________________
૭૧૩
મેલી મુરાદને પાર પાડે છે. છેવટે મન પણ બિચારું એકલું શું કરે? વિચાર કરવાથી વધારે બીજી કઈ ક્ષમતા (સામર્થ્ય) તેનામાં છે જ નહી. આથી સ્વયં વિચાર કરીને પછી વચન ચોગ અને કાયયોગ દ્વારા પિતાની ધારણાનુસાર કામ કરાવી લે છે પરંતુ રતિ-અરતિની ઉત્પત્તિ તે મનની વિચારધારાઓમાંથી જ થાય છે. આથી પૂ. વાચકવર્યજી યશોવિજ્યજી મહારાજે પંદરમા પાપસ્થાનક રતિઅરતિની સઝાયમાં જણાવ્યું છે કે
“મન કહિપત રતિ–અરતિ છે જ નહીં સત્ય પર્યાય, નહીં તો વેચી વસ્તુમાંજી, કિમ તે સવિ મીટ જાય”
રતિ-અરતિ એ તે મન દ્વારા કરાયેલી કલ્પના માત્ર છે. આથી એમને મનકલ્પિત કહ્યા છે. વાસ્તવમાં તે કોઈ પદાર્થની અંદર રતિ રહેતી નથી. કે અરતિ પણ રહેતી નથી. આથી રતિ-અરતિ એ કઈ રવતંત્ર ગુણ પર્યાયથી યુક્ત દ્રવ્ય નથી. જે આવું ન માનીએ તે વિચારે કે જે વસ્તુમાં પહેલાં રતિ ઉત્પન્ન થઈ હતી, સુખની લાલસા પ્રગટી હતી તે વસ્તુ વેચી દેવાથી તે રતિ કેમ નાશ પામી ગઈ ? રતિ-અરતિને ભાવ જે મને ગત ન હતી અને માત્ર વસ્તુગત જ હેત તે વસ્તુમાં જ હંમેશા તે રહેતા અને પછી વસ્તુના કય-વિજ્યને વ્યવહાર સંભવિત ન થાય. આપણે વસ્તુને વેચત જ નહીં. પરંતુ વસ્તુ ઉપર ગમે તેટલે મેહ હોય કે રાગ હોય છતાં અવસર ઉપસ્થિત થતાં જ્યારે વસ્તુ વેચી દઈએ છીએ ત્યારે વસ્તુ પરનો રતિ ભાવનાશ પણ પામી શકે છે. આથી કહ્યું છે કે રતિ–અરતિ અને મનકલ્પિત માનસિક કલ્પના માત્ર છે. વિચારેની પેદાશ છે. આપણું સ્વીકારેલી કલ્પના છે. સુખ-દુઃખ શું પદાર્થોમાં રહે છે ?
રતિની પાછળ સુખની લાલસા રહેલી છે તો અરતિની પાછળ દુખથી નિવૃત્ત થવાની તમન્ના રહેલી છે. અનાદિ અનંતકાલથી સંસારમાં રહેલા જીવે માત્ર બે જ પ્રયત્ન પૂરજોશમાં કર્યો છે. એક સુખ કેવી રીતે મળે અને બીજું દુઃખ કેવી રીતે ટળે? આ બંને લક્ષયને કેન્દ્રમાં રાખીને જીવે અનન્ત જન્મમાં સતત પ્રયત્ન કર્યા છે. આની પાછળ અનંત કાળ પસાર થયો અનતાન્ત જન્મ વીતાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org