગજુ અને સાત્વિક જીવન જીવીને પરલોક સીધાવ્યો છે. હવે એના ગુણાનુવાદને આપણે યાદ કરીને તેમાં જ કલ્યાણ છે આજે નક્વેર દેહે તે આપણી પાસે નથી પણ ગુણદેહે તે આજે પણ વિદ્યમાન છે. આમાં રેવાની જરૂર જ નથી માણસને પોતાને સ્વાર્થ ઘવાય છે ત્યારે રેવું આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org