Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 29
________________ ૭૨૫ પરાવર્તન પામ્યા કરે છે. આજે જ્યાં રતિ છે ત્યાં થોડા સમય પછી અરતિ આવી શકે છે અને જ્યાં અરતિ બેઠેલી છે ત્યાં કાલાન્તરે રતિ પોતાનું સામ્રાજ્ય ફેલાવી શકે છે. આમ બંનેની વારા ફરતી ઉપસ્થિતિ થતી હોવાથી જ્ઞાનીઓએ બંનેને પંદરમાં પાપસ્થાનકમાં સમવતાર કર્યો છે. એ જ જ્ઞાની મહાપુરૂષોની દીર્ધદર્શિતા છે. સંપત્તિમાં સુખ છે કે દુખ? એક નિર્ધન ગરીબ ભિખારીને ૫ લાખ રૂા. ની લેટરી લાગી. તે અત્યંત ખુશ થયો. આનંદ વિભોર બની ગયો. એણે યુક્તિપૂર્વક વ્યાપાર કર્યો, ભાગ્ય ખીલી ઉઠયું, કુદરત તરફેણમાં રહી અને બે-ચાર વર્ષમાં બીજા ૫ લાખ કમાવી લીધા. હવે દસ લાખ રૂપિયા થયા, તેના આનંદની સીમા નથી પરંતુ સંધ્યાના રંગની જેમ ભાગ્યદશા પરવારી અને ૫ લાખ રૂ. નું ધંધામાં નુકશાન થયું. હવે તે માથું પછાડીને રૂવે છે. અત્યંત દુઃખી, વ્યાકુળ બની ગયું છે એની ચિંતાને કઈ પાર નથી. એને મિત્ર જે એની પરિસ્થિતિને જાણે છે. તેણે આવીને સમજાવ્યું, અરે ભાઈ તું શા માટે આટલે દુઃખી છે? ત્યારે તેણે કહ્યું કે પ લાખનું નુકશાન થયું છે. બહુ મોટી ચિંતા છે. આ દુઃખને સહન કરવું એ મારી શક્તિની બહારની વાત છે. મોટે ફટકે પડે છે.. મિત્રે તેને તાત્વિક સમજણ આપી કે ભાઈ ! તારા પ લાખ રૂા ચાલી ગયા તેને તું વિચાર કરે છે? પણ હકીકતને યથાવસ્થિત જેવાને પ્રયત્ન કર. તારી પાસે બીજા પાંચ લાખ તે છે જ ને? ૧૦ લાખમાંથી ૫ લાખ ગયા, ઠીક છે. ધંધામાં નફો-તોટો તે ચાલ્યા જ કરે છે. આ તે લક્ષ્મી છે. એને શાસ્ત્રમાં ચંચળ જ કહી છે, અને વળી વિચાર કર કે ભૂતકાળમાં તું એક દિવસ ભીખારી હતે. રામપાત્ર. સિવાય તારી પાસે કશું જ ન હતું તેના મુકાબલે આજે તા ૫ લાખ રૂા. રોકડા છે, બસ આ વિધાયક દષ્ટિથી મિત્રના દુ:ખની માત્રા ઘટી ગઈ થર્મોમીટરના પારે ૧૦૩ ડીગ્રીથી પડીને ૯૮ ઉપર આવી ગયે. બધું બરોબર થઈ ગયું. આપણે આ સ્વભાવ થઈ ગયું છે કે આપણી પાસે શું નથી? કેટલું નથી ? તેની જ વિચારણા પ્રધાનપણે કરીએ છીએ. અને તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44