Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 26
________________ ૭૨૨ આત્મા મોક્ષ તરફ ગતિ કરશે? આ પ્રવૃત્તિ શું આત્માને સ્વગુણે પાસ ના કે કમક્ષચમાં સહાયક બનશે? સંભવ જ નથી, આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વિચારીએ તે વાસ્તવિકતા જરૂરથી સમજાશે. તમે સાંસારિક, વ્યાવહારિક દષ્ટિકોણથી જુઓ છે એટલે તિ-અરતિ પાપરૂપે દેખાતા નથી. પરંતુ આ યથાર્થ સત્ય સ્વરૂપ નથી. માની લે કે સેંકડે પદાર્થો ઉપર રતિ–પ્રીતિ કરીને તેને ઘણે સંગ્રહ પણ કર્યો કઈ કેટલાય માણસે પ્રત્યે પણ પ્રીતિપૂર્ણ વ્યવહાર કર્યો? પરંતુ અંતે શું થશે ? મૃત્યુના સમયે જ્યારે શરીર, સગા-સંબંધી, સ્નેહી સ્વજન અને સેંકડે પદાર્થોને છોડીને જ્યારે જવું પડશે ત્યારે એમાંથી તમારી સાથે શું આવશે? આ બધું એકી સાથે છેડતાં આત્માને દુઃખ નહીં થાય ? મરતાં સમયે ઘણું જ અત્યંત દુ:ખી થતાં જોવા મળે છે. તેમની આંખમાંથી ગંગા-જમનાનો પ્રવાહ વહેતે જોવા મળે છે, વિચારો કે તે વખતે તે જીવેની કેવી અવદશા થાય છે? મેં જ ઉભે કરેલ સમસ્ત સંસાર મારી સમક્ષ ઉપસ્થિત છે અને બધાને છેડીને મારે એકલાએ નિરાધારપણે જતાં રહેવાનું !!! અનિચ્છા હોવા છતાં અહીં બીજે કઈ વિકલ્પ નથી. યમરાજા આગળ કોઈનું કંઈ પણ ચાલતું નથી. મૃથુ ઉપર જીવને સૌથી વધુ અપ્રીતિ છે, અરતિ છે, મૃત્યુના ભયનું મેટું દુઃખ છે. પણ તેનો ઉપાય શું છે? એક ક્ષણમાં બધુ જોતાં જોતાં જવું પડશે. એમાં કેઈ અપવાદ નથી, આંખે સદા કાળ માટે બંધ થઈ જશે. ચિરનિદ્રાધીન બનવું પડશે, નાચ વો મૃત્યુ, જન્મેલાને મરણ નિચે છે. અને મૃત્યુ સમયે એક અંશ માત્ર રતિભર સેનું, ચાંદી, દાગીના, આભુષણ, સગા-સંબંધી કઈ સાથે આવનાર નથી, રાગદ્વેષના સંસ્કારો, પુણ્ય-પાપ સાથે આવનાર છે. તે વિવેકી જીવે આ લેકની ઉપાસના કરતાં પરલોકનું ભાથું પણ અવિશેષ પણે બાંધવું જોઈએ. સુખ-દુઃખની વૃતિ પણ પાપ કરાવે છે. શું મનમાં સુષુપ્તપણે રહેલી સુખની લાલસા કેઈ પાપ નથી કરાવતી? અને એજ રીતે મનમાં રહેલી દુઃખ નિવૃત્તિની તમન્ના શું કઈ પાપ નથી કરાવતી? અરે ધ્યાનથી વિચારીએ તે એને જેટલી પાપ કરાવવાવાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44