Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 18
________________ ૭૧૪ દરેક ભવમાં રતિ-અરતિની વૃત્તિ થતી જ રહી! એક કીડી પણ સાકરના. નાનકડા દાણાને લેવા માટે રાત-દિવસ પુરૂષાર્થ કરે છે. બિલમાંથી બહાર આવે છે અંદર જાય છે પશુ-પક્ષી મનુષ્ય, નારક દેવ વિગેરે સર્વ સુખ પ્રાપ્તિને માટે અવિરત પ્રયત્નશીલ રહે છે. હવે પ્રશ્ન એ થાય છે કે અનાદિઅનંત કાળથી સુખની ઈચ્છાથી જ જીવે પ્રબલ પુરૂષાર્થ આચર્યો છે તે માટેના અનેક રસ્તાઓને એડી ચૂકયો છે છતાં આજ દિવસ સુધીમાં સંપૂર્ણ સુખી કેણ બની શકયું છે? અને સર્વથા દુઃખમુક્ત કોણ બન્યું છે? આના જવાબમાં તમે કોઈ ઉદાહરણ આપે કે અમુક વ્યક્તિ સંપૂર્ણ સુખી છે અને સર્વથા દુખથી રહિત છેતે પણ તે માનવા હું તૈયાર નથી કારણકે સૌ પ્રથમ સંસારમાં પૂર્ણ સુખ છે જ નહીં અને જે સંસારમાં દુઃખ રહિત સંપૂર્ણ સુખ હેત તે તો કેઈપણ સંસાર છોડીને દીક્ષા લેત જ નહી. શાલિભદ્ર પણ સંસાર છોડીને દીક્ષા લીધી છે. આ વાતની ઈતિહાસ સાક્ષી પૂરે છે. આજે તે શાલિભદ્રની સમકક્ષ દુનિયામાં એક વ્યક્તિ પણ નથી છતાં શાલિભદ્દે આ સુખાભાસોને સર્વથા ત્યાગ કર્યો અને ચારિત્ર અંગીકાર કરીને આત્મ સાધના કરી. આપણે સંસારના ભૌતિક-પૌગલિક પદાર્થોમાં સુખ માન્યું છે તે આપણી કેટલી મોટી અજ્ઞાનતા છે? આ પુદગલ પદાથ નાશવંત છે, ક્ષણિક છે સડન ગલનના સ્વભાવવાળે છે. આવા વિનાશી પદાર્થમાં આપણે શાશ્વત સુખની કલ્પના કરી લીધી! આપણે સુખ-દુઃખ પદાર્થોની પ્રાપ્તિમાં માન્યું છે પરંતુ થડે વિચાર કરે, શું આ તમારી માન્યતા સત્ય છે! અજ્ઞાનમૂલક નથી! તમે જાપાનથી ર૦૦ રૂપિયાને એક સુંદર જગ લાવ્યા. એને જોઈ તમે બહુ રાજી થયા. તમારુ સુખ તમારામાં સમાતું નથી. તમે તેની પ્રશંસા કરી છે. પરંતુ દુર્ભાગ્યવશ બીજા ત્રીજા દિવસે તમારા છોકરાના હાથથી તે એકાએક પડી ગયે અને કુટી ગયે, ટુકડે ટુકડા થઈ ગયા. અંતે જડ વસ્તુ જ હતી. ફૂટવાવાળી હતી અને કુટી છે. એટલું જ વિશેષ છે કે જે વર્ષો પછી કુંટવી જોઈતી હતી, તેને બદલે બે દિવસમાં કુટી ગઈ અને તમને દુઃખ થયું નારાજ થઈ ગયું શું તમે તમારા મનને સમજાવી શકતા નથી કે કુટવાવાળી વસ્તુ જ કુટી છે. વિનાશી પુદ્ગલને વિનાશ થયો છે. તે ક્ષણિક જ હતું. એક માત્ર ચેતન તત્વ જ અજર અમર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44